Breaking News : મહારાષ્ટ્રના 4 જિલ્લામાં રેડ એલર્ટ, મુંબઈમાં ટ્રેક પર પાણીનો ગરકાવ થતાં અનેક લોકલ ટ્રેનો રદ તો અન્ય રેલવે સેવા મોડી!
મહારાષ્ટ્ર રાજ્યના કેટલાક ભાગોમાં હાલમાં ભારે વરસાદ ચાલુ છે. આજે નાસિક, પુણે, પાલઘર, રાયગઢ જિલ્લાઓ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મુંબઈ, ઠાણે, રત્નાગીરી, સતારા , અકોલા અને અમરાવતી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા ઓરેન્જ એલર્ટને કારણે મુંબઈ, ઠાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, ભિવંડી, નાસિક અને પુણેના ગ્રામીણ વિસ્તારોમાં આજે શાળાઓ અને કોલેજોમાં રજા આપવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને સંભવિત પાણી ભરાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે શાળાઓ અને કોલેજોમાં રજા આપી છે.
મુંબઈમાં વરસાદે લીધી વિરામ, છતાં એલર્ટ યથાવત
મુંબઈમાં સતત વરસાદે હાલમાં વિરામ લીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. આજે હવામાન વિભાગે મુંબઈ માટે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. મુંબઈમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે તેવું કહેવામાં આવ્યું છે. ભારે વરસાદ અને તેજ પવનની આગાહી વચ્ચે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. હાલ વરસાદ બંધ થઈ ગયો હોવા છતાં વરસાદી વાદળો ઘેરાયેલા છે. મીઠી નદી સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. દરમિયાન, મુંબઈની ત્રણેય લોકલ લાઈનો વરસાદથી પ્રભાવિત થઈ હતી.
Mumbai local train services between Vasai Road and Virar have been restored following the temporary disruption caused by heavy rainfall.
We sincerely regret the inconvenience caused to our valued passengers during this period and thank you for your patience and cooperation.… pic.twitter.com/PPWiRDNahJ
— Western Railway (@WesternRly) July 7, 2026
મુંબઈમાં રેલવે સેવા
પશ્ચિમ રેલવે 15થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. વસઈ અને વિરાર વચ્ચે ગઈકાલે દિવસભર લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. આજે તેને પુનઃસ્થાપિત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે વસઈ રોડ અને વિરાર વચ્ચે થોડા સમય માટે ખોરવાઈ ગયેલી મુંબઈ લોકલ ટ્રેન સેવાઓ હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. વસઈ અને વિરાર વચ્ચે ટ્રેક પર હજુ પણ પાણી ભરાયેલો છે. આના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત દહાણુ અને વિરાર સુધીની લોકલ સેવા વિશે કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.
⚠️ Passenger Advisory | प्रवासी सूचना | प्रवाशांसाठी सूचना
All Western Railway suburban local services between Churchgate and Dahanu Road are running 10–15 minutes late. Please plan your journey accordingly. We regret the inconvenience.
चर्चगेट–दहानू रोड के बीच चलने वाली…
— DRM – Mumbai Central, WR (@drmbct) July 7, 2026
પાલઘર જિલ્લામાં પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત
પાલઘર જિલ્લામાં ગઈકાલે 06 જુલાઈએ વરસાદનો ભારે પ્રભાવ પડ્યો હતો. જિલ્લાના વસઈ વિરાર, સફાલે, કેલવે રોડ, પાલઘર, બોઈસર, મનોર અને વાડા વિસ્તારોમાં ભારે વરસાદને કારણે આ વિસ્તારની નદીઓ અને નહેરો છલકાઈ ગયા હતા. નદી ખતરનાક સ્તરે પહોંચી ગઈ હતી. તેના કારણે નદી કિનારાના ગામોમાં પાણી ઘૂસી ગયા હતા અને કેટલાક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. તેના કારણે મોટી માત્રામાં આવશ્યક વસ્તુઓને નુકસાન થયું હતું. બીજી તરફ, મનોર નજીક વહેતી વૈતરણા નદીમાં પણ પૂર આવ્યું હતું. આના કારણે આ વિસ્તારના કેટલાક રસ્તાઓ પર પાણી જમા થઈ ગયા હતા અને ગામડાઓમાં પાણી ઘૂસી ગયા હતા. વાડા વિસ્તારમાં કેટલાક ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા. આ ભારે વરસાદને કારણે રેલવે ટ્રાફિક પર મોટી અસર પડી હતી. કેટલીક જગ્યાએ રોડ ટ્રાફિક બંધ થઈ ગયો હતો. ભારે વરસાદને કારણે રેલવે અને માર્ગ પરિવહન પર પણ ગંભીર અસર પડી હતી. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઇવે પર એક ગામ નજીક પહાડ પરથી પાણીનો જોરદાર પ્રવાહ ઉતરતા હાઇવે નદી જેવો બની ગયો હતો. સમગ્ર પાલઘર જિલ્લામાં જનજીવન પ્રભાવિત બન્યું હતું.
