AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અશક્ય…! સપને પણ ન વિચાર્યો હોય તેવો કેચ પકડી આખી મેચ પલટી નાખી, શું આ ‘કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ’ છે?

IPL 2026 માં હાલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદ બેટ્સમેનો આક્રમક રીતે રમી રહ્યા હતા પરંતુ કોલકાતાના બોલરોએ સમયસર વિકેટો ઝડપીને મેચ પર અંકુશ મેળવી લીધું હતું. આ મેચમાં સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ 'હેનરિક ક્લાસેન'ની વિકેટનો હતો.

અશક્ય...! સપને પણ ન વિચાર્યો હોય તેવો કેચ પકડી આખી મેચ પલટી નાખી, શું આ 'કેચ ઓફ ધ ટૂર્નામેન્ટ' છે?
| Updated on: May 03, 2026 | 5:49 PM
Share

રવિવારે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી IPL 2026ની મેચ દરમિયાન, કોલકાતા નાઈટ રાઈડર્સના સ્ટાર ખેલાડી રોવમેન પોવેલે ડીપમાં એક શાનદાર કેચ ઝડપીને સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેન હેનરિક ક્લાસેનને આઉટ કર્યો હતો.

પોવેલે એક હાથે જબરદસ્ત કેચ પકડીને ક્લાસેનને કેમેરોન ગ્રીનની ઓવરમાં પેવેલિયન ભેગો કરી દીધો હતો. SRH એ ટોસ જીત્યો અને કેપ્ટન પેટ કમિન્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે યજમાન ટીમને 44 રનની ભાગીદારી સાથે આક્રમક શરૂઆત અપાવી હતી, જે બાદ કાર્તિક ત્યાગીએ અભિષેકને 10 બોલમાં 15 રન પર આઉટ કર્યો હતો.

KKR ની વાપસી

અભિષેકના આઉટ થયા બાદ ઈશાન કિશને હેડનો સાથ આપ્યો હતો. હેડે માત્ર 22 બોલમાં પોતાની 50 પૂરી કરી લીધી હતી. કિશન પણ આક્રમક 42 રન કરીને આઉટ થઈ ગયો હતો. જણાવી દઈએ કે, વરુણ ચક્રવર્તીએ હેડને પેવેલિયન પરત મોકલ્યો હતો. હેડે 28 બોલમાં તોફાની 64 રન બનાવીને SRH ને આક્રમક શરૂઆત અપાવી હતી. હેડ બાદ SRH ની બેટિંગ વેરવિખેર થઈ ગઈ હતી. વરુણ ચક્રવર્તીએ સ્મરણ રવિચંદ્રનને 4 રન (4 બોલ) પર આઉટ કર્યો હતો.

કોલકાતાને 166 રનનો લક્ષ્યાંક

SRH ની આખી ટીમ 19 ઓવરમાં 165 રન જ બનાવીને સમેટાઇ ગઈ હતી. કોલકાતા તરફથી વરુણે 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ ખેરવી હતી, જ્યારે સુનીલ નરેને 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય ગ્રીન, અનુકૂલ રોય અને વૈભવ અરોરાએ અનુક્રમે 1-1 વિકેટ લીધી હતી. કાર્તિક ત્યાગીએ પણ 4 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ ખેરવી હતી.

Breaking News : શું મુંબઈ ઈન્ડિયન્સ IPL 2026 માંથી બહાર થનારી પહેલી ટીમ છે ? જુઓ પ્લેઓફ સમીકરણ

Follow Us
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં વધુ એક ડિગ્રીના વિવાદ સામે આવ્યો, જુઓ વીડિયો
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, જુઓ Video
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈમાં જામશે રસાકસીનો જંગ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
Breaking News : અમરેલીમાં સિંહ પજવણીનો વિડીયો થયો વાયરલ
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">