MI vs DC Live Score, IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સિઝનમાંથી વિજય સાથે વિદાય, દિલ્હીને 5 વિકેટ આપી હાર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 12:00 AM

Mumbai Indians vs Delhi Capitals Live Score in Gujarati: મુંબઈ પહેલેથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે, પરંતુ તે આજે દિલ્હીનું કામ બગાડી શકે છે.

MI vs DC Live Score, IPL 2022 : મુંબઈ ઈન્ડિયન્સની સિઝનમાંથી વિજય સાથે વિદાય, દિલ્હીને 5 વિકેટ આપી હાર
MI vs DC: વાનખેડે સ્ટેડિયમમાં થઈ રહી છે ટક્કર

MI vs DC, IPL 2022: આઇપીએલ 2022 માં, દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આજે વાનખેડે સ્ટેડિયમમાં સામસામે છે. મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનની આ છેલ્લી મેચ છે. આવી સ્થિતિમાં તે આ ટૂર્નામેન્ટને જીત સાથે સમાપ્ત કરવા માંગશે. પરંતુ જો તે આમ કરવામાં સફળ રહે છે તો આ મેચ દિલ્હીની છેલ્લી મેચ પણ સાબિત થઈ શકે છે કારણ કે પ્લેઓફમાં જવા માટે દિલ્હીને કોઈપણ કિંમતે આ મેચ જીતવી જરૂરી છે. આવી સ્થિતિમાં ઋષભ પંતની કપ્તાની હેઠળની આ ટીમ મુંબઈને હરાવવા માટે જાનની બાજી લગાવી દેશે.

MI vs DC: બંને ટીમોની Playing XI

દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મયંક માર્કન્ડેય, હ્રિતિક શોકીન, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 21 May 2022 11:17 PM (IST)

    Mumbai vs Delhi Live Score: રમનદીપની બાઉન્ડરી

  • 21 May 2022 11:15 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ટિમ ડેવિડ આઉટ

  • 21 May 2022 11:14 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ટિમ ડેવિડના વધુ 2 છગ્ગા

    18મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર ટિમ ડેવિડે બેક ટુ બેક બે છગ્ગા જમાવ્યા હતા. શાર્દૂલ ઠાકુર આ ઓવર લઈને આવ્યો હતો. આ સાથે જ મુંબઈ લક્ષ્યની નજીક પહોંચ્યુ હતુ.

  • 21 May 2022 11:07 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ટિમ ડેવિડે છગ્ગો ફટકાર્યો

    17મી ઓવર ખલિલ અહેમદ લઈને આવ્યો હતો. ઓવરના પ્રથમ બોલ પર તિલક વર્માએ બાઉન્ડરી લગાવી હતી. ત્યાર બાદ ત્રીજા બોલ પર વધુ એક ચોગ્ગો ટિમ ડેવિડે લગાવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર ટિમ ડેવિડે છગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 17 રન આવ્યા હતા.

  • 21 May 2022 11:05 PM (IST)

    Mumbai vs Delhi Live Score: તિલક વર્માએ છગ્ગો લગાવ્યો

    16મી ઓવર લઈને એનરિક નોરખિયા આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર તિલક વર્માએ છગ્ગો લગાવ્યો હતો. 85 મીટર લાંબો આ છગ્ગો હતો. ઓવરના અંતિમ બોલે ચોગ્ગો લગાવ્યો હતો. આમ ઓવરમાં 13 રન આવ્યા હતા.

  • 21 May 2022 10:54 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ટિમ ડેવિડે લગાવ્યો છગ્ગો

    15મી ઓવરમા આ પહેલા ટિમ ડેવિડ આઉટ સાઈડ એડ્જ હતો અને તેની પર હા-ના કરવામાં રિવ્યૂ લીધુ નહી અને ડેવિડનો બચાવ થયો હતો. તો આ મોકાનો ફાયદો ઉઠાવતા ઓવરના અંતિમ બોલ પર 97 મીટર લાંબો છગ્ગો જમાવી દીધો હતો.

  • 21 May 2022 10:53 PM (IST)

    Mumbai vs Delhi Live Score: બ્રેવિસ આઉટ

    15મી ઓવર શાર્દૂલ ઠાકુર લઈને આવ્યો હતો. આ ઓવરમાં ત્રીજા બોલ પર શાર્દૂલ ઠાકુરે મહત્વની વિકેટ ઝડપી હતી. ડેવાલ્ડ બ્રેવિસની વિકેટ ઝડપીને તેની આક્રમક ઈનીંગને સમાપ્ત કરી દીધી હતી. તે 37 રન નોંધાવીને આઉટ થયો હતો.

  • 21 May 2022 10:50 PM (IST)

    Mumbai vs Delhi Live Score: બ્રેવિસની સિક્સર

    13 મી ઓવર લઈને અક્ષર પટેલ આવ્યો હતો. તેની ઓવરના પ્રથમ બોલ પર જ ડેવાલ્ડ બ્રેવિસે છગ્ગો લગાવ્યો હતો. તેણે લોંગ ઓન પર છગ્ગા માટે શોટ લગાવ્યો હતો. ઓવરમાં 10 રન મળ્યા હતા.

  • 21 May 2022 10:39 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ડેવિલ્ડ બ્રેવિસને જીવતદાન

    ડેવિલ્ડ બ્રેવિસને જીવતદાન મળ્યુ, તેનો આસાન કેચ ઋષભ પંતે છોડ્યો હતો. બ્રેવિસે કુલદીપ યાદવના બોલ પર શોટ લગાવતા બોલ હવામાં ઉંચો ઉઠળ્યો હતો. નિચે વિકેટકીપર અને દિલ્હીના કેપ્ટન ઋષભ પંતના હાથમાં આવેલો કેચ છૂટી ગયો હતો.

  • 21 May 2022 10:37 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ઈશાન કિશને આઉટ

    કુલદીપ યાદવે ઈશાન કિશનને પોતાની અડધી સદી પૂરી કરવાની તક આપી ન હતી. ઈશાન સ્લોગ સ્વીપ કરીને રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ તે ડેવિડ વોર્નરના હાથે કેચ થઈ ગયો. તે 35 બોલમાં 48 રન બનાવીને પરત ફર્યો હતો.

  • 21 May 2022 10:34 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ઈશાન કિશને વધુ છગ્ગો લગાવ્યો

    11 મી ઓવરના બીજા બોલ પર ઈશાન કિશને છગ્ગો લગાવ્યો હતો. અક્ષર પટેલ ઓવર લઈને આવ્યો હતો. ડીપ મીડ વિકેટ પર છગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 12 રન મળ્યા હતા.

  • 21 May 2022 10:30 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ઈશાન કિશને પણ લગાવી સિક્સર

    કુલદીપ યાદવના બોલ પર ઈશાન કિશને છગ્ગો જમાવી દીધો હતો. 10મી ઓવરમાં આ બીજો છગ્ગો હતો. આ પહેલા એબી બેબીએ છગ્ગો લગાવ્યો હતો. તેનો આ છગ્ગો મેદાનમાં રાખેલી કાર પર જઈને વાગ્યો હતો.

  • 21 May 2022 10:29 PM (IST)

    Mumbai vs Delhi Live Score: એબી બેબીની સિક્સર

    મુંબઈને હવે બાઉન્ડરીની બહાર બોલ પહોંચે તેવા શોટની જરુર છે. તેની શરુઆત હવે એબી બેબી એટલે કે ડેવાલ્ડ બ્રેવિસે કરી છે. તેણે કુલદીપ યાદવ લઈે આવેલ 10મી ઓવરના બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. ત્યાર બાદ આગળના બોલ પર બાઉન્ડરી ફટકારી હતી.

  • 21 May 2022 10:26 PM (IST)

    Mumbai vs Delhi Live Score: અક્ષર પટેલ તરફથી કરકસરભરી ઓવર

    અક્ષર પટેલે નવમી ઓવર નાંખી જેમાં અક્ષર પટેલે ચાર રન આપ્યા. જો મુંબઈ વિકેટ ન ગુમાવે તો તે આસાનીથી મેચ જીતી શકે છે. તેઓએ માત્ર દબાણ હેઠળ વિખેરાઈ જવાથી બચવાનુ છે.

  • 21 May 2022 10:19 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ડેવાલ્ડ બ્રેવિસે છગ્ગો ફટકાર્યો

    કુલદીપ યાદવે આઠમી ઓવરમાં સાત રન આપ્યા હતા. ઓવરના પાંચમા બોલ પર, બ્રેવિસે સ્લોગ સ્વીપ કરતી વખતે ડીપ મિડ-વિકેટ પર સિક્સર ફટકારી.

  • 21 May 2022 10:18 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ઈશાનની બાઉન્ડરી

    ઈશાન કિશને 7મી ઓવરના અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જેની મુંબઈને જરુર વર્તાઈ રહી છે. મિશેલ માર્શ આ ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં 6 રન મેળવ્યા હતા.

  • 21 May 2022 10:14 PM (IST)

    Mumbai vs Delhi Live Score: રોહિત શર્મા આઉટ

    રોહિત શર્મા છઠ્ઠી ઓવરના બીજા બોલ પર આઉટ થયો હતો. ઓવરના બીજા બોલ પર રોહિતે મિડ ઓન પર બોલ રમ્યો હતો પરંતુ તે શાર્દુલ ઠાકુરના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતની ખરાબ સિઝનનો અંત ખરાબ ઇનિંગ્સ સાથે થયો. આ સિવાય ઓવરમાં માત્ર બે રન જ આવ્યા હતા.

  • 21 May 2022 10:12 PM (IST)

    Mumbai vs Delhi Live Score: કિશને ઠાકુર પર સિક્સ ફટકારી

    કિશને ચોથી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારી હતી. શાર્દુલ ઠાકુરનો આ બોલ લેગ સ્ટમ્પ પર હતો, જેને કિશને ફાઈન લેગ પર છ રન આપીને મોકલ્યો હતો.

  • 21 May 2022 10:06 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ખલીલની શાનદાર બોલિંગ

    ખલીલ અહેમદે ત્રીજી ઓવરમાં રોહિત શર્માને રન બનાવવાની કોઈ તક આપી ન હતી. રોહિતે તેના લહેરાતા બોલ પર ફટકારવાનુ ચાલુ રાખ્યું. ખલીલે સ્વિંગ બોલિંગનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.

  • 21 May 2022 09:50 PM (IST)

    Mumbai vs Delhi Live Score: નોર્ખિયા પર ઈશાને છગ્ગો ફટકાર્યો

    બીજી ઓવર લઈને એનિરક નોરખિયા આવ્યો હતો. ઓવરની શરુઆત ઈશાન કિશને બાઉન્ડરી વડે કરી હતી. ત્રીજા બોલ પર ફરી એકવાર બાઉન્ડરી લગાવી હતી. ઓવરના પાંચમાં બોલ પર ડીપ સ્કેવર પર થી ઈશાને શાનદાર છગ્ગો જમાવી દીધો હતો. ઓવરમાં 14 રન મેળવ્યા હતા.

  • 21 May 2022 09:47 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ખલિલ અહેમદની કરકસર ભરી ઓવર

    ખલિલ અહેમદે પ્રથમ ઓવર ખૂબ જ કરકસર ભરી કરી છે. તેણે માત્ર એક સિંગલ રન આપ્યો છે. ઈશાન કિશને ચોથા બોલ પર રન મેળવ્યો હતો.

  • 21 May 2022 09:43 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મુંબઈની ઈનીંગ શરુ

    રોહિત શર્મા અને ઈશાન કિશન ઓપનીંગ માટે ક્રિઝ પર આવ્યા છે. તો દિલ્હી કેપિટલ્સ તરફ થી પ્રથમ ઓવર લઈને ખલિલ અહેમદ આવ્યો છે.

  • 21 May 2022 09:37 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મુંબઈને 160 રનની જરૂર

    પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. દિલ્હી માટે શરૂઆત ખરાબ રહી હતી પરંતુ ત્યારબાદ પંત અને પોવેલે દિલ્હીની કમાન સંભાળી હતી, પરંતુ મુંબઈએ છેલ્લી ઓવરોમાં વાપસી કરીને દિલ્હીને મોટો સ્કોર કરવા દીધો ન હતો.

  • 21 May 2022 09:21 PM (IST)

    Mumbai vs Delhi Live Score: અક્ષર પટેલની સિક્સર

    અક્ષર પટેલે છગ્ગો જમાવી દીધો હતો. અંતમાં જ્યારે સ્કોર બોર્ડના આંકડાને શક્ય એટલો વધારવાના પ્રયાસના રુપમાં અક્ષરે શાનદાર સિક્સર જમાવી હતી.

  • 21 May 2022 09:20 PM (IST)

    Mumbai vs Delhi Live Score: શાર્દૂલ ઠાકુર આઉટ

    અંતિમ ઓવરમાં ત્રીજા બોલ પર શાર્દૂલ ઠાકુર કેચ આઉટ થયો હતો.

  • 21 May 2022 09:11 PM (IST)

    Mumbai vs Delhi Live Score: રોવમેન પોવેલનો બુમરાહે કર્યો શિકાર

    19મી ઓવરના બીજા બોલ પર જસપ્રીત બુમરાહે રોવમેન પોવેલને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. પોવેલે 34 બોલમાં 43 રન કર્યા હતા.

  • 21 May 2022 09:09 PM (IST)

    Mumbai vs Delhi Live Score: અક્ષર પટેલે જમાવ્યો છગ્ગો

    ડેનિયલ સેમ્સ 18મી ઓવર લઈને આવ્યો હતો. તેના સ્પેલની આ અંતિમ ઓવર હતી. તેની ઓવરના ચોથા બોલ પર શાનદાર છગ્ગો લગાવ્યો હતો. જે સ્ટેન્ડમાં પહોંચ્યો હતો.

  • 21 May 2022 09:08 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પોવેલે છગ્ગો લગાવ્યો

    17મી ઓવરના અંતિમ બોલ પર રોવમેન પોવેલે છગ્ગો લગાવ્યો હતો. જસપ્રીત બુમરાહની ઓવરમાં તેણે ખૂબ જ ઉંચો શોટ લગાવ્યો હતો

  • 21 May 2022 09:01 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ઋષભ પંતે ગુમાવી વિકેટ

    રમનદીપે પંતને આઉટ કર્યો છે. રમનદીપે ફરીથી 16મી ઓવરનો છેલ્લો બોલ નિશ્ચિત વ્યૂહરચના મુજબ ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો. આ વખતે બોલ પંતના બેટની કિનારી લઈને વિકેટકીપર કિશનના ગ્લોવ્સમાં ગયો હતો.

  • 21 May 2022 09:00 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પંતે પહેલા બાઉન્ડરી, બાદમાં છગ્ગો જમાવ્યો

    16મી ઓવર રમન દીપ લઈને આવ્યો હતો. ઓવર ત્રીજા અને ચોથા બોલ પર બાઉન્ડરી ફટકારી દીધી હતી. ત્યાર બાદ પાંચમાં બોલ પર શાનદાર છગ્ગો લગાવ્યો હતો. જે સીધો જ એલઈડી બોર્ડ પર જઈને અથડાયો હતો.

  • 21 May 2022 08:51 PM (IST)

    Mumbai vs Delhi Live Score: રન પર નિયંત્રણ રાખવા સેમ્સનો પણ પ્રયાસ

    15મી ઓવર લઈને ડેનિયલ સેમ્સ આવ્યો હતો, આ ઓવરમાં તેણે પણ બોલીંગ કસીને કરવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે 4 સિંગલ રન અને એક ડબલ રન આપ્યા હતા. તેણે બીજો બોલ વાઈડ કર્યો હતો. ઓવરમાં 7 રન આપ્યા હતા.

  • 21 May 2022 08:48 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મુંબઈના સપોર્ટમાં બેંગ્લોર એકજૂટ દેખાયુ

  • 21 May 2022 08:47 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મેરેડિથની કરકસર ભરી ઓવર

    14 મી ઓવર કરકસર ભરી રહી હતી. એક રીતે મુંબઈ માટે રાહત રુપ રહી હતી. પોવેલ જે પ્રમાણે છગ્ગા લગાવી રહ્યો છે એ વચ્ચે રિલે મેરેડિથે આ ઓવરમાં માત્ર 2 જ રન આપ્યા હતા. જેમાં એક રન તેણે વાઈડના રુપમાં આપ્યો હતો.

  • 21 May 2022 08:33 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પોવેલની વધુ સિક્સર

    13 મી ઓવરમાં પણ રોવમેન પોવેલની ધમાલ જારી છે. તેણે ઓવરની શરુઆતના બોલ પર જ છગ્ગો જમાવી દીધો હતો. આગળના બોલ પર બાયના રુપમાં ટીમને ચાર રન મળ્યા હતા. ઓવરમાં 13 રન આવ્યા હતા

  • 21 May 2022 08:29 PM (IST)

    Mumbai vs Delhi Live Score: રોવમેન પોવેલે હ્રિતિકની ધોલાઈ કરી

    12 મી ઓવર લઈને હ્રિતિક શોકીન આવ્યો હતો. આ ઓવર મુંબઈ માટે ખૂબ મોંઘી રહી હતી. ઓવરના બીજા બોલ પર રોવમેન પોવેલે છગ્ગો ફટકાર્યો હતો. તેણે આ છગ્ગો એક ઘૂંટણ પર બેસીને જમાવી દીધો હતો. બીજો છગ્ગો ઓવરમાં ચોથા બોલ પર મીડ વિકેટ પર થઈને લગાવ્યો હતો. આગળના બોલ પર બાઉન્ડરી ફટરારી હતી. આમ ઓવરમાં 20 રન આવ્યા હતા.

  • 21 May 2022 08:28 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પંતની બાઉન્ડ્રી

    પંતે 11મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. મયંકે આ બોલ શોર્ટ નાખ્યો, જે પંતે લોંગ ઓન પર પુલ રમ્યો હતો. બોલ તિલક વર્મા પાસે ગયો, પરંતુ તે મિસફિલ્ડ થઈ ગયો અને પંતના ભાગે ચોગ્ગો મળ્યો હતો.

  • 21 May 2022 08:27 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મુંબઈ નો રીવ્યૂ બેકાર ગયો

    રોવમેન પોવેલે 10મી ઓવર ફેંકી રહેલા શૌકીનના ત્રીજા બોલ પર સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો હતો. ઑફ-સ્ટમ્પની બહાર અથડાતા આ બોલે થોડો વધારાનો બાઉન્સ લીધો, જેના કારણે પાવેલ ચૂકી ગયો અને બોલ તેના શરીર પર વાગ્યો. મુંબઈએ અપીલ કરી હતી જેને અમ્પાયરે ફગાવી દીધી હતી. આ મુંબઈ દ્વારા લેવામાં આવ્યું હતું જે નિષ્ફળ રહ્યું હતું.

  • 21 May 2022 08:12 PM (IST)

    Mumbai vs Delhi Live Score: સરફરાઝ ખાને ગુમાવી વિકેટ

    સરફરાઝ ખાન પેવેલિયન પરત ફર્યો છે. મયંક માર્કંડેની શાનદાર લેગ સ્પિન સામે સરફરાઝ ફસાઈ ગયો. મયંકનો બોલ ઓફ સ્ટમ્પ પર પડ્યો અને આઉટ થયો. સરફરાઝે તેનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં ગયો.

  • 21 May 2022 08:10 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ઋષભ પંતની બાઉન્ડરી

    8મી ઓવર લઇને રિલે મેરિડેથ આવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ચોગ્ગો લગાવ્યો હતો. શોર્ટ લેંથ ડિલિવરી હતી અને તેના પર થર્ડ મેનના વિસ્તારમાંથી બાઉન્ડરી લગાવી હતી

  • 21 May 2022 08:09 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મયંક માર્કંડેની કસીને ઓવર

    મયંક માર્કંડે 7મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરમાં તેણે કસીને બોલીંગ કરી હતી. ઓવરમાં તેણે માત્ર 4 રન આપ્યા હતા. ઓવરની શરુઆતના બંને બોલ ખાલી નિકાળ્યા હતા. જ્યારે બે સિંગલ અને એક ડબલ રન ઓવરમાં આપ્યા હતા.

  • 21 May 2022 07:59 PM (IST)

    Mumbai vs Delhi Live Score: સરફરાઝ ખાને છગ્ગો ફટકાર્યો

    બુમરાહના બોલ પર મોહસીન ખાને છગ્ગો ફટકાર્યો હતો. પાવર પ્લેના અંતિમ બોલ પર મોહસીને છ રન મેળવ્યા હતા. તેણે બોલને સિધો જ સ્ટેન્ડમાં મોકલી દીધો હતો. ઓવરમાં પૃથ્વી શોની મહત્વની વિકેટ ગુમાવી હતી. અને ઓવરમાં 8 રન આવ્યા હતા.

  • 21 May 2022 07:58 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પૃથ્વી શો આઉટ

    પૃથ્વી શો આઉટ થઈ ગયો છે. જસપ્રીત બુમરાહે તેનો શિકાર કર્યો છે. છઠ્ઠી ઓવરના ચોથા બોલે, બુમરાહે બાઉન્સર ફેંક્યો જે શૉના ચહેરા પર આવ્યો હતો. શોએ તેને બહાર હટી જઈને રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ શૉના ગ્લોવ્ઝ સાથે અથડાયો અને વિકેટકીપર ઈશાન કિશનના હાથમાં ગયો.

  • 21 May 2022 07:57 PM (IST)

    Mumbai vs Delhi Live Score: શૌકીનનું ચોગ્ગા સાથે સ્વાગત

    શો એ હૃતિક શોકિનને ફોર સાથેઆવકાર્યો છે, જે પાંચમી ઓવર લાવ્યો હતો. રાઉન્ડ ધ વિકેટ બોલિંગ કરી રહેલા શૌકિને બોલ મિડલ સ્ટમ્પ તરફ આપ્યો, જેના પર પૃથ્વીએ સ્વીપ ગેમ ફોર ફટકારી.

  • 21 May 2022 07:47 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મિશેલ માર્શ પણ આઉટ

    જસપ્રીત બુમરાહે ચોથી ઓવરના બીજા બોલ પર મિશેલ માર્શને આઉટ કર્યો હતો. બુમરાહના બોલ પર માર્શે બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બેટ બોલની લાઇનમાં ન હતું, તેથી બોલ કિનારી લઈને લઈને સ્લિપમાં ગયો અને ત્યાં ઉભેલા રોહિત શર્માએ તેનો કેચ પકડ્યો.

  • 21 May 2022 07:44 PM (IST)

    Mumbai vs Delhi Live Score: ડેવિડ વોર્નર આઉટ

    વોર્નર ત્રીજી ઓવરના અંતિમ બોલ પર આઉટ થયો હતો. વોર્નરે સેમ્સના ઓફ-સ્ટમ્પની બહાર બોલને કટ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની બહારની કિનારી લઈને સીધો શોર્ટ થર્ડ મેન પર ઉભેલા જસપ્રિત બુમરાહના હાથમાં ગયો હતો.

    વોર્નર - 5 રન, 6 બોલમાં 1x4

  • 21 May 2022 07:43 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પૃથ્વી શો એ છગ્ગો જમાવ્યો

    શૉએ ત્રીજી ઓવરના બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. શૉ સેમ્સના ઑફ-સ્ટમ્પને ફટકારવા માટે આગળ આવ્યો, તેણે પોતાને રુમ આપી અને પછી બોલને મિડ-ઑફ પર એક શાનદાર સિક્સર માટે મોકલ્યો.

  • 21 May 2022 07:38 PM (IST)

    Mumbai vs Delhi Live Score: વોર્નરે ચોગ્ગો ફટકાર્યો

    બીજી ઓવર લઈને હ્રિતિક શોકીન આવ્યો હતો. ઓવરના પાંચમાં બોલ પર મીડ ઓન પર સળળ બાઉન્ડરી લગાવી હતી. ઓવરમાં 6 રન મળ્યા હતા.

  • 21 May 2022 07:35 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પૃથ્વી શોની બાઉન્ડરી

    શરુઆતના 4 બોલને પૃથ્વી શોએ ખાલી નિકાળ્યા હતા. તેણે ચારેય બોલ પર જાણે કે અભ્યાસ કર્યો અને બાદમાં રમતની વિધીવત જાણે શરુઆત કરી હતી. સેમ્સ લઈને આવેલ પ્રથમ ઓવરના પાંચમા બોલ પર તેણે બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 6 રન આવ્યા હતા.

  • 21 May 2022 07:33 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મેચ શરુ

    પૃથ્વી શો અને ડેવિડ વોર્નર બંને ઓપનીંગ જોડી તરીકે આવ્યા છે. પૃથ્વી શો પ્લેયીંગ ઈલેવનમાં પરત ફર્યો છે અને તેણે ફરી એકવાર દિલ્હીની શરુઆત માટેની જવાબદારી સંભાળી છે. ડેનિયલ સેમ્સ મુંબઈ તરફ થી ઓવર લઈને આવ્યો છે.

