Pakistan Cricket ટીમ શ્રીલંકાનો પ્રવાસ રદ કરી શકે છે, PCB સ્થિતિ પર નજર રાખી રહ્યું છે

Cricket : શ્રીલંકામાં સરકાર સામે વિરોધ પ્રદર્શનને કારણે સ્થિતિ ગંભીર છે. પાકિસ્તાનની ટીમને ત્યાં બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે.

Pakistan Cricket ટીમ શ્રીલંકાનો પ્રવાસ રદ કરી શકે છે, PCB સ્થિતિ પર નજર રાખી રહ્યું છે
Pakistan Cricket (File Photo)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Jul 14, 2022 | 2:17 PM

શ્રીલંકામાં સર્જાયેલી ગંભીર સ્થિતિ (Sri Lanka Crisis) ની અસર હવે દેશમાં યોજાનારી ક્રિકેટ મેચો પર પણ પડી શકે છે. પાકિસ્તાન અને શ્રીલંકા (SL vs PAK) વચ્ચે 16 જુલાઈથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે. પરંતુ સિરીઝ શરૂ થવાના બે દિવસ પહેલા પાકિસ્તાને શ્રીલંકાનો પ્રવાસ રદ્દ કરવાનો સંકેત આપ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું કહેવું છે કે જો સ્થિતિ વધુ ગંભીર બનશે તો તેમની ટીમ શ્રીલંકાના પ્રવાસથી પરત ફરશે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (Pakistan Cricket Board) એ આ મામલે સતત શ્રીલંકા ક્રિકેટના સંપર્કમાં છે. PCB એ એક નિવેદન જારી કરીને કહ્યું કે, “PCB અને શ્રીલંકા ક્રિકેટ સતત એકબીજા ના સંપર્કમાં છે. હજુ સુધી પ્રવાસ રદ્દ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો શ્રેણીને આગળ વધારી શકાય છે.” જિયો ન્યૂઝનું કહેવું છે કે, પીસીબી શ્રીલંકાની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જિયો ન્યૂઝે દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્થિતિ ગંભીર બને તો શ્રીલંકાનો પ્રવાસ રદ કરવાનું મન બનાવી લીધું છે.

શ્રીલંકામાં અત્યારે પરિસ્થિતિ ગણી ગંભીર

તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં સરકાર સામે થઈ રહેલા વિરોધને જોતા પીએમ એ ઈમરજન્સી લાદવાની જાહેરાત કરી છે. અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગી ગયા હતા. શ્રીલંકામાં પીએમ ઓફિસની બહાર હજારો લોકો એકઠા થયા છે. એપ્રિલથી જ શ્રીલંકામાં આર્થિક મંદીના કારણે મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારથી શ્રીલંકામાં સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે અને ત્યાંના લોકો ખોરાક અને તેલ જેવી આવશ્યક વસ્તુઓ મેળવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. શ્રીલંકા (Sri Lanka Crisis) માં આ સમયે ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.

જે રીતે વિરોધીઓ સતત રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે તેના કારણે દેશમાં સ્થિતિ વણસી રહી છે. હવે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) એ તાજેતરની સ્થિતિ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કહ્યું કે, ‘મારો દેશ આ સમયે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે.’ વીજળી નથી, તેલ નથી અને દવા નથી, આનાથી વધુ ખરાબ કંઈ ન હોઈ શકે.’

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati