સ્મૃતિ મંધાના ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી, અંતિમ ત્રણેય વન-ડે માટે ઉપલબ્ધ રહેશે
સ્મૃતિ સહિત અને બે ખેલાડીઓનો પણ ક્વોરન્ટાઇન સમય પુરો થઇ ગયો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ 18 ફેબ્રુઆરીના રોજ રમાશે.

ન્યુઝીલેન્ડ (New Zealand Women Cricket) અને ભારત (Indian Women Cricket) મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે સીરિઝ ચાલી રહી છે. જેમાં યજમાન ન્યુઝીલેન્ડ ટીમે પહેલી બે વન-ડેમાં જીત મેળવીને સારી શરૂઆત કરી છે. ભારતીય ટીમે એક માત્ર ટી20 મેચ અને પહેલી બંને વન-ડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તો આ સાથે ભારતની સ્ટાર સ્મૃતિ મંધાના (Smriti Mandhana) ટીમનો ભાગ બની શકી ન હતી. કારણ કે તેનો ક્વોરન્ટાઇનનો સમય વધુ લાંબો ચાલ્યો હતો. પણ હવે તેનો ક્વોરન્ટાઇનનો સમય પુરો થઇ ગયો છે અને જલ્દી ટીમ સાથે જોડાઇ જશે.
સ્મૃતિ મંધાના અને અન્ય બે ખેલાડીઓને બીજા લોકો કરતા વધુ સમય માટે ક્વોરન્ટાઇન રહેવું પડ્યું હતું. અન્ય બે ખેલાડીઓમાં ફાસ્ટ બોલર મેઘના સિંહ અને રેણુકા સિંહનો સમાવેશ થાય છે. રેણુકા થોડા સમય પહેલા જ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવી હતી, જ્યારે મેઘના મંગળવારે જ આઈસોલેશનમાંથી બહાર આવી છે. જોકે બીસીસીઆઈએ આ અંગે કોઇ ઓફિશિયલ નિવેદન આપ્યું નથી. પણ ESPNCricInfo પર જણાવવામાં આવ્યું હતું કે રેણુકા, મેઘના અને સ્મૃતિ મંધાનામાંથી કોઇ એક કોરોના સંક્રમિત થયું હતું. જેને પગલે ત્રણેયને વધુ દિવસ માટે ક્વોરન્ટાઇન રહેવું પડ્યું હતું.
इन खिलाड़ियों की वापसी से भारतीय महिला टीम को मिलेगी मज़बूती 💪👇#NZWvINDW https://t.co/MnBLx6RwaL
— ESPNcricinfo हिंदी (@CricinfoHindi) February 15, 2022
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ન્યુઝીલેન્ડ જતા પહેલા મુંબઈમાં સાત દિવસના સખત ક્વોરન્ટાઇન સમયમાંથી પસાર થવું પડ્યું હતું. તેની સાથે જ ન્યુઝીલેન્ડ પહોંચ્યા બાદ ક્રાઇસ્ટચર્ચમાં તમામ ખેલાડીઓને 10 દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડ્યું હતું. કોરોનાનો પ્રકોપ ઓછો કરવા માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટે ભારતની તમામ મેચ જેમાં એક માત્ર ટી20 અને પાંચ વન-ડે મેચનો સમાવેશ થાય છે તેને ક્વીન્સટાઉનમાં સ્થળાંતક કર્યું હતું.
ભારતીય મહિલા ટીમે ન્યુઝીલેન્ડ સામે સતત બીજી વન-ડેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પણ સ્મૃતિ મંધાનાના પરત આવવાથી ટીમ ઘણી મજબુત બનશે. જોકે હાલ ફિટનેસને લઇને તે નક્કી નથી કે સ્મૃતિ અને મેઘના ત્રીજી વન-ડેમાં ટીમનો ભાગ બનશે કે નહીં. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ 18 ફેબ્રુઆરીએ રમાશે.
આ પણ વાંચો : Rohit Sharma, IND VS WI 1st T20I: રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને કહ્યુ, IPL નહીં દેશ માટે રમવા પર ફોકસ કરો!