AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KKR vs RCB IPL 2023 Highlights : બેંગ્લોર ઓલઆઉટ, કોલકત્તાની ધમાકેદાર જીત, શાર્દુલનું ઓલરાઉન્ડર પ્રદર્શન

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 11:19 PM

Kolkata Knight Riders vs Royal Challengers Bangalore IPL 2023 Highlights : 17.4 ઓવરમાં 123 રન પર બેંગ્લોરની ટીમ ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ કોલકત્તાની ટીમે 81 રનથી જીત મેળવી હતી. નીતિશ રાણાના નેતૃત્વમાં આ કોલકત્તાની પ્રથમ જીત હતી. બેંગ્લોરની આઈપીએલ 2023ની આ પ્રથમ હાર હતી.

KKR vs RCB IPL 2023 Highlights : બેંગ્લોર ઓલઆઉટ, કોલકત્તાની ધમાકેદાર જીત, શાર્દુલનું ઓલરાઉન્ડર પ્રદર્શન
KKR vs RCB IPL 2023 Live Score Updates

આઈપીએલ 2023ની 9મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી છે. બેંગ્લોરની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની ટીમની શરુઆત ખરાબ રહી હતી. પણ રહેમાનુલ્લા ગુરબાઝની ફિફટી અને શાર્દુલ-રિંકુ વચ્ચે 100 રનની પાર્ટનરશિપને થવાને કારણે કોલકત્તાની ટીમ સન્માનજનક ટાર્ગેટ ઉભો કરી શકી હતી. 205 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ ધમાકેદર શરુઆત બાદ ફલોપ રહી હતી.

17.4 ઓવરમાં 123 રન પર બેંગ્લોરની ટીમ ઓલઆઉટ થઈ હતી. આ સાથે જ કોલકત્તાની ટીમે 81 રનથી જીત મેળવી હતી. નીતિશ રાણાના નેતૃત્વમાં આ કોલકત્તાની પ્રથમ જીત હતી. બેંગ્લોરની આઈપીએલ 2023ની આ પ્રથમ હાર હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

કોલકત્તાની ખરાબ શરુઆત ખરાબ રહી હતી. કેપ્ટન રાણા 1 રન અને આંદ્ર રસલ 0 રન પર આઉટ થયા હતા. કોલકતા તરફથી પ્રથમ ઈનિંગમાં મનદીપ સિંહે 0 રન, રહેમાનુલ્લા ગુરબાઝે 57 રન, નીતિશ રાણાએ 0 રન, રિંકુ સિંહે 46 રન, આન્દ્રે રસેલે 0 રન, શાર્દુલ ઠાકુરે 68 રન, વેંકટેશ ઐયરે 3 રન, સુનીલ નરેને 0 રન, ઉમેશ યાદવે 6 રન બનાવ્યા હતા.પ્રથમ ઈનિંગમાં 9 સિક્સર અને 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.

કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ 4 વિકેટ અને સુયસ શર્માએ 3 વિકેટ લીધી હતી. સુનિલ નરેને 2 વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ ઠાકુરે બેટિંગ બાદ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરીને 1 વિકેટ પણ લીધી હતી.

રોયલ ચેલેન્જર બેંગ્લોરનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ- હર્ષલ પટેલ અને માઈકલ બ્રેસવેલ 1-1 વિકેટ લીધી હતી. ડેવિડ વિલીએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર પણ નાંખી હતી. કર્ણ શર્માએ 3 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. બેંગ્લોરની ટીમે 23 એક્સ્ટ્રા રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ 21 રન, ફાફ ડુ પ્લેસિસએ 23 રન, માઈકલ બ્રેસવેલે 19 રન, ગ્લેન મેક્સવેલે 5 રન, શાહબાઝ અહેમદે 1 રન, દિનેશ કાર્તિકે 9 રન , હર્ષલ પટેલ 0 રન, અનુજ રાવત 1 રન કર્યા હતા. બીજી ઈનિંગમાં 4 સિકસર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Apr 2023 11:10 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 123 રન પર બેંગ્લોરની ટીમ ઓલઆઉટ થઈ

    17.4 ઓવરમાં બેંગ્લોરની ટીમ 123 રન ઓલઆઉટ થઈ, કોલકત્તાએ આ મેચમાં 81 રનથી જીત મેળવી છે. કોલકત્તાની આઈપીએલ 2023માં આ પ્રથમ જીત છે.

  • 06 Apr 2023 11:02 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 16 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 109 /8

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 24 બોલમાં 96 રનની જરૂર , 16 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 109 /8. કોલકત્તાની જીત લગભગ પાક્કી.

  • 06 Apr 2023 10:56 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની નવમી વિકેટ પડી

    બેંગ્લોરની નવમી વિકેટ પડી, સુયસની ઓવરમાં કર્ણ શર્મા 1 રન બનાવી આઉટ થયો. 15 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 102/9

  • 06 Apr 2023 10:43 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની આઠમી વિકેટ પડી

    બેંગ્લોરની આઠમી વિકેટ પડી, દિનેશ કાર્તિક 9 રન બનાવી આઉટ થયો. 13 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 86/8

  • 06 Apr 2023 10:39 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની સાતમી વિકેટ પડી

    સુયશ શર્માએ આઈપીએલમાં પ્રથમ વિકેટ લીધી. અનુજ 1 રન બનાવી આઉટ થયો બેંગ્લોરની સ્થિતિ ખરાબ

  • 06 Apr 2023 10:34 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની છઠ્ઠી વિકેટ પડી

    બેંગ્લોરની છઠ્ઠી વિકેટ પડી, શાર્દુલની ઓવરમાં માઈકલ બ્રેકસવેલ 19 રન બનાવી આઉટ. 11.3 ઓવરમાં બેંગ્લોરનો સ્કોર 83/6

  • 06 Apr 2023 10:27 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 10 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 69/5

    માઈકલ બ્રેસવેલ 12 રન અને દિનેશ કાર્તિક 2 રન સાથે રમી રહ્યાં છે. 10 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 69/5

  • 06 Apr 2023 10:20 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની પાંચમી વિકેટ પડી

    બેંગ્લોરની પાંચમી વિકેટ પડી, સુનિલ નરેનની ઓવરમાં શાહબાજ અહમદ 1 રન બનાવી આઉટ. 9 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 61 /5

  • 06 Apr 2023 10:15 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની ચોથી વિકેટ પડી

    બેંગ્લોરની ચોથી વિકેટ પડી, વરુણ ચક્રવર્તીએ પોતાની ત્રીજી વિકેટ લીધી. હર્ષલ પટેલ 0 રન બનાવી આઉટ થયો. 8 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 54/4

  • 06 Apr 2023 10:11 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી

    બેંગ્લોરની ત્રીજી વિકેટ પડી,  વરુણ ચક્રવર્તીની ઓવરમાં મેક્સવેલ 5 રન બનાવી આઉટ. 7.3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 54/3

  • 06 Apr 2023 10:04 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની બીજી વિકેટ પડી

    બેંગ્લોરની બીજી વિકેટ પડી, વરુણ ચક્રવર્તીની ઓવરમાં ફાફ ડુ પ્લેસીસ 23 રન બનાવી આઉટ. 6 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 50/2

  • 06 Apr 2023 09:59 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરની પ્રથમ વિકેટ પડી

    નરેનની ઓવરમાં વિરાટ કોહલી 21 રન બનાવી આઉટ થયો

  • 06 Apr 2023 09:56 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 4 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 42/0

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસ ઓપનર તરીકે મેદાન પર ઉતર્યા છે. વિરાટ કોહલી 20 રન અને ફાફ 22 રન સામે રમી રહ્યાં છે.આ ઓવરમાં 2 ચોગ્ગા અને 2 સિક્સર જોવા મળી.

