ચીનને ઘેરવાની તૈયારીમાં ભારત, વિયેતનામ સાથે મિલાવ્યા હાથ, ડોભાલની હનોઈ મુલાકાતની આખરે આટલી ચર્ચા કેમ?
ભારત અને વિયેતનામે દ્વીપક્ષીય રક્ષા સહયોગ ને વધારવા માટે મોટી તૈયારી કરી લીધી છે. જેના પર ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલની વિયેતનામ મુલાકાત બાદ લાગી છે. ભારત અને વિયેતનામ ચીનની આક્રમક્તાનો સામનો કરી રહ્યુ છે. એવામાં બંને દેશોમાં સહયોગથી દક્ષિણ ચીન સાગરથી લઈને હિંદ મહાસાગર સુધી ચીનની ટેન્શન વધારી શકે છે.

ભારતે દક્ષિણ ચીન સાગરમાં ચીનને ઘેરવાની પુરી તૈયારી કરી લીધી છે. જેની પુષ્ટિ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના વિયેતનામ પ્રવાસથી થઈ છે. આ દરમિયાન ડોભાલના વિયેતનામ સાર્વજનિક સુરક્ષામંત્રી જનરલ લુઓંગ ટેમ કાંગ સાથે મુલાકાત કરી છે. તેઓ વિયેતનામ કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિના પોલિટ બ્યૂરો ના સભ્ય પણ છે. આ દરમિયાન ડોભાલ અને લુઓંગ ટેમ વચ્ચે હાઈલેવલ મિટીંગ પણ થઈ હતી. આ બેઠક ત્યારે થઈ જ્યારે ભારત અને વિયેતનામ રણનીતિક અને સૈન્ય ભાગીદારી ને મજબૂત કરી રહ્યા છે. ભારત અને વિયેતનામ બંને ચીનના ખતરાનો સામનો કરી રહ્યા છે. જો ભારત-વિયેતનામ સંબંધોમાં મજબૂતી આવે છે તો તેનાથી દક્ષિણ ચીન સાગરમાં ચીનની પરેશાની વધી શકે છે.
ભારત વિયેતનામ રક્ષા સમજૂતિ
રિપોર્ટ અનુસાર આ બેઠકમાં ભારત અને વિયેતનામ વચ્ચે રક્ષા ક્ષેત્રમાં ચાલી રહેલા દ્વીપક્ષીય સહયોગની સમીક્ષા કરવામાં આવી અને ભવિષ્યમાં આ સહયોગને વધુ ક્ષેત્રોમાં વિસ્તારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને રાષ્ટ્રોએ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ પર પણ ચર્ચા કરી અને આપસી સંબંધોને મજબૂત કરવા પર ભાર મુક્યો. ભારત અને વિયેતનામ વચ્ચે જૂની રક્ષા ભાગીદારી છે. બંને દેશો વચ્ચે અનેક મોટી રક્ષા સમજૂતિઓ પણ થઈ છે. આ ઉપરાંત ભારત અને વિયેતનામ પોલીસે સહયોગ કરવા, ગુનેગારોની ધરપકડ કરવા અને તેમના પ્રત્યાર્પણ સંબંધિત કાર્યવાહીઓ તેજ કરવા અંગે સહમતી દર્શાવી છે.
ભારત અને વિયેતનામ આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ, સાયબર સુરક્ષા અને દરિયાઈ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ગાઢ સહયોગ વધારવા કામ કરી રહ્યા છે. આ સહયોગમાં સંયુક્ત સૈન્ય અને નૌકાદળના અભ્યાસોનો પણ સમાવેશ થાય છે. વિયેતનામની સરહદ ચીન સાથે જોડાયેલી છે. જેની સાથે તેનો પણ સંઘર્ષપૂર્ણ ઇતિહાસ રહ્યો છે અને હાલમાં તે દક્ષિણ ચીન સાગરને લઈને વિવાદમાં પણ ફસાયેલું છે. આથી, વિયેતનામ એવા એક વિશ્વસનીય અને શક્તિશાળી ભાગીદારની શોધમાં હતું જે ચીન સામે તેને સમર્થન આપી શકે. આ સંદર્ભમાં, વિયેતનામને ભારત એક મજબૂત સાથી તરીકે મળ્યું છે, જેની સાથે તે કોઈપણ ડર કે સંકોચ વિના પોતાના સૈન્ય અને રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત બનાવી શકે છે.
વિયેતનામ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલો ખરીદશે
ચીન તરફથી વધી રહેલા જોખમોનો સામનો કરવા માટે, વિયેતનામે ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઇલો ખરીદવાનો કરાર કર્યો છે. જૂન મહિનામાં યોજાયેલા ‘શાંગ્રી-લા ડાયલોગ’ દરમિયાન ભારતના સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહે આ સોદાની પુષ્ટિ કરી હતી. જોકે આ સોદો અંદાજે ₹5800 કરોડનો હોવાનું કહેવાય છે, પરંતુ વિયેતનામ કેટલી બ્રહ્મોસ મિસાઇલો ખરીદી રહ્યું છે તે અંગેની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી. વિયેતનામ પહેલાં, ફિલિપાઈન્સે પણ ભારત સાથે બ્રહ્મોસ મિસાઇલો માટે કરાર કર્યો હતો અને તેને મિસાઇલોની ડિલિવરી પણ મળી ચૂકી છે. મીડિયા અહેવાલો અનુસાર, ચીન પાસે હાલમાં બ્રહ્મોસ મિસાઇલને રોકવા કે નિષ્ફળ બનાવવા માટે કોઈ અસરકારક સાધન નથી. પરિણામે, જે દેશો ચીનને પોતાના પ્રતિસ્પર્ધી તરીકે જુએ છે, તેઓ વ્યૂહાત્મક દબાણ જાળવી રાખવા માટે બ્રહ્મોસ મિસાઇલોને પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરવા માટે ઉત્સુક છે.
