PBKS vs LSG Live Score Highlights, IPL 2022: પંજાબ કિંગ્સની હાર, લખનૌ સુપર જાયન્ટસની 20 રનથી જીત
Punjab Kings vs Lucknow Super Giants Live Score Highlights in In Gujarati: લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે પંજાબ કિંગ્સ સાતમા સ્થાને છે.
પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ IPL 2022 ની 42મી મેચ માટે તૈયાર છે. આજે મેચ પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ (PBKS vs LSG) વચ્ચે છે અને બે મિત્રો પણ સામસામે છે, જેઓ છેલ્લી સિઝન સુધી એકસાથે અન્ય પર એટેક કરતા હતા. પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલ પ્રથમ વખત તેના ખાસ મિત્ર અને તે જ ફ્રેન્ચાઈઝીના જૂના કેપ્ટન કેએલ રાહુલ સાથે ટકરાશે, જે હવે લખનૌનું મજબૂત નેતૃત્વ કરી રહ્યો છે. બંને ટીમોનું પ્રદર્શન અલગ-અલગ સ્તરે રહ્યું છે. પંજાબે 8 માંથી માત્ર 4 મેચ જીતી છે, જ્યારે લખનૌએ આમાં 5 મેચ જીતી છે અને હાલમાં તે પ્લેઓફમાં ચોથા સ્થાને છે.
PBKS vs LSG Playing XI
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટન, જોની બેયરિસ્ટો, જીતેશ શર્મા, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, ક્રુણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બદોની, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.
LIVE Cricket Score & Updates
-
Punjab vs Lucknow Live Score: ઋષી ધવને બાઉન્ડરી ફટકારી
એક તરફ પંજાબની ટીમે જીત મેળવવી મુશ્કેલ બની ચુકી છે, ત્યારે ઋષી ધવને બાઉન્ડરી ફટકારતા લક્ષ્યનુ અંતર 4 રન વધુ ઘટાડ્યુ હતુ.
-
Punjab vs Lucknow Live Score: પંજાબે રાહુલ ચાહરના રુપમાં 8મી વિકેટ ગુમાવી
18મી ઓવરમાં મોહસીન ખાને 2 વિકેટ ઝડપી હતી, પહેલા કાગીસો રબાડા અને બાદમાં રાહુલ ચાહરની વિકેટ ઝડપી હતી.
-
-
Punjab vs Lucknow Live Score: પંજાબની 7મી વિકેટ
કાગીસો રબાડા મોહસીન ખાનના બોલ પર આઉટ થયો હતો. આ સાથે જ પંજાબે 7મી વિકેટ ગુમવી દીધી હતી.
-
Punjab vs Lucknow Live Score: ધવનની બાઉન્ડ્રી
શિખર ધવન આજે કંઈ કરી શક્યો નથી, પરંતુ હવે જવાબદારી ઋષિ ધવન પર છે. 17મી ઓવરમાં ધવને અવેશ ખાનની બોલ પર બાઉન્ડરી મેળવી હતી. પંજાબને છેલ્લી 3 ઓવરમાં પ્રતિ ઓવરમાં ઓછામાં ઓછા બે કે ત્રણ બાઉન્ડ્રીની જરૂર છે. ઓવરમાંથી 7 રન.
-
Punjab vs Lucknow Live Score: બેયરિસ્ટો આઉટ
16 મી ઓવરમાં પંજાબના હાથમાં થી હવે બાજી સરકી ગઈ હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. બેયરિસ્ટો મેચને પંજાબના પક્ષમાં ટકાવી રહ્યો હતો પરંતુ તે વિકેટ ગુમાવતા જ પંજાબની આશા મુશ્કેલ બની ગઈ છે. દુષ્મંતા ચામિરાએ કૃણાલ પંડ્યાના હાથમાં બેયરિસ્ટોની વિકેટ કેચ કરાવી ઝડપાવી હતી.
