AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 ઓરેન્જ કેપ અને પર્પલ કેપ રેસમાં મોટો ફેરફાર, શુભમન ગિલ અને રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન

IPL 2023 ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસમાં મોટો ફેરફાર થયો છે. ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન શુભમન ગિલ ઓરેન્જ કેપની રેસમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે અને રાશિદ ખાન પર્પલ કેપ ધારક બની ગયો છે.

IPL 2023 ઓરેન્જ કેપ અને પર્પલ કેપ રેસમાં મોટો ફેરફાર, શુભમન ગિલ અને રાશિદ ખાનનું શાનદાર પ્રદર્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2023 | 12:51 PM
Share

આઈપીએલ 2023ની અડધી લીગ મેચ પૂર્ણ થઈ ચૂકી છે. તમામ ટીમોને હજુ 14-14 મેચો રમવાની છે અને તેમાંથી 7-7 મેચ તમામ ટીમોએ રમી લીધી છે. કુલ 70 મેચના લીગ ફેઝમાં 35 મેચ મંગળવાર 25 એપ્રિલ સુધી રમાય ચૂકી છે. ત્યારબાદ જે આઈપીએલની 16મી સીઝનની ઓરેન્જ કેપ અને પર્પલ કેપની રેસ છે તે રસપ્રદ બની રહી છે. ઓરેન્જ કેપમાં ટોપ 5માં ત્રણ વિદેશી ખેલાડી અને 2 ભારતીય ખેલાડી છે. જ્યારે પર્પલ કેપની રેસમાં ટૉપ 5માં ભારતીય ખેલાડીઓ અને એક વિદેશી ખેલાડી છે.

આ લિસ્ટમાં ફાફ ડુપ્લેસિસ સૌથી આગળ

આઈપીએલ 2023ની ઓરેન્જ કેપની વાત કરીએ તો આ લિસ્ટમાં ફાફ ડુપ્લેસિસ સૌથી આગળ છે. જેમણે 7 ઈનિગ્સમાં 405 રન બનાવ્યા છે. બીજા નંબર પર ચેન્નાઈ સુપર કિંગ્સના બેટસમેન ડેવન કૉનવે છે. તેમણ 314 રન અત્યારસુધી બનાવ્યા છે. લિસ્ટમાં ત્રીજા સ્થાને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નર છે. જેમણે 306 રન આ ટૂર્નામેન્ટમાં બનાવ્યા છે. ચોથા નંબર પર શુભમન ગિલ પહોંચી ચૂક્યો છે. તેમણે મુંબઈ સામે અડધી સદી ફટકારી અને 284 રનની સાથે વિરાટથી આગળ છે. આરસીબીનઓ ઓપનર વિરાટ કોહલી 279 રન સાથે પાંચમા સ્થાન પર છે.

IPL 2023 Orange Cap

  • 405 રન – ફાફ ડુપ્લેસિસ
  • 314 રન – ડેવોન કોનવે
  • 306 રન – ડેવિડ વોર્નર
  • 284 રન- શુભમન ગિલ
  • 279 રન – વિરાટ કોહલી

આ પણ વાંચો : IPL 2023 : આ સિઝનમાં યુવા નહીં અનુભવી ખેલાડીઓ કરી રહ્યા છે અજાયબીઓ, અજિંક્ય રહાણેથી લઈને અમિત મિશ્રા જુઓ સંપૂર્ણ યાદી

બીજી તરફ જો પર્પલ કેપની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સના વાઇસ કેપ્ટન રાશિદ ખાન હવે ટોપ પર પહોંચી ગયો છે. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 2 વિકેટ ઝડપી અને તેણે મોહમ્મદ સિરાજને પાછળ છોડી દીધો. RCB તરફથી સિરાજે 13 અને રાશિદે 14 વિકેટ ઝડપી છે. આ યાદીમાં ત્રીજું નામ અર્શદીપ સિંહનું છે જેણે પંજાબ કિંગ્સ માટે 13 વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ અને ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેને 12-12 વિકેટ લીધી છે.

IPL 2023 Purple Cap

  • 14 વિકેટ – રાશિદ ખાન
  • 13 વિકેટ – મોહમ્મદ સિરાજ
  • 13 વિકેટ – અર્શદીપ સિંહ
  • 12 વિકેટ – યુઝવેન્દ્ર ચહલ
  • 12 વિકેટ – તુષાર દેશપાંડે

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">