LSG vs MI Live Score, IPL 2023 : મુંબઈ ઈન્ડિયન્સની લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 રને હાર, અંતમાં મોહસીન ખાને જબરદસ્ત કરી ઓવર
LSG vs MI Live Score in Gujarati: લખનૌ સુપર જાયન્ટ્લ અને મુંબઈ ઈન્ડિયન્સ બંને ટીમ વચ્ચે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે પૂરો દમ લગાવતી લખનૌના ઈકાના સ્ટેડેયમમાં જોવા મળશે.

IPL 2023 હવે તેના અંત તરફ આગળ વધી રહી છે. પ્લેઓફના ત્રણ સ્થાનમાં પોતાના નામની ટિકિટ મેળવવાની લડાઈ પૂરજોશમાં છે. સોમવારે ચાર પૈકી એક ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવી ચુકી છે. ગુજરાત ટાઈટન્સે 18 પોઈન્ટ્સ સાથે પોતાની ટિકિટ કાપી લીધી છે. હવે બાકીના ત્રણ સ્થાનમ માટે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ટક્કર થઈ રહી છે. જોકે બંને માટે હજુ પોતાની બાકીની બંને મેચમાં જીત જરુરી છે.
લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈગ 11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, રિતિક શોકિન, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, આકાશ મધવાલ
લખનૌ સુપર જાયન્ટ્સઃ કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, સ્વપ્નિલ સિંહ, મોહસિન ખાન.
LIVE Cricket Score & Updates
-
LSG vs MI Live Score: અંતિમ ઓવરની રમત
અંતિમ ઓવરની રમત આમ રહી, જે મોહસીન ખાન લઈને આવ્યો હતો.
- ગ્રીન, પ્રથમ બોલ ડોટ રહ્યો
- ગ્રીન, સિંગલ રન
- ડેવિડ, સિંગલ રન
- ગ્રીન, યોર્કર ડોટ બોલ
- ગ્રીન, સિંગલ રન
- ડેવિડ, 2 રન
-
LSG vs MI Live Score: વિષ્ણુ વિનોદ આઉટ
રોમાંચક મેચ. મુંબઈએ વધુ એક વિકેટ ગુમાવી છે. વિષ્ણુ વિનોદ મોટો શોટ ફટકારવા જતા ડીપ સ્ક્વેર લેગ પર કેચ ઝડપાતા માત્ર 2 રનનોંધાવીને પરત ફર્યો હતો.
-
-
LSG vs MI Live Score: 18 બોલમાં 39 રનની જરુર
મુંબઈને આ મેચ જીતવા માટે 18 બોલમાં હવે 39 રનની જરુર છે. મેચ રોમાંચક બની ચૂકી છે. વિનોદ અને ડેવિડ બંને મેદાનમાં છે અને મુંબઈ એક સમયે મજબૂત સ્થિતીમાં હતુ ત્યાં હવે સંઘર્ષની સ્થિતીમાં છે. લખનૌ પણ જબરદસ્ત બોલિંગ વડે લક્ષ્ય બચાવવા માટે પ્રયાસ કરી રહ્યુ છે.
-
LSG vs MI Live Score: નેહલ વઢેરા આઉટ
મોહસીને મેચને રોમાંચક મોડમાં લાવી દીધી છે. નેહલ વઢેરાને મોહસીને પોતાનો શિકાર બનાવ્યો છે. પુલ કરવાના પ્રયાસમાં ડીપ સ્ક્વેર લેગ તરફ કે ગૌતમના હાથમાં કેચ ઝડપાયો હતો. વઢેરા 16 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
LSG vs MI Live Score: સૂર્યકુમાર યાદવ બોલ્ડ
મુંબઈએ વધુ એક વિકેટ ગુમાવી છે. સૂર્યાકુમાર યાદવ સસ્તામાં પોતાની વિકેટ ગુમાવી બેઠો છે. તે રિવર્સ સ્વીપ શોટ રમવા જવાના પ્રયાસમાં પોતાની વિકેટ ગુમાવી બેઠો છે. યશ ઠાકુરે તેને ક્લીન બોલ્ડ કરી દીધો હતો.
-
-
LSG vs MI Live Score: ઈશાન કિશન આઉટ
રવિ બિશ્નોઈએ બીજી મોટી વિકેટ ઝડપી છે. આ વખતે તેણે ઓપનર ઈશાન કિશનને પોતાનો શિકાર બનાવ્યો છે. ઈશાન કિશન અડધી સદી નોંધાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. ઈશાને 59 રન 39 બોલમાં નોંધાવીને પરત ફર્યો છે.
-
LSG vs MI Live Score: ઈશાન કિશનની અડધી સદી
ઈશાન કિશને ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પુરી કરી હતી. કૃણાલ પંડ્યા 11મી ઓવર લઈે આવ્યો હતો અને જેની પર ઈશાન કિશને બાઉન્ડરી નોંધાવીને 34 બોલમાં પુરી કરી હતી.
-
LSG vs MI Live Score: રોહિત શર્મા OUT
રોહિત શર્મા સારી શરુઆત અપાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવીને પરત ફર્યો છે. 10મી ઓવરમાં રવિ બિશ્નોઈનો તે શિકાર થયો હતો. રોહિતે 37 રન 25 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા.
-
LSG vs MI Live Score: પાવર પ્લે સમાપ્ત, મુંબઈનો સ્કોર 58/0
મુંબઈ ઈન્ડિયન્સ માટે રોહિત શર્મા અને ઈશાન કિશને સારી શરુઆત કરાવી છે. બંનેએ આક્રમક અંદાજ અપનાવ્યો છે. પાવર પ્લેમાં વિના વિકેટે મુંબઈએ 58 રન નોંધાવ્યા હતા. પાવર પ્લેની અંતિમ ઓવરમાં યશ ઠાકુર ના પાંચમાં બોલ પર રોહિત શર્માએ છગ્ગો ફટકાર્યો હતો.
-
LSG vs MI Live Score: મુંબઈની બેટિંગ શરુ
ઈશાન કિશન અને રોહિત શર્માની ઓપનીંગ જોડીએ મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ ઈનીંગની શરુઆત કરી હતી. જ્યારે કૃણાલ પંડ્યા ઈનીંગની પ્રથમ ઓવર લઈને આવ્યો હતો.
-
LSG vs MI Live Score: સ્ટોઈનીસની અડધી સદી
18મી ઓવરમા માર્ક્સ સ્ટોઈનીસે જબરદસ્ત આક્રમક રમત દર્શાવી હતી. 24 રન ઓવરમાં લખનૌના સ્કોર બોર્ડમાં ઉમેરાયા હતા. ઓવરમાં 2 છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઓવરમાં પોતાની અડધી સદી સ્ટોઈનીસે પુરી કરી હતી.
-
LSG vs MI Live Score: કૃણાલ પંડ્યા રિટાયર્ડ હર્ટ
કૃણાલ પંડ્યા આખરે મેદાનની બહાર જવા માટે મજબૂર થયો છે. તે તકલીફ અનુભવી રહ્યો હતો. પરંતુ અડધી સદી નોંધાવવાના 1 રન પહેલા જ તે પરત ફર્યો છે. તેના સ્થાને હવે નિકોલસ પૂરન આવ્યો છે.
-
LSG vs MI Live Score: લખનૌના 100 રન પૂરા
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો સ્કોર 100 રન થયો છે. 14મી ઓવરના અંતિમ બોલ પર સ્ટોઈનીલે બોલને લોંગ ઓન પર મોકલીને સિંગલ રન લીધો હતો. કૃણાલ પંડ્યા અને સ્ટોઈનીસે ટીમનો સ્કોર યોગ્ય પડકાર બનાવવા માટેની જવાબદારી સંભાળી છે.
-
LSG vs MI Live Score: 10 ઓવરના અંતે લખનૌનો સ્કોર 68/3
લખનૌની બેટિંગ ઈનીંગની 10 ઓવરની રમત સમાપ્ત થઈ ચુકી છે. આ દરમિયાન 3 વિકેટ ગુમાવીને લખનૌએ 68 રન નોંધાવ્યા છે. કૃણાલ પંડ્યા રમતમાં છે અને કેપ્ટન ટીમની રમત સંભાળવા પ્રયાસ કરી રહ્યો છે.
-
LSG vs MI Live Score: સ્ટોઈનીસે બેટ ખોલ્યુ
અંતિમ બંને ઓવરમાં સ્ટોઈનીસના બેટથી સિક્સર જોવા મળી છે. 8મી ઓવરમાં રિતીકના બોલ પર સ્ટોઈનીસે લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો, જ્યારે 9મી ઓવરના ચોથા અને ગુગલી બોલ પર સ્વીટ સ્વીપ શોટ રમીને ડિપ મીડ વિકેટ પર છગ્ગો જમાવ્યો હતો
-
LSG vs MI Live Score: ડિકોક આઉટ
પીયૂષ ચાવલાએ 7મી ઓવરના પ્રથમ બોલ પર જ ઓપનર ક્વિન્ટન ડિકોકની વિકેટ ઝડપી છે. ડિકોક ગુગલી બોલ પર ફસાઈ ગયો અને વિકેટકીપક ઈશાન કિશનના હાથમાં કેચ આપી બેઠો હતો. તે 16 રન નોંધાવીને પરત ફર્યો હતો.
-
LSG vs MI Live Score: પાવર પ્લે સમાપ્ત
રિતીક શોકીન પાવર પ્લેની અંતિમ ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં તેણે માત્ર 3 જ રન આપ્યા હતા. આમ લખનૌની ટીમે પાવર પ્લેમાં 2 વિકેટ ગુમાવીને 35 રન નોંધાવ્યા હતા. કૃણાલ પંડ્યા અને ક્વિન્ટન ડિકોક ક્રિઝ પર છે.
-
LSG vs MI Live Score: પ્રેરક માંકડ ગોલ્ડન ડક
લખનૌની શરુઆત મુશ્કેલ બની ગઈ છે. ત્રીજી ઓવરમાં સળંગ બે બોલમાં જ બે વિકેટ ગુમાવી દીધી છે. પ્રેરક માંકડના રુપમાં જેસન બેહરનડોર્ફે વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.તે પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી બેઠો હતો.
-
LSG vs MI Live Score: દીપક હુડ્ડા આઉટ
લખનૌને પ્રથમ ઝટકો લાગ્યો. ત્રીજી ઓવર લઈને આવેલા જેસન બેહરનડોર્ફે પ્રથમ બોલ પર જ દીપક હુડ્ડાને પોતાનો શિકાર બનાવ્યો હતો. આગળ આવીને રુમ બનાવીને શોટ જમાવતા તે મિડ ઓન પર ટિમ ડેવિડે કેચ ઝડપ્યો હતો.
-
LSG vs MI Live Score: લખનૌની બેટિંગ શરુ
ક્વિન્ટન ડિકોક અને દીપક હુડ્ડાએ લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ ઈનીંગની શરુઆત કરી છે. પ્રથમ ઓવર મુંબઈ ઈન્ડિયન્સ તરફથી લઈને જેસન બેહરનડોર્ફ આવ્યો હતો. પ્રથમ ઓવરમાં લખનૌના ખાતામાં 3 રન આવ્યા હતા.
-
LSG vs MI Live Score: લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઈગ 11
લખનૌ સુપર જાયન્ટ્સઃ કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડિકોક (વિકેટકીપર), દીપક હુડા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, નવીન-ઉલ-હક, રવિ બિશ્નોઈ, સ્વપ્નિલ સિંહ, મોહસિન ખાન.
-
LSG vs MI Live Score: મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ 11
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, ટિમ ડેવિડ, રિતિક શોકિન, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, આકાશ મધવાલ
-
LSG vs MI Live Score: મુંબઈએ ટોસ જીત્યો, લખનૌ પ્રથમ બેટિંગ કરશે
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. આમ હોમ ગ્રાઉન્ડ પર લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે.
Published On - May 16,2023 6:41 PM