-
-
Punjab vs Lucknow Live Score: બેયરિસ્ટોએ બાઉન્ડરી ફટકારી
15 ઓવર સમાપ્ત થઈ ચુકી છે. આ ઓવર રવિ બિશ્નોઈ લઈને આવ્યો છે. ખર્ચાળ સાબિત થયેલા બિશ્નોઈએ આ ઓવરમાં પણ 2 બાઉન્ડરી ગુમાવી હતી. બેયરિસ્ટોએ બીજા અને ચોથા બોલ પર બાઉન્ડરી મેળવી હતી. ઓવરમાં 11 રન પંજાબના ખાતમાં જમા થયા હતા.
પંજાબઃ 105/5
-
Punjab vs Lucknow Live Score: જિતેશ શર્મા LBW, કૃણાલે ઝડપી વિકેટ
14મી ઓવર કૃણાલ પંડ્યા લઈને આવ્યો હતો અને તેની ઓવરના બીજા બોલ પર જ તેણે જિતેશ શર્માને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો.
-
Punjab vs Lucknow Live Score: લિવિંગસ્ટોન ફસાયો મોહસીનની જાળમાં
13 મી ઓવર લઈને મોહસીન ખાન આવ્યો હતો. તેણે ઓવરનો પ્રથમ બોલ ચતુરાઈ પૂર્વક સ્લોઅર નાંખ્યો હતો. લિવિંગસ્ટોન પણ બોલ સરેરાશ ઝડપ હોવાનુ માનીને બોલને દિશા આપીને વિકેટકીપરની પાછળ બાઉન્ડરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ધીમા બોલ પર છેતરાઈ જતા બોલ આસાની થી સીધો જ વિકેટકીપર ડી કોકના હાથમાં કેચ સ્વરુપે ઝડપાયો હતો. આમ પંજાબ માટે હવે સંકટ તોળાઈ ગયુ છે.
-
Punjab vs Lucknow Live Score: લિયામ લિવિંગસ્ટોનની શાનદાર સળંગ 2 સિક્સર
રવિ બિશ્નોઈના બોલ પર એક બાદ એક બે સળંગ બે સિક્સર લિયામ લિવિંગસ્ટોને ફટકારી હતી. તેણે પહેલી સિકસર 11મી ઓવરના બીજા બોલ પર લોંગ ઓફ પર ફટકારી હતી. તેના આગળના બોલે એટલે કે ત્રીજા બોલ પર લોંગ ઓન પર 98 મીટરનો લાંબો છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના પાંચમા બોલે બેયરિસ્ટોએ પણ ચોગ્ગો ફટકારી સારી ઓવરનો લાભ લેવાનો સંતોષ માન્યો હતો. ઓવરમાં 18 રન પંજાબના સ્કોર બોર્ડમાં ઉમેરાયા હતા.
11 ઓવર, પંજાબ – 85/3
-
Punjab vs Lucknow Live Score: રાજપક્ષે આઉટ, કૃણાલ પંડ્યાએ ઝડપી વિકેટ
કૃણાલ પંડ્યાએ લખનૌને સફળતા અપાવી હતી. ભાનુકા રાજપક્ષેને તેમે કેપ્ટન કેએલ રાહુલના હાથમાં ઝડપાવી દીધો હતો. 7 બોલમાં 9 રન કરીને રાજપક્ષે આઉટ થયો હતો. આમ પંજાબે ત્રીજી વિકેટ ગુમાવી હતી.
7 ઓવર, પંજાબ – 58/3
-
Punjab vs Lucknow Live Score: શિખર ધવનની ઉડી ગઈ ગીલ્લી
રવિ બિશ્નોઈએ સાતમી ઓવરના ત્રીજા બોલ પર શિખર ધવનની ગીલ્લીઓ ઉડાવી દીધી હતી. રવિના બોલને ઓળખવામાં શિખર ધવન થાપ ખાઈ ગયો હતો. અને બોલ સીધો મીડલ સ્ટંપને અથડાયો હતો. આમ 15 બોલનો સામનો કરી ધવન 5 રન કરીને પરત ફર્યો હતો.
-
Punjab vs Lucknow Live Score: પાવર પ્લે સમાપ્ત, બેયરિસ્ટોના 2 ચોગ્ગા
છઠ્ઠી ઓવર સાથે પાવર પ્લે સમાપ્ત થયો હતો. આ દરમિયાન 46 રન પંજાબ કિંગ્સની ટીમે એક વિકેટ ગુમાવી નોંધાવ્યા હતા. છઠ્ઠી ઓવર અવેશ ખાન લઈને આવ્યો હતો અને જેના પહેલા અને છેલ્લા બોલ પર બાઉન્ડરી જોની બેયરિસ્ટોએ ફટકારી હતી. એટલ કે બાઉન્ડરી જમાવી હતી. ઓવરમાં પંજાબને 10 રન મળ્યા હતા.
6 ઓવર, પંજાબ – 46/1
-
Punjab vs Lucknow Live Score: મંયક અગ્રવાલ આઉટ
શાનદાર રમત રમી રહેલો પંજાબ કિંગ્સનો કેપ્ટન મયંક અગ્રવાલ પાંચમી ઓવરમાં જ ચામિરાનો શિકાર બન્યો છે. તે લખનૌના કેપ્ટન અને મિત્ર કેએલ રાહુલ ના હાથમાં કેચ ઝડપાયો હતો. તેણે 17 બોલમાં 27 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા પણ તેણે ફટકાર્યા હતા.
-
Punjab vs Lucknow Live Score: મયંકએ જમાવી સિક્સર
પાંચમી ઓવરના પ્રથમ બોલ પર મયંક અગ્રવાલે છગ્ગો જમાવ્યો હતો. થર્ડ મેન તરફ અગ્રવાલે છગ્ગો ફટકાર્યો હતો. આ ઓવર દુષ્મંતા ચામિરા લઈને આવ્યો હતો.
-
Punjab vs Lucknow Live Score: મયંકની વધુ એક બાઉન્ડરી
મયંક અગ્રવાલને હવે બાઉન્ડ્રી મળી રહી છે. પંજાબના કેપ્ટને ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવેલા જેસન હોલ્ડરનો ચોથો બોલ સ્ક્વેર લેગ તરફ રમ્યો અને ચોગ્ગો ફટકાર્યો. મયંકની આ બીજી ફોર છે અને હવે રનની ગતિ વધવા લાગી છે. આ ઓવરમાં 8 રન મળ્યા.
4 ઓવર, પંજાબ – 29/0
-
Punjab vs Lucknow Live Score: મયંકે બેટ ખોલ્યુ, પહેલા છગ્ગો અને બાદમાં ચોગ્ગો ફટકાર્યો
પ્રથમ બંને ઓવરમાં ધીમી રમત બાદ ત્રીજી ઓવરમાં મયંક અગ્રવાલે બેટ ખોલ્યુ હતુ. આ પહેલા ત્રણેય બોલ પર ધવન અને અગ્રવાલે એક એક રન લીધો હતો. ચોથા બોલ પર અગ્રવાલે છગ્ગો ફટકાર્યો હતો. ડીપ કવર શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ ઓવરમાં 15 રન મેળવ્યા હતા.
પંજાબઃ 21-0
-
Punjab vs Lucknow Live Score: પંજાબની ધીમી શરુઆત
પ્રથમ બંને ઓવરમાં શિખર અને મયંકે સમય પસાર કરી સેટ થવા જાણે કે પ્રયાસ કર્યો હતો. બંનેએ રન લેવા માટે શોટ રમવામાં કોઈ જ ઉતાવળ કરી નહોતી. બીજી ઓવરમાં એક રન વાઈડના રુપમાં અને બીજો રન ધવનના બેટ થી મળ્યો હતો. આમ ઓવરમાં માત્ર 2 રન મળ્યા હતા.
પંજાબઃ 6-0
-
Punjab vs Lucknow Live Score: પંજાબે પિછો શરુ કર્યો, બાયના રુપમાં ચાર રન
પંજાબ ટીમ વતી મયંક અગ્રવાલ અને શિખર ધવન બંને ક્રિઝ પર આવ્યા હતા. જ્યારે લખનૌ તરફથી મોહસીન ખાન ઓવર લઈને આવ્યો હતો. પ્રથમ ઓવરના બીજા બોલ પર બાયના રુપમાં ચાર રન મળ્યા હતા.
