CSK vs KKR: ચોગ્ગા કરતા વધારે સિક્સર ફટકારી, ચેન્નાઈએ ઉભો કર્યો આઈપીએલ 2023નો સૌથી મોટો સ્કોર
Chennai Super Kings vs Kolkata Knight Riders IPL 2023 : કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આજે ચેન્નાઈ અને કોલકત્તાની ટીમ વચ્ચે આજના દિવસની બીજી મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આજે આઈપીએલ 2023નો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો છે.
આજના દિવસની બીજી મેચ અને આઈપીએલ 2023ની 33મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી. મેચ ભલે કોલકત્તાના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ રહી હતી પણ સ્ટેડિયમમાં ચેન્નાઈની સમર્થક વધારે જોવા મળ્યા હતા. ડેવોન કોનવે, રહાણે અને શિવમ દુબેની ફિફટીની મદદથી ચેન્નાઈની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન સાથે 235 રન બનાવ્યા હતા.
આજે પ્રથમ ઈનિંગમાં ચોગ્ગા કરતા વધારે સિક્સર ફટકારવામાં આવી હતી. પ્રથમ ઈનિંગમાં ચેન્નાઈ તરફથી ઋતુરાજ ગાયકવાડે 35 રન, ડેવોન કોનવેએ 56 રન, અજિંકય રાહાણેએ 71 રન, શિવમ દુબેએ 50 રન, જાડેજાએ 18 રન અને ધોનીએ 2 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 18 સિક્સર અને 14 ચોગ્ગા ફટકાર્યા.
IPL ઇનિંગ્સમાં સૌથી વધુ છગ્ગા
- 21 – RCB vs PWI, બેંગલુરુ, 2013
- 20 – DC vs GL, દિલ્હી, 2017
- 20 – RCB vs GL, બેંગલુરુ, 2016
- 18 – RR vs PBKS, શારજાહ, 2020
- 18 – RCB વિ PBKS, બેંગ્લોર, 2015
- 18 – CSK vs KKR, કોલકાતા, આજે
CSK માટે સૌથી વધુ ઇનિંગ્સનો સ્કોર
- 246/5 vs RR, ચેન્નાઈ, 2010
- 240/5 vs PBKS, મોહાલી, 2008
- 235/4 vs KKR, કોલકાતા, આજે
- 226/6 vs RCB, બેંગલુરુ, 2023
પ્રથમ ઈનિંગની મોટી વાતો મોટી વાતો
- કોલકત્તાનો બોલર ટિમ સાઉથીએ ઈડન ગાર્ડનમાં બેલ વગાડીને મેચની શરુઆત કરાવી હતી.
- ડેવોન કોનવેએ આઈપીએલ 2023માં સતત ચોથી ફિફટી ફટકારી હતી.
- શિવમ દુબે અને રાહાણે વચ્ચે 16 બોલમાં 50 રનની પાર્ટનરશિપ થઈ.
- રાહાણે એ આઈપીએલ 2023ની બીજી ફિફટી ફટકારી હતી.
- રાહાણેએ 199.04 ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
- શિવમ દુબેએ આઈપીએલ કરિયરની 5મી ફિફટી ફટકારી હતી.
- શિવમ દુબેએ 20 બોલમાં ફિફટી ફટકારી હતી.
- આઈપીએલ 2023નો સૌથી મોટો સ્કોર 235 રન આજે ચેન્નાઈની ટીમે બનાવ્યો હતો.
- ચેન્નાઈની ટીમે 2010માં રાજસ્થાન સામે 246 રન, 2008માં પંજાબ સામે 240 રન બનાવ્યા હતા. આજે તેમણે પોતાનો ત્રીજો સૌથી મોટો સ્કોર નોંધાવ્યો હતો.
કોલકત્તાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી
🚨 Toss Update 🚨@KKRiders win the toss and elect to field first against @ChennaiIPL.
Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/Ll2kcZoPsB
— IndianPremierLeague (@IPL) April 23, 2023
The Playing XIs are IN!
What do you make of the two sides?
Follow the match ▶️ https://t.co/j56FWB88GA #TATAIPL | #KKRvCSK pic.twitter.com/L3Jrym60gS
— IndianPremierLeague (@IPL) April 23, 2023
ચેન્નાઈ સુપર કિંગ્સ : રૂતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર અને કેપ્ટન), મતિશા પાથિરાના, તુષાર દેશપાંડે, મહેશ થેક્ષાના
ચેન્નાઈના ઈમ્પેક્ટ પ્લેયર્સ : આકાશ સિંહ, ડ્વેન પ્રિટોરિયસ, સુભ્રાંશુ સેનાપતિ, શૈક રશીદ, આરએસ હંગરગેકર
કોલકાતા નાઈટ રાઈડર્સ: એન જગદીસન (વિકેટકીપર), જેસન રોય, નીતિશ રાણા (કેપ્ટન), આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી
કોલકત્તાના ઈમ્પેક્ટ પ્લેયર્સ : મનદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા, લિટન દાસ, વેંકટેશ ઐયર
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાવો