AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેએલ રાહુલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? instagram પોસ્ટ થઈ વાયરલ, ફેન્સ થયા પરેશાન

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અચાનક જ ચર્ચામાં આવી ગયો છે. સોશિયલ મીડિયા પર એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, જે મુજબ કેએલ રાહુલે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. શું છે આ પાછળનું સત્ય, જાણો આ આર્ટીકલમાં.

કેએલ રાહુલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? instagram પોસ્ટ થઈ વાયરલ, ફેન્સ થયા પરેશાન
KL Rahul
| Updated on: Aug 22, 2024 | 10:02 PM
Share

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ તાજેતરના શ્રીલંકા પ્રવાસ પર ODI ટીમનો ભાગ હતો. તેને સિરીઝમાં રમવાની તક પણ મળી હતી. આ બધા વચ્ચે કેએલ રાહુલ વિશે એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ સાથે એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ પણ વાયરલ થઈ રહ્યો છે, જે કેએલ રાહુલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના સ્ક્રીનશોટમાં લખ્યું છે કે, ખૂબ વિચારણા પછી મેં પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરળ ન હતો, કારણ કે ઘણા વર્ષોથી ક્રિકેટ મારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. મારી કારકિર્દી દરમિયાન મારા પરિવાર, મિત્રો, સાથી ખેલાડીઓ અને ચાહકો તરફથી મને જે સમર્થન અને પ્રોત્સાહન મળ્યું છે તેના માટે હું અત્યંત આભારી છું. મેં મેદાન પર અને મેદાનની બહાર જે અનુભવો મેળવ્યા અને જે યાદો બનાવી છે તે ખરેખર અમૂલ્ય છે. હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા અને ઘણી પ્રતિભાશાળી વ્યક્તિઓ સાથે રમવા માટે સન્માનિત અનુભવું છું. જ્યારે હું આગળના નવા અધ્યાય માટે ઉત્સાહિત છું, ત્યારે હું હંમેશા રમત સાથે મારા સમયની કદર કરીશ. આ અતુલ્ય પ્રવાસનો ભાગ બનવા બદલ આપ સૌનો આભાર.

કેએલ રાહુલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ નથી કરી

પરંતુ તમને જણાવી દઈએ કે, કેએલ રાહુલે આ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરી નથી. તાજેતરમાં, એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતી વખતે, તેણે લખ્યું કે મારે એક જાહેરાત કરવાની છે, ટ્યુન રહો… જેના પછી ચાહકો સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો લગાવી રહ્યા છે. દરમિયાન, આ બધા વચ્ચે, આ નકલી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

કેએલ રાહુલની અત્યાર સુધીની કારકિર્દી

કેએલ રાહુલે વર્ષ 2014માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં તેની ઉંમર માત્ર 32 વર્ષ છે. અત્યાર સુધી તે ટીમ ઈન્ડિયા માટે 50 ટેસ્ટ, 77 ODI અને 72 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે ટેસ્ટમાં 2863 રન, વનડેમાં 2851 રન અને T20માં 2265 રન બનાવ્યા છે. આ સિવાય તે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન પણ છે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહની વાપસી પર મોટું અપડેટ આવ્યું સામે, આ સિરીઝથી મેદાનમાં કરશે કમબેક!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">