KKR vs PBKS Cricket Highlights Score, IPL 2022 : રેસલના તોફાન સામે ઉડ્યું પંજાબ, કોલકાતાએ 6 વિકેટે મેચ જીતી લીધી, રસેલની આક્રમક અડધી સદી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 10:56 PM

IPL 2022 માં આજે રમનારી બંને ટીમોએ પોતાની પહેલી મેચમાં દિગ્ગજ ગણાતી ટીમને માત આપીને લીગમાં શરૂઆત કરી હતી.

KKR vs PBKS Cricket Highlights Score, IPL 2022 : રેસલના તોફાન સામે ઉડ્યું પંજાબ, કોલકાતાએ 6 વિકેટે મેચ જીતી લીધી, રસેલની આક્રમક અડધી સદી
PBKS vs KKR

IPL 2022 માં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ ટીમ વચ્ચે ટક્કર થશે. કોલકાતા ટીમે પોતાની પહેલી જ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઇ સુપર કિંગ્સ ટીમને માત આપી હતી. તો પંજાબ ટીમે પણ પોતાની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે માત આપી હતી. ત્યારે પંજાબ પોતાની બીજી મેચ આજે રમી રહ્યું છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Apr 2022 10:56 PM (IST)

    Kolkata vs Punjab Match : કોલકાતાએ 6 વિકેટે મેચ જીતી લીધી

    આંદ્રે રસેલની દમદાર બેટિંગના પગલે કોલકાતા નાઇટ રાઇડર્સે જીત મેળવી હતી. રસેલે અણનમ 70* રનની ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને 6 વિકેટે જીત મેળવી હતી.

  • 01 Apr 2022 10:42 PM (IST)

    Kolkata vs Punjab Match : રસેલની અડધી સદી

    14મી ઓવરના ચોથા બોલ પર આન્દ્રે રસેલે ચોગ્ગો ફટકારીને પોતાના 50 રન પૂરા કર્યા. અર્શદીપ સિંહે બોલને યોર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ ફુલ ટોસ થઈ ગયો અને રસેલે ચોગ્ગો ફટકાર્યો. આ બોલ નો બોલ હતો. IPLમાં રસેલની આ 10મી અને પંજાબ સામેની ત્રીજી અડધી સદી છે.

  • 01 Apr 2022 10:36 PM (IST)

    Kolkata vs Punjab Match : રસેલે ફરી ફટકાર્યો છગ્ગો

    રસેલ તેના જ દેશના ઓડીઓન સ્મિથને ધોઈ રહ્યો છે. 12મી ઓવરના પાંચમા બોલ પર તેણે ફરી એકવાર સ્મિથ પર સિક્સર ફટકારી.

  • 01 Apr 2022 10:17 PM (IST)

    Kolkata vs Punjab Match : રસેલે ફટકાર્યો છગ્ગો

    આન્દ્રે રસેલે 10મી ઓવરના બીજા બોલે છગ્ગો ફટકાર્યો હતો. હરપ્રીતના બોલ પર રસેલે પોતાનો પગ આગળ રાખીને બોલને પૂરી તાકાતથી સ્ટેન્ડમાં મોકલ્યો. ચોથા બોલ પર પણ હરપ્રીતે ફરી આ ભૂલ કરી હતી અને આ વખતે પણ રસેલે 6 રનમાં પોતાના વિસ્તારમાં બોલ મોકલવામાં કોઈ ભૂલ કરી નહોતી.

  • 01 Apr 2022 10:13 PM (IST)

    Kolkata vs Punjab Match : સુકાની બાદ નીતિશ રાણા પણ તરત આઉટ થતાં કોલકાતાનો મોટો ફટકો

    સાતમી ઓવરના છેલ્લા બોલ પર રાહુલ ચહરે નીતિશ રાણાને આઉટ કર્યો હતો. રાહુલનો આ બોલ રાણાના પેડ પર વાગ્યો અને પંજાબે ઉત્સાહ સાથે અપીલ કરી, જેને અમ્પાયરે આઉટ આપતા પંજાબને મોટી સફળતા મળી હતી.

