ભારતના 79માં સ્વતંત્રતા દિવસ પર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીએ સૈનિકોને આ રીતે કરી સલામ
મહાન ખેલાડી સચિન તેંડુલકર અને ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. આ ઉપરાંત કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગિલે પણ આ દિવસની ખાસ રીતે ઉજવણી કરી છે. સચિન અને કોહલીએ દેશના સૈનિકોને ભારતની સ્વતંત્રતાના અસલી હીરો ગણાવ્યા હતા.

શુક્રવાર, 15 ઓગસ્ટના રોજ ભારતને આઝાદી મળ્યાને 78 વર્ષ પૂર્ણ થયા છે. આ વર્ષે બધા ભારતીયોએ આઝાદીની ખૂબ જ સારી ઉજવણી કરી. ક્રિકેટ જગતના લોકોએ પણ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી, ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર અને ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે પણ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ અને સ્ટોરી શેર કરીને અભિનંદન આપ્યા છે.
સચિને રાષ્ટ્રધ્વજ સાથે તસવીર શેર કરી
ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રધ્વજ સાથેની એક તસવીર શેર કરી છે. તેણે હાથમાં તિરંગો પકડ્યો છે અને તેનું કેપ્શન લખ્યું છે, “જય હિંદ.” તેણે આ જ તસવીર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ પોસ્ટ કરી છે.
View this post on Instagram
કોહલીએ સૈનિકોને સલામ કરી
દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે, “આજે આપણે સ્વતંત્રતા દિવસની ખુશી મનાવી રહ્યા છીએ, કારણ કે આપણા સૈનિકો સરહદ પર હિંમતભેર ઉભા છે. આજે આપણે સ્વતંત્રતા દિવસ પર આપણા અસલી હીરોને સલામ કરીએ છીએ. ભારતીય હોવાનો ગર્વ છે, જય હિંદ.”
ગંભીરે સ્ટોરી પોસ્ટ કરી
સ્વતંત્રતા દિવસના અવસર પર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક સ્ટોરી પોસ્ટ કરી. તેમાં તેણે લખ્યું, “મારો દેશ, મારી ઓળખ, મારું જીવન! જય હિન્દ!”.
View this post on Instagram
શુભમન ગિલે વીડિયો શેર કર્યો
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે પોતાની અને ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓની તસવીરો પોસ્ટ કરી છે અને આ વીડિયો પર લખ્યું છે, “સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.”
Wishing all Indians a Happy Independence Day
Jai Hind #TeamIndia | #HappyIndependenceDay pic.twitter.com/2lL69ljZyo
— BCCI (@BCCI) August 15, 2025
BCCIએ દેશવાસીઓને અભિનંદન આપ્યા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે અને તેના કેપ્શન પર લખ્યું છે, “બધા ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જય હિન્દ.”
આ પણ વાંચો: રોહિત શર્મા-હાર્દિક પંડ્યાએ લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ આ રીતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
