Cricket: ગુજરાતમાં જન્મેલા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરનુ કરાચીમાં અવસાન, 4 ભાઇઓએ રમી હતી ટેસ્ટ ક્રિકેટ
પાકિસ્તાની ક્રિકેટર રઈસ મોહમ્મદ (Raees Mohammad) નો જન્મ પ્રખ્યાત મોહમ્મદ પરિવારમાં થયો હતો, જ્યાં પાંચેય ભાઈઓ ક્રિકેટર હતા. માત્ર રઈસ જ પાકિસ્તાની ટીમ સુધી પહોંચી શક્યા નહોતા.
પાકિસ્તાન (Pakistan Cricket Team) ના ક્રિકેટ ચાહકો માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદ (Raees Mohammad) નું નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. રઈસ કોઈ સામાન્ય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર ન હતો, પરંતુ તેમનો ખૂબ જ ખાસ દરજ્જો હતો અને આ દરજ્જાનું કારણ તેમનો પરિવાર હતો, જે સંપૂર્ણપણે ક્રિકેટમાં ડૂબેલો હતો. રઈસ પાકિસ્તાનના મશેર મોહમ્મદ પરિવારનો સભ્ય હતો, જ્યાં પાંચ ભાઈઓ ક્રિકેટર હતા, જેમાંથી સૌથી પ્રતિષ્ઠિત બેટ્સમેન હનીફ મોહમ્મદ (Hanif Moahmmad) હતા.
રઈસનું 14 ફેબ્રુઆરી સોમવારે સવારે કરાચીમાં અવસાન થયું હતું. તેના નાના ભાઈ અને ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સાદિક મોહમ્મદે રઈસના મૃત્યુની પુષ્ટિ કરી હતી. રઈસ પાકિસ્તાની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી શક્યા ન હતા અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જ તેમણે પોતાની ક્ષમતા બતાવવાની તક મળી હતી. તેઓ 89 વર્ષના હતા અને છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. 76 વર્ષના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર સાદિક મોહમ્મદ, એ કહ્યું હતુ કે, “રઈસ ભાઈનું આજે સવારે નિધન થયું છે.”
જૂનાગઢમાં થયો હતો
રઈસનો જન્મ 25 ડિસેમ્બર 1932ના રોજ જૂનાગઢ, ગુજરાતમાં થયો હતો. અહીં જ તેમણે ક્રિકેટની શરૂઆત કરી, પરંતુ પછી આખો પરિવાર પાકિસ્તાનમાં ચાલ્યો ગયો તો અને ત્યાંજ સ્થાયી થયો હતો. જોકે, તેમની ફર્સ્ટ ક્લાસ કારકિર્દી 1953માં કરાચીમાં શરૂ થઈ હતી. જો કે તે પોતાના ભાઈઓની જેમ પાકિસ્તાની ક્રિકેટ ટીમ સુધી ક્યારેય પહોંચી શક્યા નહોતા. 30 ફર્સ્ટ-ક્લાસ મેચ રમનાર રઈસ ટોપ ઓર્ડર બેટ્સમેન અને લેગ સ્પિનર હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 1344 રન બનાવ્યા, જ્યારે 33 વિકેટ પણ તેના ખાતામાં આવી. હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર રઈસ મોહમ્મદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
پی سی بی کا سابق فرسٹ کلاس کرکٹر رئیس محمد کی وفات پر اظہار افسوس محمد برادران کے غم میں برابر کے شریک ہیں، پی سی بی پی سی بی مرحوم کے درجات کی بلندی اور ان کی فیملی کے صبر کے لیے دعاگو ہے
— PCB Media (@TheRealPCBMedia) February 14, 2022
4 ભાઈઓ ટેસ્ટ ક્રિકેટ રમ્યા
પરિવારના પાંચ ભાઈઓમાં રઈસ મોહમ્મદ બીજા હતા. વજીર મોહમ્મદ સૌથી મોટો ભાઈ હતો, જ્યારે હનીફ મોહમ્મદ ત્રીજા નંબરે હતા. મુશ્તાક મોહમ્મદ ચોથા અને સાદિક મોહમ્મદ સૌથી નાના ભાઈ હતા. તેમના અન્ય ચાર ભાઈઓને પાકિસ્તાન માટે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી. આમાંથી સૌથી પ્રખ્યાત હનીફ મોહમ્મદ હતા, જેમણે પાકિસ્તાન માટે 55 ટેસ્ટમાં લગભગ 4,000 રન પણ બનાવ્યા હતા. હનીફ અને મુશ્તાક મોહમ્મદ પાકિસ્તાની ટીમના કેપ્ટન પણ બન્યા હતા.