PAK vs NZ: કેપ્ટનશિપ છોડવાની વાત પર ભડક્યો બાબર આઝમ, પત્રકારના સવાલ પર લાગ્યા મરચાં

પાકિસ્તાનની હાલત ઘર આંગણે શરમજનક બની ચુકી છે. બાબર આઝમની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ જીત મેળવવા સંઘર્ષ કરી રહી છે. ઈંગ્લેન્ડે ટેસ્ટ સિરીઝમાં ઘર આંગણે ક્લીન સ્વીપ કર્યુ હતુ.

PAK vs NZ: કેપ્ટનશિપ છોડવાની વાત પર ભડક્યો બાબર આઝમ, પત્રકારના સવાલ પર લાગ્યા મરચાં
Babar Azam કેપ્ટનશિપ છોડવાના સવાલ પર ભડક્યો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2023 | 12:05 AM

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની 2 ટેસ્ટ મેચોની સિરીઝ ખતમ થઈ ચુકી છે. આ સિરીઝની બંને મેચોમાં બેટ્સમેનોએ રન તો ખૂબ નિકાળ્યા પરંતુ બંને મેચ ઝાંખા પ્રકાશને લઈ અંતિમ દિવસે પરીણામની નજીક પહોંચવા આવીને ડ્રો જાહેર કરી દેવાઈ હતી. જોકે બંનેમાં ખરાબ પ્રકાશે ટીમની આબરુ બચાવી લીધી હતી, નહિંતર બંને ટેસ્ટમાં હારનો ખતરો તોળાયો હતો. આ પહેલા ઈંગ્લેન્ડે 3-0થી ઘર આંગણે હાર આપી હતી. હવે આવી સ્થિતીમાં એક પત્રકારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને અણગમતો સવાલ પુછી લીધો. સવાલ કેપ્ટનશિપ છોડવાને લઈ હતો, જેના પર જાણે બાબરને રીતસરના મરચાં લાગી ગયા હતા.

બાબર આઝમને એક પત્રકારે ભરી પ્રેસ કોન્ફરન્સમાં કેપ્ટનશિપ છોડવાને લઈ સવાલ કરી દીધો હતો. સવાલના જવાબ માટે પહેલા તો બાબર શૂન્ય થઈ ગયો એમ કોઈ પ્રતિભાવ જોવા નહોતો મળ્યો, પરંતુ બાદમાં જવાબને ટાળવાના પ્રયાસ રુપમાં વાત વનડે ક્રિકેટને લઈ કરવાની સલાહ આપવા લાગ્યો.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

પ્રેસ કોન્ફરન્સમાં સચિનનુ ઉદાહરણ આપી કરાયો સવાલ

સોમવારથી પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝની શરુઆત થઈ રહી છે. જેના સંદર્ભમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં એવો સવાલ કરવામાં આવ્યો કે જાણે તે સવાલથી અણગમો જ નહીં તીર વાગવા જેવો અહેસાસ તેને થયો એવો માહોલ છવાઈ ગયો હતો. જે સવાલને ટાળવાનો પ્રયાસ કરતો બાબર જોવામ મળ્યો હતો.

‘બાબર તમે મહાન બેટ્સમેન બનવાના માર્ગે છો, તેમાં કોઈ શંકા નથી, ઈતિહાસમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા પણ મહાન બેટ્સમેન હતા, પરંતુ સફળ કેપ્ટન ન બની શક્યા, તાજેતરમાં પાકિસ્તાન ઘરઆંગણે 8 ટેસ્ટ જીતી શક્યું નથી. નોંધણી કરો. આ જોતાં, શું તમને લાગે છે કે તમારે એક મહાન બેસ્ટમેન બનવાનો માર્ગ આસાન કરવા માટે ટેસ્ટ કેપ્ટનશિપ છોડી દેવી જોઈએ?

જવાબ આમ વાળ્યો

સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા મહાન બેટ્સમેનોને યાદ કરીને ચોકલેટમાં કડવી ગોળી ખવરાવવા જેવો સવાલ પૂછી લેવાયો હતો. જેના પર બાબર આઝમ પહેલા તો ધીર ગંભીર થઈ ગયો પરંતુ વાતને વાળવા લાગ્યો હતો. તેણે ટેસ્ટ સિરીઝ ખતમ થઈ ગયઈ હોવાનુ કહ્યુ. આગળ કહ્યુ કે હવે મર્યાદીત ઓવરોની સિરીઝ રમવાની છે, જે માટેના સવાલ પૂછો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">