  • 21 May 2022 07:19 PM (IST)

    Mumbai vs Delhi Live Score: દિલ્હીની પ્લેયીંગ 11

    દિલ્હી કેપિટલ્સ: ઋષભ પંત (કેપ્ટન-વિકેટકીપર), પૃથ્વી શો, ડેવિડ વોર્નર, સરફરાઝ ખાન, મિશેલ માર્શ, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ, એનરિક નોરખિયા

  • 21 May 2022 07:19 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મુંબઈની પ્લેયીંગ 11

    મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, રમનદીપ સિંહ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મયંક માર્કન્ડેય, હ્રિતિક શોકીન, જસપ્રિત બુમરાહ, રિલે મેરેડિથ.

  • 21 May 2022 07:18 PM (IST)

    Mumbai vs Delhi Live Score: વરસાદ શરુ થઈને રોકાઈ ગયો

    ટોસ દરમિયાન વરસાદ પડ્યો અને તે મેદાન પર કવર પણ લાવ્યો. પરંતુ હવે વરસાદ બંધ થઈ ગયો છે જે સારા સમાચાર છે. કવર દૂર કરવામાં આવી રહ્યા છે.

  • 21 May 2022 07:06 PM (IST)

    Mumbai vs Delhi Live Score: મુંબઈએ જીત્યો ટોસ, પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી

    મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ટ્રિસ્ટન સ્ટબ્સની જગ્યાએ ડેવાલ્ડ બ્રેવિસની વાપસી થઈ છે અને સંજય યાદવની જગ્યાએ હ્રિતીક શોકિન આવ્યો છે. દિલ્હીએ પોતાની ટીમમાં ફેરફાર કર્યો છે. પૃથ્વી શૉ પાછો ફર્યો છે અને લલિત યાદવ આઉટ છે.

  • 21 May 2022 06:59 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પિચ રિપોર્ટ

    પીચ રિપોર્ટમાં દીપદાસ ગુપ્તાએ કહ્યું, "પિચ પર થોડું ઘાસ છે. બોલ રોકાઈને આવી શકે છે, અસમાન પણ રહી શકે છે. બંને ટીમના બેટ્સમેનોએ થોડી સાવધાનીપૂર્વક રમવું પડશે. એવું લાગતું નથી કે હાઈસ્કોરિંગ મેચ હશે."

  • 21 May 2022 06:58 PM (IST)

    Mumbai vs Delhi Live Score: બેંગલોર માટે પણ મહત્વપૂર્ણ મેચ

    આ મેચ માત્ર દિલ્હી માટે જ નહીં પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે પણ મહત્વની છે. તેનું પ્લેઓફ ભવિષ્ય પણ આ મેચ પર ટકે છે. જો દિલ્હી જીતશે તો બેંગ્લોર બહાર થઈ જશે અને જો દિલ્હી હારી જશે તો બેંગ્લોરને પ્લેઓફની ટિકિટ મળશે.

  • 21 May 2022 06:57 PM (IST)

    Mumbai vs Delhi Live Score: હેડ ટુ હેડ આંકડા

    જો બે ટીમો વચ્ચેના રેકોર્ડ ટુ હેડના આંકડા જોઈએ તો મુંબઈની ટીમનો દબદબો છે. બંને વચ્ચે કુલ 31 મેચ રમાઈ છે, જેમાંથી મુંબઈએ 16 મેચ જીતી છે જ્યારે દિલ્હીએ 15 મેચ જીતી છે.

  • 21 May 2022 06:56 PM (IST)

    Mumbai vs Delhi Live Score: પ્લેઓફનું ચિત્ર થશે સ્પષ્ટ

    આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો આમને-સામને છે. આ મેચ દિલ્હી માટે મહત્વપૂર્ણ છે કારણ કે આ મેચમાં જીત તેને પ્લેઓફમાં લઈ જશે અને હાર તેમને બહાર ફેંકી દેશે. મુંબઈ ચોક્કસપણે પ્લેઓફની રેસમાંથી બહાર છે પરંતુ તેઓ સિઝનનો અંત જીત સાથે કરવા ઈચ્છશે.

Published On - May 21,2022 6:53 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">