AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમેરિકાએ ઈરાન પર મોટો હુમલો કર્યો, મિસાઇલોનો વરસાદ થયો

યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે આ હુમલામાં ગ્રેટર ટુનબ ટાપુ પર ઈરાની સંરક્ષણ અને મિસાઈલ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે પર્સિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટના સંગમ પર સ્થિત ત્રણ નાના ખડકાળ ટાપુઓમાંથી એક છે.

Breaking News : અમેરિકાએ ઈરાન પર મોટો હુમલો કર્યો, મિસાઇલોનો વરસાદ થયો
Image Credit source: AI
| Updated on: Jul 17, 2026 | 7:39 AM
Share

અમેરિકાએ ગુરુવારના રોજ ઈરાન વિરુદ્ધ હુમલાનો વરસાદ કર્યો હતો. તેમણે ઈરાનના અનેક ઠેકાણાને નિશાન બનાવ્યા છે. તેમજ એક જહાજ પર ગોળીબાર કર્યો છે. અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે,આ જહાજ ઈરાન પર નૌકાદળની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઈરાને જવાબમાં ક્ષેત્રમાં અમેરિકાના સહયોગીઓ પર મિસાઇલો અને ડ્રોનથી હુમલો કરીને જવાબ આપ્યો અને ચેતવણી આપી કે તેના હુમલાઓ વધી શકે છે.

ગત્ત મહિને થયેલા અસ્થાયી સંધર્ષ-વિરામ તુટ્યું હતુ અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ માટે અમેરિકા અને ઈરાન વચ્ચે અનેક દિવસ સુધી હુમલા થઈ રહ્યા છે. ઈરાનના અધિકારીનું કહેવું છે કે, અમેરિકી હુમલામાં 35 થી વધારે લોકો માર્યા ગયા છે અને 300થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈરાનની રાજધાની તેહરાનની આસપાસ હુમલા

હિંસાના આ તાજેતરના તબક્કામાં, પહેલી વાર, હુમલાઓ ઈરાનની રાજધાની તેહરાનની આસપાસના વિસ્તારોમાં પણ પહોંચ્યા, જે દર્શાવે છે કે અમેરિકા હવે વધુ સ્થળોને નિશાન બનાવી રહ્યું છે. જ્યારે અમેરિકા અને ઈઝરાયલે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરુ કર્યું હતુ. ત્યારે તેહરાને જવાબી કાર્યવાહીમાં હોર્મુઝને સંપૂર્ણ રીતે બંધ કર્યું હતુ.આ પગલાથી તેલના ભાવમાં વધારો થયો અને વાટાઘાટોમાં ઈરાનને મોટો ફાયદો થયો.

ઈરાની બંદરો પર ફરીથી નૌકાદળ નાકાબંધી લગાવવામાં આવી

વધતી કિંમતો ટ્રમ્પ અને તેમની રિપબ્લિકન પાર્ટી માટે એક ખાસ પડકાર ઉભી કરે છે, જેઓ નવેમ્બરની ચૂંટણીમાં કોંગ્રેસ પર નિયંત્રણ જાળવી રાખવાની આશા રાખે છે. અમેરિકાએ બુધવારે ઈરાની બંદરો પર ફરીથી નૌકાદળ નાકાબંધી લગાવી હતી. અમે જોઈશું કે અમે તેમની સાથે સમાધાન કરીએ છીએ કે તેને સમાપ્ત કરીએ છીએ, ટ્રમ્પે બુધવારે પેન્સિલવેનિયામાં યુએસ આર્મી વોર કોલેજમાં જણાવ્યું હતું.

ઈરાની સૈન્યના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના પ્રવક્તા કર્નલ ઇબ્રાહિમ ઝોલ્ફાઘરીએ ધમકી આપી હતી કે, જો અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વારંવારની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને ઈરાની પુલો અને પાવર પ્લાન્ટ પર હુમલો કરશે, તો ઈરાન આ ક્ષેત્રના તમામ માળખાગત સુવિધાઓ પર મોટો હુમલો કરી શકે છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Follow Us
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
આજે ભાગ્ય આપશે સાથ, નોકરી-વેપારમાં સફળતાના બની રહ્યા છે યોગ
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
g clip-path="url(#clip0_868_265)">