-
Punjab vs Lucknow Live Score: 20 ઓવરના અંતે લખનૌએ 153 રનનો સ્કોર ખડક્યો
20મી ઓવરના અંતિમ બોલ પર બાઉન્ડરી ફટકારીને ટીમોનો સ્કોર 150ને પાર કરી દીધો હતો. અર્શદીપ સિંહ આ ઓવર લઈને આવ્યો હતો. જેમાં લખનૌને 9 રન મળ્યા હતા.
-
Punjab vs Lucknow Live Score: ચામિરા આઉટ
લખનૌની આઠમી વિકેટ પડી અને દુષ્મંત ચમીરાની ટૂંકી ઇનિંગ્સનો અંત આવી ગયો. કાગીસો રબાડા ના બોલ પર સતત બે છગ્ગા ફટકારીને ચમીરા પેવેલિયન પરત ફર્યો હતો. રબાડાએ ફરી એકવાર બોલ થોડો ટૂંકો નાંખ્યો અને ચમીરાએ અપેક્ષા મુજબ અને આદત મુજબ બેટ જોર થી ચલાવી દીધું. બોલ હવામાં ઉપર પોઈન્ટ તરફ ગયો, જ્યાં રાહુલ ચહરે બાઉન્ડ્રી પરથી સારો કેચ પકડ્યો. રબાડાની ચોથી વિકેટ હતી આ.
દુષ્મંત ચમીરા: 17 રન (10 બોલ, 2×6); LSG- 144/8
-
Punjab vs Lucknow Live Score: ચામીરાની રબાડાના બોલ પર બે સિક્સર
19મી ઓવરના પ્રથમ બંને બોલ પર દુષ્મંતા ચામિરાએ છગ્ગા જમાવ્યા હતા. તેણે એક બાદ એક બે શાનદાર છગ્ગા વડે ટીમના સ્કોરને ઉપર લઈ જવા પ્રયાસ કર્યો હતો. આ બંને છગ્ગા કાગિસો રબાડાના બોલ પર ફટકાર્યા હતા.
-
Punjab vs Lucknow Live Score: મોહસીન ખાને છગ્ગો ફટકાર્યો
રાહુલ ચાહરની ઓવરમાં આ બીજો છગ્ગો હતો. જોકે આ ઓવરમાં તેણે જેસન હોલ્ડરની વિકેટ ઝડપી હતી. જોકે અંતિમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો.
-
Punjab vs Lucknow Live Score: હોલ્ડર આઉટ
જેસન હોલ્ડરનો બાઉન્ડરી નજીક કેચ ઝડપાયો છે. તેણે રાહુલ ચાહરના બોલ પર શોટ લગાવતા સંદીપ શર્માએ શાનદાર કેચ ઝડપ્યો હતો. હોલ્ડર 8 બોલમાં 11 રન નોંધાવી આઉટ થયો હતો.
-
Punjab vs Lucknow Live Score: જેસન હોલ્ડરએ છગ્ગો ફટકાર્યો
18મી ઓવર લઈને આવેલા રાહુલ ચાહલના ત્રીજા બોલ પર જેસન હોલ્ડરે શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. તેણે લોંગ ઓન પર લાંબી સિક્સર ફટકારી હતી.
-
Punjab vs Lucknow Live Score: સ્ટોઈનીસ પણ સસ્તામાં પરત ફર્યો
16 મી ઓવર લઈને આવેલા રાહુલ ચાહરે આ વખતે પંજાબને સફળતા અપાવી હતી. તેણે માર્ક્સ સ્ટોઈનીશની વિકેટ ઝડપી હતી. સ્ટોઈનીશ માત્ર 1 રન કરીને રાહુલના જ બોલ પર રાહુલને કેચ આપી બેઠો હતો. આમ 111 રનના સ્કોર પર લખનૌએ છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.
-
Punjab vs Lucknow Live Score: આયુષ બદોની સસ્તામાં આઉટ
કાગીસો રબાડાએ પંજાબ માટે 15 મી ઓવર શાનદાર કરી હતી. તેણે પોતાની ત્રીજી ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. પહેલા કૃણાલ પંડ્યાને આઉટ કર્યા બાદ આયુષ બદોનીને સસ્તામાં આઉટ કર્યો હતો. લિવિંગસ્ટોનના હાથમાં આયુષ કેચ આઉટ થયો હતો. તે 4 બોલમાં 4 રન કરીને પેવેલિયન પરત ફર્યો હતો. ઓવરમાં કાગિસો એ માત્ર 4 રન આપ્યા હતા.
-
Punjab vs Lucknow Live Score: કૃણાલ પંડ્યા આઉટ
કાગિસો રબાડા 15 મી ઓવર લઈને આવ્યો હતો, આ ઓવરની શરુઆતે જ તેણે લખનૌને ઝટકો આપ્યો હતો. કૃણાલ પંડ્યાને તેણે શિખર ધવનના હાથમાં ઝીલાવી દીધો હતો. લોંગ ઓન પર એક લાંબો શોટ કૃણાલે ફટકાર્યો હતો જેને બાઉન્ડરી પર ધવને ઝડપી લીધો હતો. આમ પંડ્યા 7 બોલમાં 7 રન કરીને આઉટ થયો હતો. આ સમયે લખનૌનો સ્કોર 105 રન હતો.
-
Punjab vs Lucknow Live Score: દીપક હુડ્ડા રન આઉટ
14મી ઓવરમાં દીપક હુડ્ડાએ રન આઉટ વિકેટ ગુમાવી છે. તેને જોની બેયરિસ્ટોએ સીધો થ્રો મારતા જ સ્ટંપ પર વાગ્યો હતો અને આ સાથે જ હુડ્ડાની ઈનીંગનો અંત આવ્યો હતો.
-
Punjab vs Lucknow Live Score: ડી કોક આઉટ
લખનૌને આખરે વધુ એક આંચકો લાગ્યો છે. ક્વિન્ટન ડી કોક અડધી સદી ચૂકી ગયો.
ક્વિન્ટન ડી કોક: 46 રન (37 બોલ, 4×4, 2×6); LSG- 98/2
-
Punjab vs Lucknow Live Score: દિપક હુડ્ડાની બાઉન્ડરી
12 મી ઓવર રાહુલ ચાહર લઈને આવ્યો હતો આ ઓવરમાં શરુઆતમાં રાહુલે શક્ય એટલુ નિયંત્રણ દાખવતી ઓવર કરી હતી. પરંતુ ઓવરના અંતિમ બોલ પર દિપક હુડ્ડાએ બાઉન્ડરી ફટકારી હતી. બોલરના માથા પર થઈને બોલને બાઉન્ડરીની બહાર ફટકાર્યો હતો. ઓવરમાં 7 રન આવ્યા હતા.
-
Punjab vs Lucknow Live Score: હુડ્ડાએ છગ્ગો ફટકાર્યો
દીપક હુડ્ડાની ઈનિંગ્સ અત્યાર સુધી ધીમી રહી છે અને તે તેને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેને આ પ્રયાસનું સારું પરિણામ મળ્યું અને 11મી ઓવરમાં હુડ્ડાએ લિવિંગસ્ટનના પહેલા જ બોલ પર જોરદાર સિક્સર ફટકારી. લિવિંગ્સ્ટને મિડલ-લેગ સ્ટમ્પની લાઇન પર લેગ બ્રેક બોલ માર્યો, જેને હૂડાએ લપેટીને ડીપ મિડવિકેટની દિશા બતાવી. લખનૌ માટે સારી ઓવર, જેમાંથી 15 રન આવ્યા.
11 ઓવર, LSG- 82/1
-
Punjab vs Lucknow Live Score: ડી કોકનો શાનદાર સ્વિપ શોટ
રાહુલ ચહરની પ્રથમ ઓવરમાં ચોગ્ગો આવ્યો હતો. 10મી ઓવરમાં બોલિંગ કરવા આવેલા રાહુલ ચહરે સારી શરૂઆત કરી અને પહેલા ચાર બોલમાં વધુ તક આપી ન હતી. પરંતુ પાંચમો બોલ લેગ-સ્ટમ્પની લાઇન પર હતો અને શાનદાર શૈલીમાં સ્વીપ કરતા ડી કોકને ફાઇન લેગ પર ચોગ્ગો મળ્યો હતો. ઓવરમાં 7 રન.
10 ઓવર, LSG- 67/1
-
Punjab vs Lucknow Live Score: રાહુલ ચાહરની બાઉન્ડરી
9મી ઓવરમાં ઈનિંગમાં સ્પિનરને પ્રથમ વખત લાવવામાં આવ્યો છે. જો કે, તેમના મુખ્ય સ્પિનર રાહુલ ચહરને બદલે પંજાબે લિયામ લિવિંગ્સ્ટનને બોલ આપ્યો અને પહેલા જ બોલ પર ચોગ્ગો ફટકાર્યો. ડી કોક બોલને ચલાવે છે, જે મિડ-ઓફની નજીકથી બાઉન્ડ્રી તરફ જાય છે. ફિલ્ડરે ડાઇવ કરીને બોલને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી ન હતી. ઓવરમાં 8 રન આવ્યા હતા.
9 ઓવર, LSG – 60/1
-
Punjab vs Lucknow Live Score: લખનૌએ 50 રન પૂરા કર્યા
લખનૌએ 8 ઓવરમાં 50 રન પૂરા કર્યા છે. ત્રીજી ઓવરમાં લાગેલા આંચકામાંથી બહાર આવીને લખનૌએ દીપક હુડા અને ક્વિન્ટન ડી કોકના બળે 50નો આંકડો પાર કર્યો. 8મી ઓવરના પહેલા બોલ પર સિક્સર ફટકાર્યા બાદ આ ઓવરમાં કુલ 10 રન આવ્યા હતા.
8 ઓવર, LSG- 52/1
-
Punjab vs Lucknow Live Score: હુડ્ડાની શાનદાર સિક્સર
ઋષિ ધવનની ઓવર, જે સંદીપ શર્માની સળંગ ત્રીજી કરકસર ભરી આવી હતી, લખનૌ માટે જબરદસ્ત રીતે શરૂ થઈ. દીપક હુડ્ડાએ આઠમી ઓવરનો પહેલો બોલ સીધો લોંગ ઓફ તરફ ઉપાડ્યો અને સિક્સર ફટકારી. આ ઇનિંગની આ ત્રીજો સિક્સર છે.
-
Punjab vs Lucknow Live Score: ડી કોક બચી ગયો
પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ક્વિન્ટન ડી કોકને જીવનદાન મળ્યું હતું. છઠ્ઠી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ઋષિ ધવનનો પહેલો બોલ શોર્ટ હતો અને તેને ડી કોકે પુલ કર્યો હતો, પરંતુ બોલ બેટના ઉપરના ભાગમાં અથડાયા બાદ થર્ડ મેન તરફ ઊંચો ગયો હતો. રબાડાએ પાછળની તરફ લાંબો રન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો યોગ્ય રીતે નિર્ણય કરી શક્યો નહીં અને મુશ્કેલ તક ગુમાવી દીધી. ઓવરમાંથી 7 રન.
6 ઓવર, LSG- 39/1
-
Punjab vs Lucknow Live Score: ક્વિન્ટન ડીકોકની બે સળંગ સિક્સર
4 ઓવરની શાંતિ બાદ લખનૌને પાંચમી ઓવરમાં બાઉન્ડ્રી મળી હતી. ક્વિન્ટન ડી કોકે કાગીસો રબાડાની બીજી ઓવરમાં સતત બે સિક્સર ફટકારી હતી. બે દક્ષિણ આફ્રિકાની આ ટક્કરમાં ડેકોકે જીત મેળવી હતી. વિકેટ કીપર બેટ્સમેને ઓવરના બીજા બોલને 6 રન માટે સીધી બાઉન્ડ્રી પર મોકલ્યો હતો. આગળનો બોલ થોડો ટૂંકો હતો અને ડી કોકે તેને ઉપાડ્યો અને ડીપ મિડવિકેટ તરફ રમ્યો, જ્યાં બોલ બાઉન્ડ્રી માટેના બાર સ્ટેન્ડમાં પૂરતો પડ્યો હતો. સતત બે છગ્ગાએ લખનૌની ગતિ થોડી વધારી દીધી છે. ઓવરમાં 16 રન.