त्र्यंबकेश्वरसह नाशिक जिल्ह्यात अतिमुसळधार पावसाची शक्यता; प्रशासनाला सज्ज राहण्याचे निर्देश.@Dev_Fadnavis #Maharashtra #Mumbai #HeavyRainfall pic.twitter.com/vNMLiCF5Sr
— CMO Maharashtra (@CMOMaharashtra) July 6, 2026
નાસિકમાં આજે ક્લાઉડબર્સ્ટની શક્યતા
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સમીક્ષા બેઠક બાદ જણાવ્યું કે નાસિક જિલ્લામાં આજે 07 જુલાઈએ આભ ફાટવાની ઘટના બની શકે છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને વર્ક ફ્રોમ હોમ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે જ્યારે સરકાર એલર્ટ આપે છે ત્યારે દરેક વ્યક્તિએ તેનો ગંભીરતાથી સ્વીકાર કરવો જોઈએ. આવશ્યક સેવાઓ સિવાય તમામને રજા આપવામાં આવી છે. જો કોઈ સંસ્થા અથવા ઓફિસ કર્મચારીઓને બળજબરીથી બોલાવશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Passenger Advisory | Western Railway
⚠️ Due to water logging, the following MEMU services will remain cancelled on 07.07.2026:
❌ 69164 Dahanu Road – Panvel ❌ 69165 Panvel – Vasai Road ❌ 69168 Vasai Road – Panvel ❌ 69167 Panvel – Vasai Road ❌ 69166 Vasai Road – Panvel ❌…
— DRM – Mumbai Central, WR (@drmbct) July 7, 2026
આજે 7 જુલાઈએ આ લોકલ ટ્રેનો કરવામાં આવી રદ
પશ્ચિમ રેલવે દ્વારા ભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 7 જુલાઈના રોજ નીચેની લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 69164 – દહાણુ રોડ – પનવેલ
- ટ્રેન નંબર 69165 – પનવેલ – વસઈ રોડ
- ટ્રેન નંબર 69168 – વસઈ રોડ – પનવેલ
- ટ્રેન નંબર 69167 – પનવેલ – વસઈ રોડ
- ટ્રેન નંબર 69166 – વસઈ રોડ – પનવેલ
- ટ્રેન નંબર 69161 – પનવેલ – દહાણુ રોડ
- ટ્રેન નંબર 69174 – દહાણુ રોડ – બોરીવલી
- ટ્રેન નંબર 69139 – બોરીવલી – વલસાડ
- ટ્રેન નંબર 61002 – દહાણુ રોડ – બોરીવલી
મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને માહિતી આપી છે કે ટ્રેન નંબર 69141, જે સામાન્ય રીતે વિરારથી સુરત વચ્ચે દોડે છે, તે હવે વલસાડથી પોતાની મુસાફરી શરૂ કરશે અને સુરત સુધી જ દોડાવવામાં આવશે.
यात्रियों की सुविधा हेतु महत्वपूर्ण सूचना
मुंबई मंडल लैंडस्लाइड के कारण निम्नलिखित रेलगाड़ियों का संचालन रद्द कर दिया गया है:
गाड़ी संख्या 11092 पुणे – भुज एक्सप्रेस यात्रा दिनांक: 06.07.2026 ❌ रद्द (पूर्व में घोषित मार्ग परिवर्तन के स्थान पर अब यह गाड़ी…
— DRM Ahmedabad (@drmadiwr) July 7, 2026
ભુજ-પુણે એક્સપ્રેસ રદ
પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગે માહિતી આપી છે કે મહારાષ્ટ્રના પુણે અને ગુજરાતના ભુજ વચ્ચે દોડતી ભુજ-પુણે એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. 6 જુલાઈના રોજ પુણેથી ઉપડનારી ટ્રેન નંબર 11092 પુણે-ભુજ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. અગાઉ, આ ટ્રેનને ડાયવર્ટ રૂટ પર ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિણામે, 8 જુલાઈના રોજ ભુજથી પુણે પરત ફરનારી ટ્રેન નંબર 11091, ભુજ-પુણે એક્સપ્રેસ પણ રદ કરવામાં આવી છે.
