SL vs PAK: ટેસ્ટમાં વાપસી બાદ છવાઇ ગયો પાક. બોલર, અબ્દુલ કાદિરનો રેકોર્ડ તોડ્યો

Cricket : યાસિર હવે અનુભવી સ્પિનર ​​અબ્દુલ કાદિરને પછાડીને ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા પાકિસ્તાની ખેલાડીઓની યાદીમાં પાંચમા નંબરે આવી ગયો છે.

SL vs PAK: ટેસ્ટમાં વાપસી બાદ છવાઇ ગયો પાક. બોલર, અબ્દુલ કાદિરનો રેકોર્ડ તોડ્યો
Yasir Shah (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 7:46 AM

પાકિસ્તા ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) ના લેગ સ્પિનર ​​યાસિર શાહ (Yasir Shah) એ ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માં પુનરાગમનની ઉજવણી શાનદાર રીતે કરી છે. યાસિર શાહ હવે અનુભવી સ્પિનર ​​અબ્દુલ કાદિર (Abdul Qadir) ને પછાડીને ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ લેનારા પાકિસ્તાની ખેલાડીઓની યાદીમાં પાંચમા નંબરે આવી ગયો છે. યાસિર શાહે શનિવારે ગાલેમાં શ્રીલંકા (SL vs PAK) સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે એન્જેલો મેથ્યુઝને આઉટ કરીને આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.

યાસિર શાહના નામે હવે 237 ટેસ્ટ વિકેટ છે

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર બોલર યાસિર શાહ (Yasir Shah) ના નામે હવે 46 ટેસ્ટ મેચોમાં 237 વિકેટ છે. જેમાં 16 પાંચ વિકેટ ઝડપી છે. બીજી તરફ અબ્દુલ કાદિરે 67 મેચમાં 15 વાર પાંચ વિકેટ ઝડપીને કુલ 236 વિકેટ ઝડપી હતી. યાસિર શાહ હવે ટેસ્ટ ક્રિકેટમાં દાનિશ કનેરિયા પછી પાકિસ્તાનનો બીજો સૌથી સફળ સ્પિનર ​​બની ગયો છે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

શ્રીલંકાની પહેલી ઇનિંગ 222 રન પર ઓલ આઉટ થઇ ગઇ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket) સામે પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Sri Lanak Cricket) પ્રથમ ઈનિંગ માત્ર 222 રનમાં સમેટાઈ ગઈ હતી. દિનેશ ચાંદીમલે સૌથી વધુ 76 અને મહિષ તિક્ષાના 38 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ સૌથી વધુ ચાર ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સાથે જ યાસિર શાહ અને હસન અલીને બે-બે સફળતા મળી.

જવાબમાં મેદાન પર ઉતરેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમે પહેલા દિવસની રમતના અંત સુધીમાં બે વિકેટના ભોગે 24 રન બનાવી લીધા હતા. બાબર આઝમ એક અને અઝહર અલી ત્રણ રને અણનમ રહ્યા હતા.

વસીમ અકરમના નામે સૌથી વધુ વિકેટ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ (Pakistan Cricket Team) તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ વસીમ અકરમ (Wasim Akram) ના નામે છે. વસીમ અકરમે તેની ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) ની કારકિર્દીમાં 414 વિકેટ લીધી હતી. આ પછી વકાર યુનિસનો નંબર આવે છે. તેના નામે 373 વિકેટ છે. પૂર્વ સુકાની ઈમરાન ખાન (Imran Khan) 362 વિકેટ સાથે ત્રીજા નંબર પર અને દાનિશ કનેરિયા 261 વિકેટ સાથે ચોથા નંબર પર છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
g clip-path="url(#clip0_868_265)">