  • 06 Apr 2023 09:51 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 3 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 19/0

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસ ઓપનર તરીકે મેદાન પર ઉતર્યા છે. વિરાટ કોહલી 13 રન અને ફાફ 6 રન સામે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 06 Apr 2023 09:47 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 2 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 12/0

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસ ઓપનર તરીકે મેદાન પર ઉતર્યા છે. વિરાટ કોહલી 10 રન અને ફાફ 2 રન સામે રમી રહ્યાં છે.

  • 06 Apr 2023 09:44 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 10/0

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસ ઓપનર તરીકે મેદાન પર ઉતર્યા છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.1 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 10/0

  • 06 Apr 2023 09:21 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : બેંગ્લોરને મળ્યો 205 રનનો ટાર્ગેટ

    20 ઓવરના અંતે કોલકત્તાનો સ્કોર 7 વિકેટના અંતે 204 રન રહ્યો. ખરાબ સ્થિતિમાંથી બહાર આવી આ ટીમ આટલો મોટો સ્કોર ઊભો કર્યો હતો.

  • 06 Apr 2023 09:18 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : કોલકત્તાની સાતમી વિકેટ પડી

    કોલકત્તાની સાતમી વિકેટ પડી, શાર્દુલ ઠાકુર 68 રન બનાવી આઉટ થયો, અંતિમ ઓવરમાં ફરી કોલકત્તાના ખેલાડીઓ આઉટ

  • 06 Apr 2023 09:14 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : રિંકુ શર્મા ફિફટી ચૂક્યો

    હર્ષલ પટેલની ઓવરમાં રિંકુ શર્મા 46 રન બનાવી આઉટ થયો. 19 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 192/6

  • 06 Apr 2023 09:08 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 18 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 175 /5

    કોલકાતા તરફથી શાર્દુલ 63 રન અને રિંકુ સિંહ 30 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં ચોગ્ગો અને સિકસર જોવા મળી.

  • 06 Apr 2023 09:02 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 17 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 160/5

    કોલકાતા તરફથી શાર્દુલ 58 રન અને રિંકુ સિંહ 23 રન સાથે રમી રહ્યાં છે. શાર્દુલે 20 બોલમાં ફિફટી ફટકારી, શાર્દુલ-રિંકુએ કોલકત્તા તરફથી બાજી સંભાળી, બંને વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ.

  • 06 Apr 2023 08:53 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 147/5

    કોલકાતા તરફથી શાર્દુલ 47 રન અને રિંકુ સિંહ 21 રન સાથે રમી રહ્યાં છે. શાર્દુલ-રિંકુએ કોલકત્તા તરફથી બાજી સંભાળી.

  • 06 Apr 2023 08:48 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 140/5

    કોલકાતા તરફથી શાર્દુલ 42 રન અને રિંકુ સિંહ 20 રન સાથે રમી રહ્યાં છે. 15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 140/5. આ ઓવરમાં શાર્દુલના બેટથી બે શાનદાર સિક્સર જોવા મળી.રિંકુ-શાર્દુલ વચ્ચે 50 રનની પાર્ટનરશિપ થઈ.

  • 06 Apr 2023 08:47 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 124/5

    કોલકાતા તરફથી શાર્દુલ 28 રન અને રિંકુ સિંહ 20 રન સાથે રમી રહ્યાં છે. 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 124/5

  • 06 Apr 2023 08:39 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 106/5

    કોલકાતા તરફથી શાર્દુલ 15 રન અને રિંકુ સિંહ 12 રન સાથે રમી રહ્યાં છે. 13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 106/5.

  • 06 Apr 2023 08:32 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : રસલ 0 રન બનાવી આઉટ

    કર્ણ શર્માની ઓવરમાં સતત બીજી વિકેટ રડી, રસલ 0 રન પર આઉટ. 2 વિકેટ લીધા બાદ કર્ણ શર્મા હેટ્રિક ચૂક્યો.

