Boxing: ઓલિમ્પિક મેડલિસ્ટ લોવલિના બોર્ગોહેનની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાતા નેશનલ ચેમ્પિયન અરુંધતી ચૌધરી કોર્ટમાં પહોંચી

Boxing: ઓલિમ્પિક મેડલિસ્ટ લોવલિના બોર્ગોહેનની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાતા નેશનલ ચેમ્પિયન અરુંધતી ચૌધરી કોર્ટમાં પહોંચી
Lovlina Borgohain

આ યુવા બોક્સરે ભારતીય બોક્સિંગ ફેડરેશનની પસંદગી પ્રક્રિયાને લઈને BFIને કોર્ટમાં ઘસેડ્યુ છે અને પોતાના માટે ન્યાયની માંગણી કરી છે.

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Nov 10, 2021 | 8:19 AM

રાષ્ટ્રીય ચેમ્પિયન અરુંધતી ચૌધરી (Arundhati Chaudhary) એ બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BFI)ના ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેન (Lovlina Borgohain) ને મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ (Women World Boxing championship) માટે ટ્રાયલ વિના પસંદ કરવાના નિર્ણય સામે વિરોધ કર્યો છે. તેમે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખટખટાવ્યો. ડિફેન્ડિંગ યુથ વર્લ્ડ ચેમ્પિયન અરુંધતી 70 કિગ્રા વજન વર્ગ માટે ટ્રાયલ ઇચ્છે છે, જેના માટે ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનના આધારે લોવલીનાની સીધી પસંદગી કરવામાં આવી છે.

રાષ્ટ્રીય ચેમ્પિયન બાકીની તમામ 11 વેઇટ કેટેગરીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 19 વર્ષીય બોક્સરની અરજી બુધવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને BFIના ટોચના અધિકારીએ મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું કે ફેડરેશન કોર્ટના નિર્દેશોનું પાલન કરશે.

જે ચેમ્પિયનશિપ માટે અરુંધતી આ લડાઈ લડી રહી છે તે કોવિડને કારણે સ્થગિત થઈ શકે છે. તુર્કીમાં કોવિડ-19ના વધતા જતા કેસોને કારણે આગામી વર્ષે માર્ચ સુધી ઈસ્તાંબુલમાં 4 થી 18 ડિસેમ્બર સુધી યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપને મુલતવી રાખવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન દ્વારા આ અઠવાડિયે ટુર્નામેન્ટ મોકૂફ રાખવાની ઔપચારિક જાહેરાત બાદ સ્પર્ધા માટે નવી પસંદગી નીતિ તૈયાર કરવામાં આવી શકે છે.

આ વાતની દર્શાવી આશંકા

એઆઈબીએ ના પ્રવક્તાએ ટેલિફોનીક વાતચિત દ્વારા મીડિયા અહેવાલમાં કહ્યું, વર્લ્ડ ચેમ્પિયનશીપ મુલતવી રાખવામાં આવે તેવી તમામ શક્યતાઓ છે કારણ કે ઘણા દેશોએ ત્યાં કોવિડ કેસોને ધ્યાનમાં રાખીને તુર્કી જવાની આશંકા વ્યક્ત કરી છે. એઆઈબીએ ના પ્રમુખ ઓમર ક્રેમલેવે જણાવ્યું હતું. એક મીટિંગ પહેલેથી જ થઈ ચૂકી છે. ઘણા દેશોની હાજરીમાં આ મુદ્દા પર યોજાયો. આ અંગેનો નિર્ણય આ સપ્તાહે જાહેર થઈ શકે છે. અમે રોગચાળાને કારણે મોટા ખેલાડીઓની ગેરહાજરીમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગતા નથી.

આ સ્પર્ધા આગામી વર્ષના પ્રથમ છ મહિનામાં યોજવામાં આવી શકે છે. સોમવારે તુર્કીમાં કોરોના વાયરસના 27,824 નવા કેસ નોંધાયા હતા. છેલ્લા બે વર્ષથી તબાહી મચાવી રહેલા આ જીવલેણ ચેપને કારણે સોમવારે 187 લોકોના મોત થયા હતા. એવું માનવામાં આવે છે કે કેસોમાં વધારો થવાનું કારણ વાયરસનું ડેલ્ટા સ્વરૂપ છે. ભારતે 70 કિગ્રા વર્ગમાં ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા લોવલિના બોર્ગોહેનને સીધી એન્ટ્રી આપી હતી જ્યારે ડિફેન્ડિંગ નેશનલ ચેમ્પિયન અન્ય તમામ કેટેગરીમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાના હતા.

આ પણ વાંચોઃ T20 World Cup: ટીમ ઇન્ડિયાની વિશ્વકપમાં કંગાળ રમત થી બહાર થવા પર આ દિગ્ગજે કહ્યુ આમ, કોહલી વિશે પણ કહી આ વાત

આ પણ વાંચોઃ IPL 2022: મેગા ઓક્શન પહેલા સંજૂ સેમસને રાજસ્થાન રોયલ્સ સાથે ફાડ્યો છેડો, CSK સાથે જોડાવાની શક્યતા

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati