AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાઇક બાદ હવે એમએસ ધોની રાંચીમાં કાર ચલાવતો જોવા મળ્યો, વીડિયો વાયરલ થયો

આઈપીએલ 2025 બાદ એમએસ ધોની રાંચી પરત ફર્યો છે. અહી પોતાની બ્લેક કાર લઈને ફરતો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, 43 વર્ષનો ધોની આઈપીએલમાં 2026માં રમે તેવી શક્યતા તેની ફિટનેસ પર નિર્ભર કરે છે.

બાઇક બાદ હવે એમએસ ધોની રાંચીમાં કાર ચલાવતો જોવા મળ્યો, વીડિયો વાયરલ થયો
Follow Us:
| Updated on: Jun 29, 2025 | 10:03 AM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન એમએસ ધોની આઈપીએ લ 2025 બાદ પોતાના ઘર રાંચી ગયો હતો. રાંચીમાં અનેક વખત ધોની સ્પૉટ થતો જોવા મળે છે. એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ધોની પોતાની બ્લેક રંગની કાર ખુદ ડ્રાઈવ કરતો જોવા મળી રહ્યો છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ધોની આ પહેલા રાંચીમાં બાઈક ચલાવતો પણ જોવા મળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ધોની રાંચીમાં જ રહે છે.

શું આઈપીએલ 2026 રમશે ધોની?

ક્રિકેટના ચાહકોનો માહી ભાઈ એટલે મહેન્દ્ર સિંહ ધોની 43 વર્ષનો થઈ ચૂક્યો છે. ત્યારે હવે લોકોના મનમાં એક સવાલ ઉભો થાય છે કે,શું આઈપીએલ 2026 રમશે ધોની? આ સવાલ દરેક લોકોના મનમાં ચાલી રહ્યો છે. પરંતુ આ વાત સંપૂર્ણ તેની ફિટનેસ પર નિર્ભર કરશે. માહીની ફિટનેસ જો સારી રહી તો તે જરુર આગામી સીઝનમાં આઈપીએલમાં રમતો જોવા મળી શકે છે. ધોની અને તેની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન આઈપીએલ 2025માં આટલું કાંઈ ખાસ રહ્યું નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે 14માંથી માત્ર 4 મેચ જીતી હતી. 8 મેચ હાર્યા બાદ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને હતી. ધોનીએ ગત્ત સીઝનમાં આઈપીએલમાં 14 મેચમાં માત્ર 196 રન બનાવ્યા હતા.

ATM ડેબિટકાર્ડના આ 13 કમાલના ઉપયોગ, જાણી લો
ઘરમાં ગંદકી ફેલાવતા ગરોળી, કીડી અને વંદા થશે છૂમંતર, જાણો રીત
Vastu Tips: શ્રાવણના સોમવારે આ 3 રંગના કપડાં પહેરો, મનગમતો વર મળી જશે !
શું શેમ્પૂ બદલવાથી વાળ ખરતા બંધ થઇ જાય ?
વરસાદમાં નહાવું સ્વાસ્થ્ય માટે સારું છે કે નુકસાનકારક?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ભીડેના પરિવાર વિશે જાણો

2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો

એમએસ ધોનીએ 2020માં ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું હતુ. તેમણે 15 ઓગ્સટ 2020માં પોતાના રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી. ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરમાં 90 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેમણે 4876 રન બનાવ્યા છે.ધોનીના નામે ટેસ્ટમાં સદી અને 33 અડધી સદી છે. આ સિવાય 350 વનડેમાં ધોનીએ 10773 રન બનાવ્યા છે. વનડે ફોર્મેટની જો આપણે વાત કરીએ તો 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે. આ સિવાય 98 ટી20 મેચમાં 2 ફિફટી પણ સામેલ છે. ધોનીએ 1617 રન બનાવ્યા છે.

ધોનીને માહી બનાવવામાં તેના પરિવારની મહત્વની ભૂમિકા છે. મહેન્દ્ર સિંહ ધોનીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
અરે આની શરણાઈએ તો હુબહુ IPLની ટોનનો અવાજ કાઢ્યો- જુઓ Video
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ, નદી-વોકળા બેકાંઠે વહેતા ટ્રેકટર તણાયુ
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
ડીસામાં રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ, ઘરોમાં પાણી સાથે કાદવ-કીચડ ભરાયો
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
બનાસકાંઠાના પાલનપુરમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ, ઠેર-ઠેર ભરાયા પાણી
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
આજનો દિવસ કઈ રાશિના જાતકો માટે 'સુખદ સમાચાર' લાવશે?
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી !
g clip-path="url(#clip0_868_265)">