  • 01 Apr 2022 10:10 PM (IST)

    Kolkata vs Punjab Match : શ્રેયસ અય્યર આઉટ

    શ્રેયસ અય્યર સાતમી ઓવરના ચોથા બોલ પર આઉટ થઇ જતા કોલકાતા ટીમને મોટો ફટકો પડ્યો. શ્રેયસે રાહુલ ચહરના બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બોલને બેટ પર સારી રીતે લઈ શક્યો નહીં અને બોલ હવામાં જતો રહ્યો. રબાડાએ તેનો કેચ પકડવામાં કોઈ ભૂલ કરી ન હતી. અય્યરે 26 રન બનાવ્યા હતા.

  • 01 Apr 2022 09:15 PM (IST)

    Kolkata vs Punjab Match : પંજાબ 137 રનમાં ઓલઆઉટ

    પંજાબ કિંગ્સ 18.2 ઓવરમાં 137 રનના સ્કોર પર સસ્તામાં ઓલઆઉટ થઇ ગયું. પંજાબ તરફથી સૌથી વધુ ભાનુકા 31 રન અને કાગિસો રબાડા 16 બોલમાં 25 રન કરી શક્યા હતા. કોલકાતા તરફથી ઉમેશ યાદવે 4 વિકેટ અને ટિમ સાઉથીએ 2 વિકેટ ઝડપી હતી.

  • 01 Apr 2022 08:59 PM (IST)

    Kolkata vs Punjab Match : રાહુલ ચહર આઉટ

    પંજાબની આઠમી વિકેટ પણ પડી છે. ઉમેશ યાદવે 15મી ઓવરના ચોથા બોલ પર રાહુલ ચહરને આઉટ કર્યો હતો. આ મેચમાં ઉમેશની આ ચોથી વિકેટ છે.

  • 01 Apr 2022 08:57 PM (IST)

    Kolkata vs Punjab Match : પંજાબની સાતમી વિકેટ પડી

    પંજાબની સાતમી વિકેટ પડી. હરપ્રીત બ્રાર આઉટ થયો. ઉમેશે 15મી ઓવરનો બીજો બોલ અંદરની તરફ ફેક્યો અને બ્રાર પાસે તેનો કોઈ જવાબ ન હતો.

  • 01 Apr 2022 08:54 PM (IST)

    Kolkata vs Punjab Match : હરપ્રીતનો ચોગ્ગો

    હરપ્રીત બ્રારે 13મી ઓવરના ચોથા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો. ટિમ સાઉથીએ ઓફ-સ્ટમ્પની બહારના બોલને ફટકાર્યો હતો. જે બેક ઓફ લેન્થ હતો. બ્રારે તેને થર્ડ મેન તરફ ધીમેથી રમ્યો અને બોલ બાઉન્ડ્રીની બહાર ચાર રન માટે ગયો.

  • 01 Apr 2022 08:52 PM (IST)

    Kolkata vs Punjab Match : શાહરૂખ ખાન આઉટ

    શાહરૂખ ખાન આઉટ થયો અને આ સાથે પંજાબની છઠ્ઠી વિકેટ પડી. ટિમ સાઉથીએ 13મી ઓવરના પહેલા જ બોલ પર શાહરૂખની થોડો આગળ ફેંક્યો, જેના પર આ બેટ્સમેને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટની કિનારી પર અડીને નીતિશ રાણાએ તેનો કેચ પકડ્યો.

  • 01 Apr 2022 08:13 PM (IST)

    Kolkata vs Punjab Match : ધવન આઉટ

    છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર શિખર ધવને ચોગ્ગો ફટકાર્યો, પરંતુ ત્યાર બાદના બોલ પર તે આઉટ થઈ ગયો. ધવને સાઉથીના ધીમો બોલ ફટકારવાનો પ્રયાસ કર્યો પણ બોલ તેના બેટની કિનારી અડીને વિકેટકીપર સેમ બિલિંગ્સના હાથમાં ગયો. તેણે 15 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગાની મદદથી 16 રન બનાવી શક્યો હતો.

