હરભજન-ઇરફાન બન્યા કેપ્ટન, જાણો Legends League Cricketની 5 મોટી વાત
લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket)16 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને તે પહેલા તેમાં રમનારી ચાર ટીમોના કેપ્ટન નક્કી કરવામાં આવ્યા છે.
Legends League Cricket : ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન (World Championship)બનાવનાર 4 ખેલાડી હવે એકબીજા સાથે મેદાન પર ટકરાતા જોવા મળશે. વાત થઈ રહી છે વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર , ઈરફાન પઠાણ અને હરભજન સિંહની ટુંક સમયમાં જ Legends League Cricketમાં પોતાની ટીમોમાં કેપ્ટનશીપ કરતા જોવા મળશે. લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (Legends League Cricket) શું છે ક્યારે શુ થઈ રહી છે. આ લીગમાં કેટલી ટીમ રમશે. કોને કઈ ટીમની કમાન મળશે. ચાલો જાણીએ આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી 5 વાત
- લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં 4 ટીમ ભાગ લેશે. ટીમોના નામ ગુજરાત ટાઈટન્સ, ઈન્ડિયા કૈપિટલ્સ, મનિપાલ ટાઈગર્સ અને ભીલવાડા કિંગ્સ છે
- હરભજન સિંહને મનિપાલ ટાઈગર્સની કમાન સોંપવામાં આવી છે. ઈરાફન પઠાણ ભીલવાડા કિંગ્સના કેપ્ટન છે. સહવાગને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ મળી છે અને ગૌતમ ગંભીર ઈન્ડિયા કૈપિટલ્સની આગેવાની કરતા જોવા મળશે.
- લિજેન્ડસ લીગ ટૂર્નામેન્ટમાં કુલ 16 મેચ રમાશે. લીગ 16 સપ્ટેમ્બરથી શરુ થશે અને ફાઈનલ 8 ઓક્ટોમ્બરના રોજ રમાશે.
- લિજેન્ડસ લીગ ક્રિકેટ ભારતના 5 શહેરોમાં આયોજિત થશે. આ ટૂર્નામેન્ટ કોલકત્તા, લખનઉ, નવી દિલ્હી, કટક અને જોધપુરમાં આયોજિત થશે. પ્લેઓફ અને ફાઈનલ મેચ ક્યાં રમાશે તેના પર નિર્ણય હજુ બાકી છે.
- લિજેન્ડસ લીગ ક્રિકેટની પ્રથમ સીઝન ઓમાનમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટમાં ત્રણ ટીમ રમી હતી. જેનું નામ ઈન્ડિયા મહારાજા, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટસ હતી. વર્લ્ડ જાયન્ટસે એશિયા લાયન્સને હરાવી ખિતાબ જીત્યો હતો.
ગત વર્ષે આ લીગની શરૂઆત કરવામાં આવી હતી
વિવિધ દેશોના ભૂતપૂર્વ ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પર લાવીને લિજેન્ડ્સ લીગ ક્રિકેટની શરૂઆત કરવામાં આવી હતી. અહીં ત્રણ અલગ-અલગ ટીમો રમે છે. જેમાં યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, શેન વોટસન સહિત વિશ્વના ઘણા મોટા ખેલાડીઓ આવનારી સિઝનમાં રમવાના છે. મહત્વનું છે કે આ લીગની શરૂઆત 2021 માં થઇ હતી. આ વખતે તેની બીજી સિઝન રમાશે.