પાકિસ્તાનને અંતિમ મેચમાં જીત મેળવવા પરસેવો છૂટી ગયો, આયરલેન્ડે ખૂબ હંફાવ્યુ

પાકિસ્તાનની ટીમે તેની અંતિમ મેચમાં આયરલેન્ડ સામે હાંફતા હાંફતા જીત મેળવી છે. આયરલેન્ડના પૂંછડીયા બેટર્સે જ ટીમનો ટાર્ગેટ 100 ઉપરનો સેટ કરવામાં મહત્વની રમત રમી હતી. જેની સામે જાણે કે પાકિસ્તાનના બોલર્સને પરસેવો છૂટી રહ્યો હોય એવી સ્થિતિ હતી.

પાકિસ્તાનને અંતિમ મેચમાં જીત મેળવવા પરસેવો છૂટી ગયો,  આયરલેન્ડે ખૂબ હંફાવ્યુ
3 વિકેટે પાકિસ્તાન જીત્યું
Follow Us:
| Updated on: Jun 17, 2024 | 9:14 AM

T20 વિશ્વકપ 2024 ના લીગ તબક્કાથી જ પાકિસ્તાનની ટૂર્નામેન્ટમાં સફર પૂર્ણ થઈ છે. પાકિસ્તાનની ટીમે તેની અંતિમ મેચમાં આયરલેન્ડ સામે હાંફતા હાંફતા જીત મેળવી છે. આયરલેન્ડના પૂંછડીયા બેટર્સે જ ટીમનો ટાર્ગેટ 100 ઉપરનો સેટ કરવામાં મહત્વની રમત રમી હતી. જેની સામે જાણે કે પાકિસ્તાનના બોલર્સને પરસેવો છૂટી રહ્યો હોય એવી સ્થિતિ હતી.

જોકે વળતા જવાબમાં પાકિસ્તાને પણ જીત મેળવવા બેટિંગ કરતા અંત સુધી લડાઈ લડવી પડી હતી અને 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આયરલેન્ડના બોલર્સે પણ હાર માની નહોતી અને પાકિસ્તાની બેટર્સને હંફાવવા માટે કોઈ કસર છોડી નહોતી. એક સમયે તો પલડુ કોની બાજુ નમશે એ પણ સવાલ થઈ રહ્યા હતા. આમ પાકિસ્તાની ક્રિકેટ ચાહકોને માટે તો ધબકારા વધી જવાની સ્થિતિ સર્જાઈ હતી.

3 વિકેટે પાકિસ્તાને જીત મેળવી

પાકિસ્તાનની હાલત 2024 ના વિશ્વકપમાં ખૂબ જ ખરાબ રહી છે. એક તો પાકિસ્તાન સુપર 8 તબક્કામાં પ્રવેશી શક્યું નથી. જેના સ્થાને અમેરિકા જેવી ટીમ તેને પાછળ છોડીને સુપર 8માં પહોંચી ગઈ છે. જ્યારે પાકિસ્તાને ભારત સામે હાર સાથે જ ખરાબ પ્રદર્શન સાથે હવે પરત ફરવું પડશે. આર્યલેન્ડ સામે 107 રનનું લક્ષ્ય હતું એ પાર કરવામાં પણ પાકિસ્તાની ટીમ માટે પહાડ જેવું લાગી રહ્યું હતુ. પરંતુ અંતમાં 7 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની ​​સંભાળ
આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ
હાથ પરથી ટેનિંગ કેવી રીતે દૂર કરવું?
જો તમારા ચાંદીના દાગીના કાળા પડી ગયા હોય તો આ ટિપ્સથી એક મિનિટમા થઈ જશે ચકચકિત
Travel Tips : માઉન્ટ આબુ જવા માટે ચોમાની ઋતુ છે બેસ્ટ

સુકાની બાબર આઝમે અંત સુધી પીચ પર રહીને ટીમને માંડ માંડ લક્ષ્ય નજીક પહોંચાડી હતી અને જીત અપાવી હતી. આમ એક શરમજનક હારથી પાકિસ્તાન સહેજમાં બચી જવા પામ્યું હતું. પાકિસ્તાને 9 થી 11 ઓવરના 18 બોલમાં જ ચાર વિકેટ ગુમાવી દેતા સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. અહીં બાજી આયરલેન્ડ તરફ પલટાતી નજર આવવા લાગી હતી. જે સમયે પાકિસ્તાન 62 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી હતી. આયરલેન્ડની શાનદાર ફિલ્ડીંગ અને બૈરી મેક્કાર્થી અને કર્ટિસ કેંફરની બોલીંગના દમ સામે પાકિસ્તાન મુશ્કેલી અનુભવી રહ્યું હતું.

આયરલેન્ડની શરુઆત ખરાબ રહી હતી

ટોસ હારીને બેટિંગ કરવા માટે ઉતરેલ આયરલેન્ડની હાલત શરુઆતના સમયે ખરાબ લાગી હતી. પ્રથમ ઓવરમાં જ શાહીન શાહ અફરીદીએ 2 વિકેટ ઝડપીને મુશ્કેલ શરુઆત કરાવી હતી. આગળની આવરોમાં મોહમ્મદ આમીરે વિકેટ ઝડપી હતી. જ્યારે ત્રીજી ઓવરમાં વધુ એક વિકેટ અફરીદીએ ઝડપી હતી. આમ 7મી ઓવરમાં 32 રનમાં જ 6 વિકેટ ગુમાવીને આયરલેન્ડરની ટીમ મુશ્કેલ સ્થિતિમાં આવી ગઈ હતી.

બાદમાં પૂંછડીયા બેટર્સ ટુકડે ટુકડે પણ દમ દેખાડી પાકિસ્તાની બોલર્સનો સામનો કર્યો હતો. ગૈરેથ ડેલેની અને માર્ક અડેયરે મળીને 44 રનની પાર્ટનરશીપ કરી હતી. જ્યારે 10માં ક્રમે આવીને જોશ લિટિલે પણ ઝડપી રન નિકાળતા ટીમ 106 રનના સ્કોર પર 9 વિકેટ ગુમાવીને પહોંચી હતી.

આ પણ વાંચો:  ઈંગ્લેન્ડ સામે આ ખેલાડી રિટાયર્ડ આઉટ જાહેર થયો, જે ICC ટૂર્નામેન્ટમાં પ્રથમવાર બન્યું, જાણો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

APMC માર્કેટની દિવાલ ધરાશાયી થતા વેપારીઓમાં ફફડાટ
APMC માર્કેટની દિવાલ ધરાશાયી થતા વેપારીઓમાં ફફડાટ
વાપીમાં રેલવે ટ્રેક પર મુક્યો સિમેન્ટનો પોલ
વાપીમાં રેલવે ટ્રેક પર મુક્યો સિમેન્ટનો પોલ
મુંબઈથી વિશાખાપટ્ટનમાં વેચેલી બાળકીના તાર વાપીમાં, એક મહિલાની ધરપકડ
મુંબઈથી વિશાખાપટ્ટનમાં વેચેલી બાળકીના તાર વાપીમાં, એક મહિલાની ધરપકડ
ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
નદી નાળામાં ડૂબતા લોકોને રેસ્ક્યુ કરશે રોબોટ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
ભરૂચમાં જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
આ 3 રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે મોટી સફળતા મળવાના સંકેત
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાહુલ ગાંધી હશે લોકસભામાં વિપક્ષના નેતા, બેઠકમાં લેવાયો નિર્ણય
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રાજ્યમાં બરાબરનું જામ્યુ ચોમાસુ, 88 તાલુકામાં થઈ મેઘમહેર - જુઓ Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં ભારતીય સેનામાં કરાઈ શકે છે સામેલ- Video
g clip-path="url(#clip0_868_265)">