AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી લૂંટાયું પાકિસ્તાન, 2383 કરોડનો લાગ્યો ચૂનો

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરવું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ભારે પડ્યું છે. એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 2383 કરોડનું નુકસાન થયું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત કથળી ગઈ છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી લૂંટાયું પાકિસ્તાન, 2383 કરોડનો લાગ્યો ચૂનો
Champions Trophy PakistanImage Credit source: X
| Updated on: Mar 17, 2025 | 6:58 PM
Share

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 એ પાકિસ્તાનમાં યોજાયેલ પ્રથમ વૈશ્વિક ક્રિકેટ ટુર્નામેન્ટ હતી, જે દેશના રમતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી. પરંતુ આ ટુર્નામેન્ટ માત્ર PCB માટે જ નહીં પરંતુ તેના ખેલાડીઓ માટે પણ એક મોટી સમસ્યા બની ગઈ. સૌપ્રથમ, પાકિસ્તાનની ટીમ પહેલા રાઉન્ડમાં જ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી અને ત્યારબાદ, આ ટુર્નામેન્ટને કારણે પાકિસ્તાનના સ્થાનિક ખેલાડીઓના પગારમાં પણ ઘટાડો થયો છે. હકીકતમાં, આ ટુર્નામેન્ટ નાણાકીય અને લોજિસ્ટિકલ દૃષ્ટિકોણથી મોટી નિષ્ફળતા સાબિત થઈ છે. એક રિપોર્ટ અનુસાર, ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને 2383 કરોડનું નુકસાન થયું છે.

PCBનું ભયંકર નુકસાન

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, PCB એ રાવલપિંડી, લાહોર અને કરાચીના ત્રણ સ્ટેડિયમને અપગ્રેડ કરવા માટે 18 અબજ પાકિસ્તાની રૂપિયા (લગભગ $58 મિલિયન) ખર્ચ્યા. આ તેમના બજેટ કરતાં 50 ટકા વધુ હતું. આ ઉપરાંત, તેમણે આ કાર્યક્રમની તૈયારીઓ પાછળ 40 મિલિયન ડોલર ખર્ચ્યા. જોકે, તેમને હોસ્ટિંગ ફી, ટિકિટ વેચાણ અને સ્પોન્સરશિપમાંથી માત્ર $6 મિલિયનનું વળતર મળ્યું. આનો અર્થ એ થયો કે PCB ને લગભગ $85 મિલિયનનું નુકસાન થયું, જે પાકિસ્તાની ચલણમાં રૂ.2383 કરોડ જેટલું થાય છે.

મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી

આ સિવાય, મોહમ્મદ રિઝવાનની આગેવાની હેઠળની ટીમે ઘરઆંગણે માત્ર એક જ મેચ રમી હતી, જે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે હતી. રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામેની તેમની આગામી મેચ વરસાદને કારણે ટોસ થયા વિના રદ્દ કરવામાં આવી હતી. પાકિસ્તાનમાં રમાનારી બાકીની આઠ મેચોમાંથી, બે મેચ પણ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

ખેલાડીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું

ટેલિગ્રાફના અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે PCBના આ હાર બાદ હવે તેના ખેલાડીઓને ખરાબ પરિણામોનો સામનો કરવો પડશે. રાષ્ટ્રીય T20 ચેમ્પિયનશિપમાં મેચ ફીમાં 90 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને રિઝર્વ ખેલાડીઓને ચૂકવણીમાં 87.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ખેલાડીઓ, જે એક સમયે ફાઈવ સ્ટાર હોટલોમાં રહેતા હતા, હવે તેમને બજેટ હોટલોમાં રહેવાની ફરજ પાડવામાં આવે છે, જ્યારે સંચાલકો લાખોમાં પગાર મેળવી રહ્યા છે.

ખેલાડીઓની મેચ ફી ઘટાડવામાં આવી

પાકિસ્તાની અખબાર ધ ડોન દ્વારા અહેવાલ આપવામાં આવ્યો છે કે, ‘PCBએ તાજેતરમાં કોઈપણ સત્તાવાર જાહેરાત વિના મેચ ફી 40,000 રૂપિયાથી ઘટાડીને 10,000 રૂપિયા કરી દીધી છે, જોકે PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ આ નિર્ણય રદ્દ કર્યો છે અને બોર્ડના સ્થાનિક ક્રિકેટ વિભાગને આ બાબતની સમીક્ષા કરવાનો નિર્દેશ આપ્યો છે.’ જોકે, PCBએ હજુ સુધી ખેલાડીઓને આપવામાં આવતી રકમનો સત્તાવાર રીતે ખુલાસો કર્યો નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, મેચ ફી પ્રતિ મેચ 30,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે, જે ગયા વર્ષ કરતા 10,000 રૂપિયા ઓછી છે. ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હાલત કથળી ગઈ છે તે સ્પષ્ટ છે.

આ પણ વાંચો: નવું વર્ષ, નવી IPL સિઝન અને નવા લગ્ન… IPL 2025 માં ‘લેડી લક’ સાથે રમશે આ સ્ટાર ખેલાડીઓ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
Tv9 ના અહેવાલ બાદ ભાવનગરમાં ધૂળ ખાતી ઈ બસો દોડતી થશે
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
અમદાવાદને આધુનિક બનાવવા ખર્ચાશે કરોડો રૂપિયા, 18518 કરોડનું બજેટ
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કોંગ્રેસની મહિલા સાંસદોએ કેવી રીતે પીએમની બેઠક પાસે મચાવ્યો હતો હોબાળો
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
g clip-path="url(#clip0_868_265)">