IND vs SL: ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ક્લીન સ્વિપ કરીને તોડ્યો પાકિસ્તાનનો રેકોર્ડ, આ મામલામાં T20i માં ભારત નંબર 1
ભારતે શ્રીલંકાને T20 શ્રેણીમાં હરાવ્યું, પરંતુ, તેની અસર પાડોશી પાકિસ્તાન (Pakistan) પર પણ પડી છે.

ભારતે T20 શ્રેણી માં શ્રીલંકા (India Vs Sri Lanka) ને હરાવ્યું છે. તેના સુપડાં સાફ કરી દીધા છે. પરંતુ, તેની અસર બીજા પાડોશી પાકિસ્તાન પર પણ પડી છે. શ્રીલંકાને સફાયા બાદ ભારતીય ટીમે (Indian Cricket Team) T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન (Pakistan Cricket Team) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને આમ કરીને હવે તે આ મામલે નંબર વન ટીમ પણ બની ગઈ છે. હવે તમે વિચારતા જ હશો કે શ્રીલંકાની હારની અસર પાકિસ્તાન પર કેવી રીતે પડી? તો આ જીત સાથે જોડાયેલો વર્લ્ડ રેકોર્ડ છે, જે ટીમ ઈન્ડિયાના નામે છે. ભારતે ધર્મશાળામાં અંતિમ T20 મેચ 6 વિકેટથી જીતીને આ ઉપલબ્ધી મેળવી હતી.
ભારતે છેલ્લી T20માં શ્રીલંકાને 19 બોલ બાકી રહેતા હરાવ્યું હતું. આ સાથે ભારતે 3 મેચોની ટી-20 સિરીઝમાં ક્લીન સ્વીપ પણ કર્યું હતું. ભારતે રનનો પીછો કરતા શ્રેણીની 3 માંથી 2 મેચ જીતી હતી. ધર્મશાળામાં રન ચેઝમાં આ બે જીત સાથે ભારતે પાકિસ્તાનના નામે નોંધાયેલ વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે.
ધર્મશાળામાં પાકિસ્તાનનો વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો
પાકિસ્તાન સાથે સંબંધિત આ વર્લ્ડ રેકોર્ડ T20 ઇન્ટરનેશનલમાં રનનો પીછો કરતી વખતે સૌથી વધુ જીત નોંધાવવા સાથે સંબંધિત છે. પાકિસ્તાને લક્ષ્યનો પીછો કરતા 86 મેચમાં 53 જીત મેળવી હતી. ભારતે ધર્મશાળામાં તેનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
ભારતે ધર્મશાલામાં રમાયેલી શ્રેણીની છેલ્લી બે મેચ રનનો પીછો કરીને જીતી લીધી હતી. તેણે બીજી T20માં જીત નોંધાવીને પાકિસ્તાનના રેકોર્ડની બરાબરી કરી. શ્રીલંકા સામેની ત્રીજી અને છેલ્લી ટી20 જીતીને ભારતે વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ ભારતનો 54મો T20 આંતરરાષ્ટ્રીય વિજય હતો, જે તેણે લક્ષ્યનો પીછો કરતી વખતે હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ 74 મેચોમાં એટલે કે પાકિસ્તાન કરતા 12 મેચ ઓછી રમીને આ સ્થાન શક્ય બનાવ્યું છે.
ભારત અને પાકિસ્તાન પછી ઓસ્ટ્રેલિયા
ભારત અને પાકિસ્તાન સિવાય ઓસ્ટ્રેલિયાએ T20 ઈન્ટરનેશનલમાં લક્ષ્યનો પીછો કરતા સૌથી વધુ જીત હાંસલ કરી છે. તે આ મામલે ત્રીજા નંબર પર છે. તેણે T20 ઇન્ટરનેશનલની 91 મેચોમાં લક્ષ્યનો પીછો કર્યો અને તેમાંથી 51માં જીત મેળવી.