RR vs LSG: વિદેશી ખેલાડીઓનું દેશી ભાણું, Lucknow Super Giantsના ખેલાડીએ દાલ બાટીની લિજ્જત માણી, જુઓ VIDEO
Nicholas Pooran in IPL 2023:નિકોલસ પૂરને IPL 2023માં અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં 216.92ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે અડધી સદી ફટકારી છે.
દાલ બાટી ચુરમા રાજસ્થાનની ડિશ છે. પરંતુ, હવે આ જ ફુડ ખાધા બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો હીરો રાજસ્થાન રોયલ્સ ટીમને હરાવવાનો પ્રયાસ કરશે. મેચ પહેલા આ ખેલાડી જયપુરના રસ્તાઓ પર આવીને દાલ-બાટી ખાધી. અમે વાત કરી રહ્યા છીએ તે ખેલાડીની જે 10 બોલમાં મેચ પૂરી કરવાની શક્તિ ધરાવે છે, લખનઉ સુપર જાયન્ટસના ખેલાડી જ્યપુર પહોંચ્યા બાદ દેશી ફુડનો આનંદ માણ્યો હતો. નિકોલસ પૂરને જ્યપુરમાં દાલ બાટીનો સ્વાદ માણ્યો હતો. હવે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જયપુરમાં નિકોલસ પૂરને ખાધી દાલ બાટી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં નિકોલસ પૂરન એકલો નથી પરંતુ તેની સાથે લખનઉની ટીમના અન્ય કેટલાક ખેલાડીઓ પણ જોવા મળી રહ્યા છે, આ ખેલાડીઓને રાજસ્થાનની ડિશ વિશે ખ્યાલ છે પરંતુ નિકોલસ પુરનને આ વિશે કાંઈ ખબર નથી. પુરનની સાથે આવેશ ખાન અને રવિ બિશ્નોઈ પણ જોવા મળી રહ્યા છે. આ ત્રણેય જયપુરમાં દાલ બાટી ખાવાનો આનંદ લીધો હતો.
View this post on Instagram
દાલ બાટી ખાઈને પુરન રનનો વરસાદ કરશે
રાજસ્થાનની સ્વાદિષ્ટ વાનગી દાલ બાટીનો સ્વાદ માણ્યા બાદ હવે મેચમાં રનનો વરસાદ કરવાનો વારો છે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મેચ છે. મેદાન નાનું અને રનથી ભરેલું છે. એટલે કે લખનૌ સુપર જાયન્ટ્સના નિકોલસ પૂરન માટે રન લૂંટવાની પૂરી તક હશે.
IPL 2023 : રાજસ્થાન રોયલ્સ v/s લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે આજે મુકાબલો,મેચમાં કોણ મારશે બાજી ? #IPL2O23 #IPL #RajasthanRoyals #LucknowSuperGiants #RRvsLSG #LSGvRR #TV9News
— Tv9 Gujarati (@tv9gujarati) April 19, 2023
નિકોલસ પુરને આઈપીએલ 2023માં અત્યારસુધી 5 મેચમાં 216.92ની સ્ટ્રાઈકથી રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે એક અડધી સદી ફટકારી છે. ત્યારે આ ખેલાડીને રન કરતા રોકવો રાજસ્થાનના ખેલાડીઓ માટે મોટો પડકાર હશે.રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ બંને ટીમો વચ્ચેની આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે, જે રાજસ્થાન રોયલ્સનું હોમ ગ્રાઉન્ડ છે. જયપુરમાં આ સિઝનની આ પ્રથમ મેચ છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો