વર્લ્ડ કપ 2023માં ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ એવોર્ડ કોણ જીતશે ? જાણો ટુર્નામેન્ટના પ્રતિષ્ઠિત એવોર્ડનો ઈતિહાસ
5 વાર વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમ અને 2 વાર વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયાની વર્લ્ડ કપ 2023માં ટક્કર થશે. વર્લ્ડ કપ ટ્રોફીની સાથે આ ટુર્નામેન્ટમાં અન્ય 4 એવોર્ડ પણ આકર્ષણનું કેન્દ્ર હોય છે. ચાલો જાણીએ 4 મહત્વના એવોર્ડનો ઈતિહાસ.

19 નવેમ્બર, 2023ના રોજ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. ઓસ્ટ્રેલિયન ટીમ પાંચ વાર વર્લ્ડકપ ટ્રોફી ઉપાડી ચૂકી છે. જ્યારે ભારત-વેસ્ટ ઈન્ડિઝની ટીમ 2-2 વાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે. પાકિસ્તાન, શ્રીલંકા અને ઈંગ્લેન્ડની ટીમ એક-એક વાર વર્લ્ડ કપ જીતી ચૂકી છે. વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીઓને આઈસીસી દ્વારા મહત્વના એવોર્ડ પણ આપવામાં આવે છે. ચાલો જાણીએ આ તમામ એવોર્ડ વિશે.
આ વખતે ગોલ્ડન બેટ જીતવાની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે. જ્યારે ગોલ્ડન બોલ જીતવાની રેસમાં મોહમ્મદ શામી આગળ છે. ભારતીય ફેન્સ આષા રાખી રહ્યા છે કે વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ગોલ્ડન બેટ અને ગોલ્ડન બોલ એવોર્ડ પણ ભારતીય ખેલાડીઓના નામે થાય.
ગોલ્ડન બેટ એવોર્ડ
વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે રન બનાવનાર બેટરને ગોલ્ડન બેટ એવોર્ડ આપવામાં આવે છે. આઈસીસી ગોલ્ડન બેટ એવોર્ડ વર્ષ 1975થી શરુ થયા હતા.
વર્લ્ડ કપ | બેટ્સમેન | દેશ | રન |
---|---|---|---|
1975 | ગ્લેન ટર્નર | ન્યૂઝીલેન્ડ | 333 |
1979 | ગોર્ડન ગ્રીનીઝ | વેસ્ટ ઈન્ડિઝ | 253 |
1983 | ડેવિડ ગાવર | ઈંગ્લેન્ડ | 384 |
1987 | ગ્રાહમ ગૂચ | ઈંગ્લેન્ડ | 471 |
1992 | માર્ટિન ક્રો | ન્યૂઝીલેન્ડ | 456 |
1996 | સચિન તેંડુલકર | ભારત | 523 |
1999 | રાહુલ દ્રવિડ | ભારત | 461 |
2003 | સચિન તેંડુલકર | ભારત | 673 |
2007 | મેથ્યૂ હેડન | ઓસ્ટ્રેલિયા | 659 |
2011 | દિલશાન | શ્રીલંકા | 500 |
2015 | માર્ટિન ગુપ્ટિલ | ન્યૂઝીલેન્ડ | 547 |
2019 | રોહિત શર્મા | ભારત | 648 |
ગોલ્ડન બોલ એવોર્ડ
સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીને ગોલ્ડન બોલ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ 1975માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. હાલમાં તેને “ICC ગોલ્ડન બોલ” કહેવામાં આવે છે.
વર્લ્ડ કપ | બોલર | દેશ | વિકેટ |
---|---|---|---|
1975 | ગૈરી ગિલમોર બર્નાર્ડ જૂલિયન | ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઈન્ડિઝ | 11 11 |
1979 | માઈક હેડ્રિક | ઈંગ્લેન્ડ | 10 |
1983 | રોઝર બિન્ની | ભારત | 18 |
1987 | ક્રેગ મેક્ડરમોટ | ઓસ્ટ્રેલિયા | 18 |
1992 | વસીમ અકરમ | પાકિસ્તાન | 18 |
1996 | અનિલ કુંબલે | ભારત | 15 |
1999 | જયોફ એલોટ શેન વોર્ન | ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા | 20 20 |
2003 | ચમિંડા વાસ | શ્રીલંકા | 23 |
2007 | ગ્લેન મેક્ગ્રા | ઓસ્ટ્રેલિયા | 26 |
2011 | ઝહીર ખાન શાહિદ અફરીદી | ભારત
પાકિસ્તાન |
21 21 |
2015 | મિચેલ સ્ટાર્ક ટ્રેન્ટ બોલ્ટ | ઓસ્ટ્રેલિયા
ન્યૂઝીલેન્ડ |
22 22 |
2019 | મિચેલ સ્ટાર્ક | ઓસ્ટ્રેલિયા | 27 |
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સમગ્ર વિશ્વ કપ ટુર્નામેન્ટ દરમિયાન દરેક વિભાગમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હોય. આ એવોર્ડ 1992માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો. હાલમાં “આઈસીસી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ” કહેવાય છે.
વર્ષ | ખેલાડી | દેશ | પ્રદર્શન |
---|---|---|---|
1992 | માર્ટિન ક્રો | ન્યૂઝીલેન્ડ | 456 રન |
1996 | સનથ જયસૂર્યા | શ્રીલંકા | 221 રન અને 6 વિકેટ |
1999 | લાંસ ક્લૂજનર | દક્ષિણ આફ્રીકા | 281 રન અને 17 વિકેટ |
2003 | સચિન તેંડુલકર | ભારત | 673 રન અને 2 વિકેટ |
2007 | ગ્લેન મેક્ગ્રા | ઓસ્ટ્રેલિયા | 26 વિકેટ |
2011 | યુવરાજ સિંહ | ભારત | 362 રન અને 15 વિકેટ |
2015 | મિચેલ સ્ટાર્ક | ઓસ્ટ્રેલિયા | 22 વિકેટ |
2019 | કેન વિલિયમ્સન | ન્યૂઝીલેન્ડ | 578 રન અને 2 વિકેટ |
ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ પુરસ્કાર
વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રેષ્ઠ ખેલાડીને ખાસ પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ 1975માં પ્રથમ વખત આપવામાં આવ્યો હતો.
વર્ષ | ખેલાડી | દેશ | પ્રદર્શન |
---|---|---|---|
1975 | ક્લાઈવ લોયડ | વેસ્ટ ઈન્ડિઝ | 102 રનની ઈનિંગ |
1979 | વિવિયન રિટર્ડસ | વેસ્ટ ઈન્ડિઝ | 138* રનની ઈનિંગ |
1983 | મોહિંદર અમરનાથ | ભારત | 12/3 અને 26 રન |
1987 | ડેવિડ બૂન | ઓસ્ટ્રેલિયા | 75 રનની ઈનિંગ |
1992 | વસીમ અકરમ | પાકિસ્તાન | 33*(18) અને 49/3 |
1996 | અરવિંદ ડિસિલ્વા | શ્રીલંકા | 107*રન અને 42/3 |
1999 | શેન વોર્ન | ઓસ્ટ્રેલિયા | 33/4 |
2003 | રિકી પોન્ટિંગ | ઓસ્ટ્રેલિયા | 140* રનની ઈનિંગ |
2007 | એડમ ગિલક્રિસ્ટ | ઓસ્ટ્રેલિયા | 149 રનની ઈનિંગ |
2011 | મહેન્દ્ર સિંહ ધોની | ભારત | 91* રનની ઈનિંગ |
2015 | જેમ્સ ફોલ્કનર | ઓસ્ટ્રેલિયા | 36/3 |
2019 | બેન સ્ટોક્સ | ઈંગ્લેન્ડ | 84* રનની ઈનિંગ |