AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોહિત કે કોહલી ? ન્યુઝીલેન્ડ સામે કોણ ફટકારશે સૌથી વધુ સદી ? ચેતેશ્વર પુજારાએ કરી ‘મોટી ભવિષ્યવાણી’

ન્યુઝીલેન્ડ સામેની આગામી વનડે સિરીઝ અને દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા તથા વિરાટ કોહલીની વાપસીને લઈને પૂર્વ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ મોટું નિવેદન આપ્યું છે. પુજારાએ આ બંનેમાંથી કોણ સૌથી વધુ સદી ફટકારશે, તે અંગે ચર્ચા કરતા તેમના બેટિંગ ક્રમ અને રોલ વિશે મહત્વની વાત કહી છે.

રોહિત કે કોહલી ? ન્યુઝીલેન્ડ સામે કોણ ફટકારશે સૌથી વધુ સદી ? ચેતેશ્વર પુજારાએ કરી 'મોટી ભવિષ્યવાણી'
| Updated on: Nov 02, 2026 | 6:57 PM
Share

ટી-20 સિરીઝમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર હવે વનડે સિરીઝ પર ટકેલી છે, જેની શરૂઆત 04 નવેમ્બરથી થઈ રહી છે. આ જ સિરીઝથી વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાન પર વાપસી કરતા નજરે પડશે. એવામાં બધાનું ધ્યાન કોહલી અને રોહિતના પ્રદર્શન પર છે.

ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ટીમમાં આ બંનેના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે, આ બંનેમાંથી કોણ ન્યુઝીલેન્ડમાં સૌથી વધુ સદી ફટકારશે? ત્યારે પૂજારા મુશ્કેલીમાં મુકાઈ ગયો.

કોનું નામ લીધું?

પુજારાને જિયોહોટસ્ટારના શો પર જ્યારે આ સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, “‘રોહિત’ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તેમનું કામ છે કે… તે પાવરપ્લેમાં ટીમને સારી શરૂઆત અપાવે. ન્યુઝીલેન્ડમાં તેનો આ રોલ બદલાઈ શકે છે અને તે સદી તરફ જઈ શકે છે. જો કે, વિરાટ માટે સંભાવનાઓ વધારે છે. આનું મુખ્ય કારણ એ કે, તે નંબર-3 પર બેટિંગ કરે છે.”

પુજારાએ કહ્યું, “તેની રમત એન્કર રોલની છે. નંબર-3 પર આવતા બેટ્સમેન માટે વનડેમાં સદી બનાવવી સરળ છે. ઓપનરનો રોલ પણ નક્કી હોય છે પરંતુ ન્યુઝીલેન્ડમાં આ બદલાઈ જાય છે. એટલા માટે મને લાગે છે કે, વિરાટની રોહિતની સરખામણીમાં ન્યુઝીલેન્ડમાં સદી ફટકારવાની વધારે સંભાવનાઓ છે.”

હોઈ શકે છે ‘છેલ્લો પ્રવાસ’

ન્યુઝીલેન્ડનો આ પ્રવાસ રોહિત અને વિરાટ કોહલી બંનેનો છેલ્લો હોઈ શકે છે. બંને પોતાના કરિયરના અંતિમ પડાવ પર ઊભા છે અને વનડે વર્લ્ડ કપ સુધી રમવાની કોશિશ કરી રહ્યા છે. આવતા વર્ષે થનારા વર્લ્ડ કપ પછી તેઓ ક્રિકેટને અલવિદા પણ કહી શકે છે.

Breaking News: ભારતીય બોલરે એક જ ઇનિંગ્સમાં 9 વિકેટ લીધી, રજત પાટીદારની સેના ઘૂંટણિયે આવી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">