ટીમ ઈન્ડિયાએ હાથ ન મિલાવતા દુખી થયું પાકિસ્તાન, દુનિયા સામે રડવા લાગ્યું જુઓ વીડિયો
India vs Pakistan : ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. ના ટોસ પહેલા અને ના મેચ પૂર્ણ થયા પછી. હવે આ વાતને લઈ પાકિસ્તાનને માઠું લાગ્યું છે. જુઓ વીડિયો

એશિયા કપ 2025 માં, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવ્યું જ નથી, પરંતુ જાહેરમાં તેમનું અપમાન પણ કર્યું છે. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરીને આ કર્યું છે. ટોસ દરમિયાન, ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે જે કર્યું, તે પછી, જ્યારે તેઓ મેચ જીતી ગયા ત્યારે પણ, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ પર કોઈ ધ્યાન આપ્યું નહીં. ભારતીય ટીમના કોઈ પણ સભ્યએ તેમની સાથે હાથ મિલાવ્યો નહીં.આ ત્યારે બન્યું જ્યારે પાકિસ્તાની ખેલાડીઓ પોતે તેમની સાથે હાથ મિલાવવા માટે આતુર હતા. હવે ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવવાની ઘટના પર હોબાળો મચાવ્યો છે.
હાથ ન મિલાવતા રડ્યું પાકિસ્તાન
ભારતીય ટીમે પાકિસ્તાન ટીમ સાથે હાથ ન મિલાવતા પાકિસ્તાન ક્રિકેટ ટીમના મેનેજરે પીસીબીના ઈશારા પર ભારતીય ટીમની ફરિયાદ કરી છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ટીમ ઈન્ડિયાને અવ્યવહારને લઈ ફરિયાદ મેચ રેફરી સામે કરી છે. ટીમ ઈન્ડિયાએ મજબૂત બોલિંગની મદદથી પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે સુપર-4માં એન્ટ્રી કરી છે.
Pakistanis are crying that Indian Players didn’t shake hand after Toss or End of Match. pic.twitter.com/g8ml0mInbk
— Ankur Singh (@iAnkurSingh) September 14, 2025
હાથ ન મિલાવવા બદલ પાકિસ્તાનમાં હંગામો થયો
ભારતીય ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવા પર પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર ગુસ્સે છે.બાસિત અલીએ કહ્યું કે, તે એશિયા કપ જ છે. આઈસીસી ટૂર્નામેન્ટમાં પણ આવું જોવા મળી શકે છે.બાસિત અલી સાથે પાકિસ્તાનના ટીવી શોમાં બેઠેલા કામરાન અકમલે પણ ભારતના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ક્રિકેટના ભલા માટે સારું નથી.
પાકિસ્તાનને યોગ્ય જવાબ મળ્યો
હાથ ન મિલાવવાને લઈને પાકિસ્તાનની હતાશાથી એક વાત સ્પષ્ટ છે કે તેને યોગ્ય જવાબ મળ્યો છે. ભલે પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગા હતાશાને કારણે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં હાજર ન રહ્યા હોય. ભલે પાકિસ્તાન ટીમના કોચને પણ તેના વિશે ખરાબ લાગ્યું હોય. પરંતુ, ટીમ ઈન્ડિયાએ જે કર્યું તેનાથી ખબર પડી કે આપણે પહેલગામમાં શું થયું તે ભૂલી શક્યા નથી.