5 ઓવર, LSG- 32/1
-
Punjab vs Lucknow Live Score: સંદિપે ચોથી ઓવરમાં આપ્યા માત્ર 3 રન
ચોથી ઓવર લઈને સંદિપ શર્મા આવ્યો હતો તેણે માત્ર 3 રન જ આપ્યા હતા. કેએલ રાહુલની વિકેટ બાદ રન પર જાણે કે બ્રેક વાગી ગઈ હતી. સંદિપની આ બીજી ઓવર હતી અને બંને ઓવરમાં મળીને તેણે માત્ર 5 રન જ આપ્યા છે. 4 ઓવરના અંતે લખનૌની ટીમનો સ્કોર 16/1 રહ્યો હતો.
-
Punjab vs Lucknow Live Score: કેએલ રાહુલ આઉટ
કેએલ રાહુલ માત્ર 6 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો છે. આ પહેલા તેણે ઓવરના ત્રીજા બોલ પર બાઉન્ડરી ફટકારી હતી. રાહુલે 11 બોલનો સામનો કર્યો હતો. કાગીસો રબાડાએ તેને જીતેશ શર્માના હાથમાં કેચ ઝીલાવ્યો હતો.
-
Punjab vs Lucknow Live Score: સંદીપ તરફથી પણ સારી ઓવર
પંજાબ માટે પ્રથમ બે ઓવર ઘણી આર્થિક સાબિત થઈ. અર્શદીપ પછી બીજા છેડેથી સંદીપ શર્માએ ચુસ્ત બોલિંગ કરી હતી. સંદીપ શર્માએ ઓફ-સ્ટમ્પ પર અને સ્ટમ્પની લાઇન પર સીધી બોલિંગ કરી હતી. બાઉન્ડ્રીની શોધમાં, ક્વિન્ટન ડી કોકે રેમ્પ શોટ સુધી પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. સ્ટ્રોંગ ઓવર, જેમાંથી માત્ર 2 રન આવ્યા.
2 ઓવર, LSG – 7/0
-
Punjab vs Lucknow Live Score: બાયમાં મળી બાઉન્ડરી
ઓવરના ચોથા બોલ પર રાહુલ સામે એલબીડબ્લ્યુની અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. પંજાબે પણ રિવ્યુ લીધો ન હતો કારણ કે બોલ લેગ સ્ટમ્પની બહાર જતો હતો. ઓવરના છેલ્લા બોલ પર, પંજાબને ચોક્કસપણે લેગ બાય મળ્યો, પરંતુ તે સારી અને સીધી ઓવર હતી.
1 ઓવર, એલએસજી – 5/0
-
Punjab vs Lucknow Live Score: લખનૌની બેટિંગ શરૂ
લખનૌ સુપર જાયન્ટ્સે બેટિંગ શરૂ કરી દીધી છે. ટીમ માટે કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકની ઓપનિંગ જોડી ક્રિઝ પર છે. ડાબોડી મધ્યમ ઝડપી બોલર અર્શદીપ સિંહે પંજાબ માટે બોલિંગની શરૂઆત કરી છે.
ઓવરના ચોથા બોલ પર રાહુલ સામે એલબીડબ્લ્યુની અપીલ કરી, પરંતુ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. પંજાબે પણ રિવ્યુ લીધો ન હતો કારણ કે બોલ લેગ સ્ટમ્પની બહાર જતો હતો.
-
Punjab vs Lucknow Live Score: લખનૌના સીઈઓની કારને અકસ્માત
પંજાબ અને લખનૌ વચ્ચેની આ મેચના થોડા સમય પહેલા એક અકસ્માત થયો હતો, જેમાં એલએસજીના મુખ્ય કાર્યકારી અધિકારી અને કેટલાક અન્ય સભ્યો ઘાયલ થયા હતા. ટીમ દ્વારા ટ્વિટર પર જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેચ માટે પૂણે સ્ટેડિયમ જઈ રહેલા સીઈઓની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં સીઈઓ રઘુ અય્યર, તેની સાથી રચિતા બેરી અને ટીમ મેન્ટર ગૌતમ ગંભીરના મેનેજર ગૌરવ અરોરા હતા. રાહતની વાત છે કે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી અને બધા સુરક્ષિત છે.
-
Punjab vs Lucknow Live Score: લખનૌ સુપર જાયન્ટ્સ XI
મુંબઈને હરાવનારી ટીમમાં લખનઉએ માત્ર એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર અવેશ ખાન ઈજામાંથી પરત ફર્યો છે. તેના માટે જગ્યા મનીષ પાંડેએ ખાલી કરી છે, જેનું બેટ શાંત છે.
લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ ઈલેવન: કેએલ રાહુલ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઈનિસ, ક્રુણાલ પંડ્યા, દીપક હુડા, આયુષ બદોની, જેસન હોલ્ડર, દુષ્મંતા ચમીરા, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, અવેશ ખાન.
Pesh hai aaj ke dumdaar yoddha! 💪#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL pic.twitter.com/DuzRQCZSNP
— Lucknow Super Giants (@LucknowIPL) April 29, 2022
-
Punjab vs Lucknow Live Score: પંજાબ કિંગ્સની પ્લેયીંગ XI
મયંક અગ્રવાલે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવનાર ટીમ પર વિશ્વાસ મૂક્યો છે અને તેને આ મેચ માટે પણ લાવ્યો છે.
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગસ્ટન, જોની બેયરિસ્ટો, જીતેશ શર્મા, ઋષિ ધવન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા.
Stop the press! We win the toss after 1 month, opt to chase! ☺️#SherSquad, we are unchanged! #SaddaPunjab #IPL2022 #PunjabKings #PBKSvLSG #ਸਾਡਾਪੰਜਾਬ pic.twitter.com/iYNyJWp4FG
— Punjab Kings (@PunjabKingsIPL) April 29, 2022
-
Punjab vs Lucknow Live Score: પંજાબે ટોસ જીત્યો
પંજાબ કિંગ્સના કેપ્ટન મયંક અગ્રવાલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પંજાબે આ મેચ માટે કોઈ ફેરફાર કર્યો નથી. તે જ સમયે, અવેશ ખાન લખનૌમાં પાછો ફર્યો છે.
-
Punjab vs Lucknow Live Score:પોઈન્ટ ટેબલમાં સ્થિતી
પોઈન્ટ ટેબલમાં બંને ટીમો સતત સ્પર્ધામાં છે. જોકે, આ મેચ પહેલા વધુ જીતના કારણે લખનૌને ફાયદો મળ્યો છે. 10 પોઈન્ટ સાથે આ ટીમ ચોથા સ્થાને છે. એટલે કે પ્લેઓફનું સ્થાન બાકી છે. આ સાથે જ 8 પોઈન્ટ સાથે પંજાબ સાતમા સ્થાને છે. તેની અને દિલ્હી વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે, જેમાં 10 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના કારણે દિલ્હી એક સ્થાન ઉપર છે.
-
Punjab vs Lucknow Live Score: બંની ટીમોની અત્યાર સુધીની સફર કેવી રહી?
પંજાબ અને લખનૌની સિઝન સાવ વિપરીત રીતે શરૂ થઈ. મેગા ઓક્શનમાં જબરદસ્ત ટીમ તૈયાર કરનાર પંજાબે પહેલા જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં પોતાની બેટિંગ પાવર બતાવીને જીત મેળવી હતી. તે જ સમયે, લખનૌને બીજી નવી ટીમ ગુજરાત ટાઇટન્સ સામે આઇપીએલમાં તેની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
જો કે, ત્યારથી સિઝન એક અલગ જ માર્ગ પર આગળ વધી છે. બંને ટીમોને કેટલીક હાર પણ મળી છે, પરંતુ લખનૌ વધુ સારી સ્થિતિમાં છે. કેએલ રાહુલની કેપ્ટન્સીમાં આ ટીમે 8માંથી 5 મેચ જીતી છે, જેમાં તેણે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈને બે વખત હરાવ્યું છે. બીજી તરફ પંજાબે 8માંથી 4 જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.
Published On - Apr 29,2022 6:53 PM