AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસીની સજા યથાવત, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

અમદાવાદ: વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 38 દોષિતોને વિશેષ અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને યથાવત્ રાખી છે.

Breaking News : 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોની ફાંસીની સજા યથાવત, હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
2008 ahmedabad blast
| Updated on: Jul 07, 2026 | 11:38 AM
Share

અમદાવાદ: વર્ષ 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 38 દોષિતોને વિશેષ અદાલત દ્વારા સંભળાવવામાં આવેલી ફાંસીની સજાને યથાવત્ રાખી છે. હાઈકોર્ટે સ્પેશિયલ કોર્ટના ચુકાદાને મંજૂરી આપતાં રાજ્ય સરકારની અરજી તેમજ દોષિતો દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલોનું સંયુક્ત રીતે નિરાકરણ કર્યું છે.

38 દોષિતોની ફાંસીની સજા યથાવત

અમદાવાદની વિશેષ અદાલતે અગાઉ આ કેસમાં 38 દોષિતોને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, કાયદાકીય જોગવાઈઓ મુજબ નીચલી અદાલત દ્વારા અપાયેલી ફાંસીની સજા હાઈકોર્ટ દ્વારા મંજૂર ન થાય ત્યાં સુધી તેનો અમલ થઈ શકતો નથી. આ કેસની ગંભીરતા અને વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે વિશેષ બેન્ચની રચના કરી હતી. માર્ચ 2025થી આ મામલે દૈનિક ધોરણે (ડેઇલી બેઝિસ પર) સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હાઈકોર્ટનો અંતિમ ચુકાદો જાહેર

હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા 38 દોષિતોની ફાંસીની સજા મંજૂર કરવા કરાયેલી અરજી અને દોષિતો દ્વારા તેમની સજા સામે કરવામાં આવેલી અપીલોને સંયુક્ત રીતે સાંભળી અંતિમ ચુકાદો જાહેર કર્યો છે.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો ચુકાદો

ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં અમદાવાદ શહેરમાં થયેલા સિરિયલ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા હતા અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા, જેને દેશના સૌથી ભયાનક આતંકી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
g clip-path="url(#clip0_868_265)">