RCB ડ્રેસિંગ રૂમનો વીડિયો થયો વાયરલ, વિરાટ કોહલી ગુસ્સો કાઢતો જોવા મળ્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી તેના કે ટિમના પ્રદર્શનથી નાખુશ દેખાતો હતો અને ડ્રેસિંગ રૂમમાં ખુરશી પર મુક્કો મારતો જોવા મળ્યો હતો. જો કે વિરાટ કોહલીએ IPL 2024માં અત્યાર સુધીમાં બે અડધી સદી ફટકારી છે.

RCB ડ્રેસિંગ રૂમનો વીડિયો થયો વાયરલ, વિરાટ કોહલી ગુસ્સો કાઢતો જોવા મળ્યો
Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2024 | 9:00 AM

ગત મંગળવારે IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ, તેની ત્રીજી મેચ હારી ગઈ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સે, બેંગલુરુને 28 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરી લખનૌ દ્વારા આપવામાં આવેલા 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગલુરુની ટીમ માત્ર 153 રન જ બનાવી શકી હતી. આઈપીએલની વર્તમાન સિઝનમાં બેંગલુરુની આ સતત બીજી હાર છે.

ગત મંગળવારે રમાયેલ લખનૌ વિરુદ્ધ બેંગલુરુની મેચમાં આરસીબીના બેટ્સમેનોએ, નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. મેચ દરમિયાન પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં ખૂબ જ ઉદાસ જોવા મળ્યો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી પોતાની નિરાશા છુપાવી શકતો નથી.

ઓપનિંગ સેરેમનીમાં Olympic ના ઝંડાનું અપમાન! ઊંધો ફરકાવ્યો ઝંડો, જુઓ વીડિયો
સવારે ખાલી પેટે પલાળેલા ચણા ખાવાથી જાણો શું થાય છે?
જમ્યા પછી આ 4 ભૂલ ક્યારેય ન કરતાં, થઈ શકે મૃત્યુ
તમાલપત્ર ખાવાથી થાય છે અઢળક ફાયદા
HDFC બેંકમાંથી 10 વર્ષ માટે 20 લાખની હોમ લોન લેવા પર કેટલી આવશે EMI
ગ્લોઈંગ સ્કિન માટે રાત્રે ચહેરા પર શું લગાવવુ જોઈએ?

IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે  પોતાના અભિયાનની શરૂઆત હાર સાથે કરી હતી. ચેન્નાઈએ બેંગલુરુને પહેલી જ મેચમાં હરાવ્યું હતું. ટુર્નામેન્ટની બીજી મેચમાં આરસીબીએ પંજાબને હરાવ્યું હતું.  પરંતુ આ પછી બેંગલુરુને કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સે  હરાવ્યું. જો આરસીબીની ટીમને પ્લેઓફમાં જગ્યા બનાવવી હોય તો તેણે, હવે પછીની તેની આગામી મેચ જીતવી પડશે, કારણ કે આ વખતે પ્લેઓફ માટે બધી ટિમ માટે કઠિન સ્પર્ધા થવાની છે. આરસીબીના બોલરો કે બેટ્સમેન અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી.

બેટ્સમેનોની પણ આવી જ હાલત છે. વિરાટ કોહલી સિવાય અન્ય બેટ્સમેનો જવાબદારીપૂર્વક રમ્યા નથી. વર્તમાન આઈપીએલ ટુર્નામેન્ટમાં વિરાટે બે અર્ધસદી ફટકારી છે. પરંતુ ફાફ ડુ પ્લેસિસ, કેમેરોન ગ્રીન અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા ખેલાડીઓ બેટિંગમાં ફ્લોપ પુરવાર થયા છે. આ દરમિયાન વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ઘણો નિરાશ જોવા મળી રહ્યો છે.

આરસીબીના ડ્રેસિંગ રૂમના વીડિયોમાં કોહલી હતાશામાં ખુરશી પર મુક્કો પછાડતો જોઈ શકાય છે. જોકે, એ જાણવા મળ્યું નથી કે, કોહલી ટીમના પ્રદર્શનથી નિરાશ થયો હતો કે પછી ટિમે સારી શરૂઆત મેળવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવવાના કારણે.

Latest News Updates

બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું
બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું
ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા
ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
g clip-path="url(#clip0_868_265)">