ટી20 વર્લ્ડ કપ માટે શ્રેયસ અય્યરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે ? જાણો, આ પ્રશ્નના જવાબમાં તેણે શું કહ્યું

ટી20 વર્લ્ડ કપ માટે શ્રેયસ અય્યરે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા નક્કી કરી લીધી છે ? જાણો, આ પ્રશ્નના જવાબમાં તેણે શું કહ્યું
Shreyas Iyer (PC: BCCI)

શ્રેયસ અય્યરે શ્રીલંકા સામે ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ત્યાર બાદ તેણે ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં જોડાવા પરના પ્રશ્નનો ખુલીને જવાબ આપ્યો.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Feb 28, 2022 | 8:15 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ને શ્રેયસ અય્યર (Shreyas Iyer) ના રૂપમાં એક શાનદાર યુવા બેટ્સમેન મળી ગયો છે. શ્રેયસ અય્યરે હાલમાં જ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શ્રીલંકા સામે ત્રણેય મેચમાં અડધી સદી ફટકારી હતી અને નોંધનીય પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા (Sri Lanka Cricket) સામેની સીરિઝમાં ત્રીજી અને અંતિમ મેચ બાદ શ્રેયસ અય્યરને ટી20 વર્લ્ડ કપને લઇને પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના પર તેણે બેટિંગ દરમ્યાન પોતાની નબળાઇને લઇને પ્રતિક્રિયા આપી હતી.

ભારતીય ટીમે શ્રીલંકાને ટી20 સીરિઝની અંતિમ મેચમાં 6 વિકેટે હરાવ્યું હતું અને સીરિઝ 3-0થી ક્લિન સ્વીપ કરી હતી. આ મેચ બાદ શ્રેયસ અય્યરને પુછવામાં આવ્યું હતું કે તેણે ટી20 વિશ્વ કપ માટે ટીમ ઇન્ડિયામાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.? આ પ્રશ્નના જવાબમાં શ્રેયસ અય્યરે કહ્યું કે, “મને લાગે છે કે આ સમયે આ પ્રકારનો વિચાર કરવો ખોટો છે. હું ટીમમાં જગ્યા નક્કી કરવા માટે કઇ કહી શકુ તેમ નથી. કારણ કે મેં કહ્યું કે ટીમમાં ઘણી પ્રતિસ્પર્ધા છે.”

ટીમ ઇન્ડિયાના બેટ્સમેન શ્રેયસ અય્યરે શોર્ટ બોલને લઇને પણ પ્રતિક્રિયા આપી હતી. શોર્ટ બોલ સામે પોતાની નબળાઈને લઇને પ્રશ્નના જવાબમાં તેણે કહ્યું કે, “ઈમાનદારીથી કહ્યું તો મે તેના પર કામ નથી કર્યું. હું એજ રીતે રમી રહ્યો છું જે રીતે હું રમવા માટે ટેવાયેલો છું. જો તમારી માનસિકતા બરોબર હોય તો તમે કોઇ પણ બોલ રમી શકો છો.”

તેણે વધુમાં કહ્યું કે, “જો તમને લાગે છે તે શોર્ટ બોલ મારી નબળાઈ છે તો મને તેનાથી કોઇ ફરક નથી પડતો. ખરેખર શોર્ટ બોલનો સામનો કરીને જ હું આ સ્તર પર પહોંચ્યો છું. તમારે તેને લઇને અલગથી તૈયારી કરવાની કોઇ જરૂરીયાત નથી લાગતી.”

આ પણ વાંચો : Virat Kohli 100th Test: ધર્મશાળા-બેંગ્લોરમાં દર્શકોને પ્રવેશ, કોહલીની 100મી ટેસ્ટમાં દર્શકોને છૂટ નહીં અપાતા અનેક પ્રશ્નો ઉભા થયા

આ પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ સ્પિનર સોની રામાધીનનું 92 વર્ષની વયે નિધન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati