રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાથી અલગ થતા વેળા મોટો નિર્ણય, 2.5 કરોડ જતા કરી દિલ જીતી લીધું

રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી વિદાય લીધી છે. રાહુલના કાર્યકાળમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે. ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર-1 રહી હતી. જોકે વિદાય વેળાના તેના એક નિર્ણયે સૌનું દિલ જીતી લીધું છે.

રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાથી અલગ થતા વેળા મોટો નિર્ણય, 2.5 કરોડ જતા કરી દિલ જીતી લીધું
રાહુલનો મોટો નિર્ણય
Follow Us:
| Updated on: Jul 10, 2024 | 1:38 PM

T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ શાનદાર જીત મેળવીને વિશ્વ ચેમ્પિયન બન્યું છે. ભારતીય ક્રિકેટ ટીમ માટે BCCI એ 125 કરોડ રુપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ ઈનામની રકમને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફના 42 સભ્યો વચ્ચે વહેંચવામાં આવશે. જે મુજબ ભારતીય ટીમના એટલે કે વિશ્વ કપ સ્ક્વોડના તમામ 15 ખેલાડીઓને 5-5 કરોડ રુપિયા મળશે. જ્યારે કોચિંગ અને અન્ય સ્ટાફને અઢી-અઢી કરોડ રુપિયાની રકમ મળશે.

જોકે આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કોચ રાહુલ દ્રવિડે મોટો નિર્ણય લઈને સૌનું દિલ જીતી લીધું છે. દ્રવિડે પોતાને ઈનામમાં મળેલી અડધો અડધ રકમને છોડી દેવાનો નિર્ણય કર્યો છે. એટલે કે રાહુલ પૂરા પાંચ કરોડનું ઈનામ નહીં લે પરંતુ, અઢી કરોડ રુપિયાની રકમ જ ઈનામમાં મેળવશે. રિપોર્ટ્સ મુજબ રાહુલ ટીમના અન્ય કોચિંગ સ્ટાફની જેમ જ ઈનામની રકમ લેવા ઈચ્છે છે. આ માટે જ તેણે અઢી કરોડ રુપિયાની રકમ જ ઈનામમાં લેવા માટેનો નિર્ણય કરશે. એટલે કે તે હવે બાકીના કોચિંગ સ્ટાફની જેમ 2.5 કરોડ રૂપિયા લેશે.

2018માં પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો હતો

આ પહેલા પણ રાહુલ દ્રવિડે અંડર-19 વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનવા દરમિયાન આવો જ નિર્ણય કર્યો હતો. વર્ષ 2018માં ભારતે અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સફળતાને લઈ BCCIએ ખેલાડીઓને 30-30 લાખ રૂપિયા ઈનામ આપ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

જ્યારે રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને 20-20 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ત્યારબાદ દ્રવિડે 50 લાખ રૂપિયા લેવાની ના પાડી દીધી હતી. આ પછી BCCIએ રાહુલ દ્રવિડ સહિત સપોર્ટ સ્ટાફને 25-25 લાખ રૂપિયા આપ્યા હતા.

ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની આ સફર હતી.

ભારતીય ટીમના કોચ પદે રાહુલ દ્રવિડને 2021માં પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા રાહુલ દ્રવિડ નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર હતા અને અંડર-19 ટીમને કોચ પણ હતા. કોચની જવાબદારી સંભાળતા રાહુલ દ્રવિડના સમયમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે.

ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં નંબર વન પર રહી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ODI વર્લ્ડ કપ અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ સુધી રમી અને T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ICC ટ્રોફીની તરસ પણ છીપાવી.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">