  • 01 Apr 2022 08:11 PM (IST)

    Kolkata vs Punjab Match : લિવિંગસ્ટનનો છગ્ગો

    લિવિંગસ્ટને ટિમ સાઉથીની ઓવરમાં શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. લેગ-સ્ટમ્પ પરના બોલ પર લિવિંગસ્ટને ડીપ મિડવિકેટની દિશામાં છગ્ગો ફટકાર્યો હતો.

  • 01 Apr 2022 08:02 PM (IST)

    Kolkata vs Punjab Match : રાજપક્ષે આઉટ

    પંજાબને વધુ એક ઝટકો લાગ્યો. રાજપક્ષેને શિવમ માવીએ આઉટ કર્યો. એક ચોગ્ગો અને ત્રણ છગ્ગા ફટકાર્યા બાદ રાજપક્ષે બીજો મોટો શોટ રમવા માંગતો હતો. પરંતુ આ વખતે તે બોલને યોગ્ય રીતે બેટ પર લઈ શક્યા ન હતો. તેણે પાંચમા બોલ પર જે શોટ રમ્યો હતો તે મિડ-ઓન અને કવર વચ્ચે ગયો હતો અને સાઉદીના હાથે કેચ થયો હતો.

  • 01 Apr 2022 08:00 PM (IST)

    Kolkata vs Punjab Match : ધવને ફટકાર્યો છગ્ગો

    શિખર ધવને ત્રીજી ઓવરના ચોથા બોલ પર શાનદાર સિક્સર ફટકારી હતી. ઉમેશે ચોથો બોલ ધીમો ફેંક્યો. ધવને તેનો અહેસાસ કર્યો અને તેના ઉમેશના માથા પર છગ્ગો ફટકાર્યો. આ ઇનિંગ્સનો પહેલો છગ્ગો હતો.

  • 01 Apr 2022 07:45 PM (IST)

    Kolkata vs Punjab Match : સુકાની આઉટ

    પંજાબ કિંગ્સના સુકાની મયંક અગ્રવાલ આઉટ થઇ ગયો છે. પહેલી ઓવરના છેલ્લા બોલ પર ઉમેશ યાદવે તેને LBW આઉટ કર્યો હતો.

  • 01 Apr 2022 07:18 PM (IST)

    Kolkata vs Punjab Match : પંજાબ ટીમની પ્લેઇંગ XI

    પંજાબ કિંગ્સ ટીમની પ્લેઇંગ ઇલેવનઃ મયંક અગ્રવાલ (સુકાની), શિખર ધવન, લિયામ લિવિંગસ્ટન, ભાનુકા રાજપક્ષે (વિકેટ કીપર), શાહરૂખ ખાન, ઓડિયન સ્મિથ, રાજ બાવા, અર્શદીપ સિંહ, હરપ્રીત બરાડ, કાગીસો રબાડા, રાહુલ ચહર.

  • 01 Apr 2022 07:15 PM (IST)

    Kolkata vs Punjab Match : કોલકાતા ટીમની પ્લેઇંગ XI

    કોલકાતા ટીમની પ્લેઇંગ ઇલેવનઃ શ્રેયસ અય્યર (સુકાની), અજિંક્ય રહાણે, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, સેમ બિલિંગ્સ (વિકેટ કીપર), આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી.

  • 01 Apr 2022 07:07 PM (IST)

    Kolkata vs Punjab Match : કોલકાતા ટીમે ટોસ જીત્યો

    કોલકાતા ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી.

  • 01 Apr 2022 07:06 PM (IST)

    Kolkata vs Punjab Match : પંજાબ ટીમ તરફથી કાગીસો રબાડા ડેબ્યુ કરશે

    કાગીશો રબાડા આજની મેચથી IPL 2022 માં પંજાબ કિંગ્સ ટીમ તરફતી ડેબ્યુ કરશે.

Published On - Apr 01,2022 7:01 PM

Follow Us:
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
રાજ્યમાં ગરમીનું યલો અલર્ટ, જાણો ક્યાં પડશે કાળઝાળ ગરમી
g clip-path="url(#clip0_868_265)">