રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં IPL 2023 ની મેચ રમાઈ હતી. ઓછો સ્કોર છતા લખનૌએ મેચમાં જીત મેળવી હતી. આસાન સ્કોરને લખનૌએ બચાવી લેવામાં સફળતા મેળવી હતી. રવિચંદ્રન અશ્વિન બોલ અને બેટિંગથી ટીમ માટે સારુ યોગદાન તો આપે જ છે, પરંતુ હવે તેણે જે કહ્યુ એ પણ મહત્વનુ છે. એટલે કે હવે અશ્વિન બોલે એ વાત પણ મહત્વની માનવાની જરુર ટીમ માટે લાગી રહી છે. બુધવારે આવુ જ કંઈક મેચમાં ઈનીંગ બ્રેક વખતે કહ્યુ હતુ અને એ અંતમાં સાચુ ઠર્યુ હતુ.
બુધવારે હોમગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સે મેચ ગુમાવી હતી. ચાર વર્ષ બાદ રાજસ્થાન રોયલ્સ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યુ હતુ. આ દરમિયાન લખનૌ સામે 155 રનના લક્ષ્ય નજીક પહોંચવાથી દૂર રાજસ્થાન દૂર રહ્યુ હતુ. 87 રનની ઓપનિંગ જોડીએ ભાગીદારી કરવા છતાં લક્ષ્ય 10 રન દૂર રહી ગયુ હતુ. મેચ જાણે કે પલટાઈ ગઈ હતી. જે એવી રીતે જ પલટાઈ ગઈ હતી કે, જેનો જાણે અશ્વિનના શબ્દોમાં અંદેશો હતો.
રાજસ્થાન રોયલ્સેના કેપ્ટન સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા માટે લખનૌને મેદાને ઉતાર્યુ હતુ. રાજસ્થાનની બેટિંગના 87 રનની ઈનીંગ સુધી તો સેમસનની યોજના આખીય મેચમાં બરાબર ચાલી રહી હતી. પરંતુ બસ ત્યાર બાદ રાજસ્થાનની ગાડીનો પાટો બદલાઈ ગયો હતો. અહીંથી જ ધીમી લાગી રહેલી રમત અંતમાં 10 રનથી દૂર રહી ગઈ હતી.
A brilliant final over from @Avesh_6 🔥🔥@LucknowIPL win by 10 runs to add two more points to their tally.
Scorecard – https://t.co/gyzqiryPIq #TATAIPL #RRvLSG #IPL2023 pic.twitter.com/c6iEP6V7cN
— IndianPremierLeague (@IPL) April 19, 2023
અશ્વિને લખનૌની બેટિંગ ઈનીંગ બાદ એક વાત પ્રસારણકર્તા સાથે કરી હતી. તેણે પોતાની ટીમના પ્રદર્શનને લઈ વાત કરતા કહેલી વાત જાણે સાચી ઠરી હતી. બોલિંગ કરતા રાજસ્થાને 154 રનના સ્કોર પર જ લખનૌને રોકી લીધુ હતુ, આમ છતાં અશ્વિને કહ્યુ હતુ કે, થોડી સમજદારી દાખવી હોત તો, લખનૌની ઈનીંગ 10 રન પહેલા જ અટકાવી દીધી હોત.
એટલે કે અશ્વિનનુ માનવુ હતુ કે, લખનૌએ 10 રન વધારે બનાવી લીધા છે. રાજસ્થાને કરેલી સારી બોલિંગ છતાં 10 રન તેના સ્કોરમાં વઘારે સાથે ઈનીંગનો અંત થયો હોવાનુ તેનુ માનવુ હતુ. જોકે મેચનો અંત પણ આ 10 રનના અંતરથી જ આવ્યો હતો. રાજસ્થાન માત્ર 10 રન દૂર રહી ગયુ અને નિર્ધારીત ઓવર્સ સમાપ્ત થઈ ગઈ હતી. રાજસ્થાને 6 વિકેટના નુક્શાન પર 144 રન નોંધાવ્યા હતા. જ્યારે લખનૌએ 7 વિકેટમાં 154 રન પ્રથમ બેટિંગ કરતા નોંધાવ્યા હતા.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 10:27 am, Thu, 20 April 23