કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર

17 Oct, 2024

IPL 2025 પહેલા કાવ્યા મારનની ટીમ SRH માટે આ સમાચાર સારા નથી

IPLની ઓરેન્જ આર્મીને આ ફટકો ટીમના બોલિંગ કોચ ડેલ સ્ટેનના એક મોટા નિર્ણયને કારણે લાગ્યો છે.

ડેલ સ્ટેને IPL 2025 પહેલા SRH છોડવાની જાહેરાત કરી છે.

ડેલ સ્ટેને પોતાના એક્સ હેન્ડલ દ્વારા SRHથી અલગ થવાની જાણકારી આપી અને કહ્યું કે તે IPL 2025 માટે ભારત આવી રહ્યો નથી.

જો કે, ડેલ સ્ટેને સ્પષ્ટ કર્યું કે તે SA20માં સનરાઇઝર્સનો ભાગ બનશે.

ડેલ સ્ટેનની વિદાય બાદ SRHના નવા બોલિંગ કોચ કોણ બનશે? હવે આ એક રસપ્રદ પ્રશ્ન છે.

નવા બોલિંગ કોચની પસંદગી કરતા પહેલા કાવ્યા મારન કયા ખેલાડીઓને જાળવી રાખશે તે જોવું પણ રસપ્રદ રહેશે.