  • 06 Apr 2023 08:30 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : રહેમાનુલ્લા ગુરબાઝની ફિફટી ફટકારી આઉટ

    રહેમાનુલ્લા ગુરબાઝની ફિફટી ફટકારી આઉટ, કર્ણ શર્માની ઓવરમાં રહેમાનુલ્લા ગુરબાઝમાં આઉટ

  • 06 Apr 2023 08:28 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 87/3

    કોલકાતા તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ 55 રન અને રિંકુ સિંહ 12 રન સાથે રમી રહ્યાં છે.11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 87/3

  • 06 Apr 2023 08:24 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 79/3

    કોલકાતા તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ 54 રન અને રિંકુ સિંહ 5 રન સાથે રમી રહ્યાં છે. 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 79/3

  • 06 Apr 2023 08:19 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 9 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 71/3

    કોલકાતા તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ 47 રન અને રિંકુ સિંહ 4 રન સાથે રમી રહ્યાં છે. 9 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 71/3. આ ઓવરમાં એક સિક્સર અને એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 06 Apr 2023 08:14 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 57/3

    કોલકાતા તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ 35 રન અને રિંકુ સિંહ 2 રન સાથે રમી રહ્યાં છે. 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 57/3

  • 06 Apr 2023 08:07 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : કોલકત્તાની ત્રીજી વિકેટ પડી

    કોલકત્તાની ત્રીજી વિકેટ પડી, કેપ્ટન નીતિશ રાણા 1 રન બનાવી આઉટ. 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 51/3

  • 06 Apr 2023 08:04 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 47/2

    વીલીની ઓવરમાં કોલકત્તાને 6 રન મળ્યા. કોલકાતા તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ 27 રન અને નીતીશ રાણા 1 રન સાથે રમી રહ્યાં છે.

  • 06 Apr 2023 07:59 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 41/2

    દીપની ઓવરમાં કોલકત્તાને 11 રન મળ્યા. કોલકાતા તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ 21 રન અને નીતીશ રાણા 0 રન સાથે રમી રહ્યાં છે.

  • 06 Apr 2023 07:50 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : કોલકત્તાની સતત બીજી વિકેટ પડી

    કોલકત્તાની સતત બીજી વિકેટ પડી, ડેવિડ વિલીની ઓવરમાં વેંકટેશ બાદ મંદીપ 0 રન બનાવી આઉટ થયો

  • 06 Apr 2023 07:48 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : કોલકત્તાની પ્રથમ વિકેટ પડી

    કોલકત્તાની પ્રથમ વિકેટ પડી, ડેવિડ વીલીની ઓવરમાં વેંકટેશ અય્યર 3 રન બનાવી બોલ્ડ થયો.

  • 06 Apr 2023 07:46 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 26/0

    સિરાજની ઓવરમાં કોલકત્તાને 3 રન મળ્યા. 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 26/0.કોલકાતા તરફથી વેંકટેશ અય્યર 3 રન અને રહેમાનુલ્લા ગુરબાઝ 13 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં 2 ચોગ્ગા જોવા મળ્યા.

  • 06 Apr 2023 07:40 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 12/0

    ડેવિડ વિલીની ઓવરમાં કોલકત્તાને 3 રન મળ્યા. 2  ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 12/0 .કોલકાતા તરફથી વેંકટેશ અય્યર 2 રન અને રહેમાનુલ્લા ગુરબાઝ 5 રન સાથે રમી રહ્યાં છે.

  • 06 Apr 2023 07:36 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : 1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 9/0

    મોહમ્મદ સિરાજથી ઓવરમાં 9 રન મળ્યા. આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.  1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 9/0 .કોલકાતા તરફથી વેંકટેશ અય્યર અને રહેમાનુલ્લા ગુરબાઝ ઓપનર તરીકે આવ્યા છે.

  • 06 Apr 2023 07:32 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Score : કોલકત્તા- બેંગ્લોર વચ્ચેની મેચ શરુ

    ઈડન ગાર્ડન્સ ખાતે પરંપરાગત બેલ વાગ્યો છે અને બે ઓન-ફીલ્ડ અમ્પાયરે મેચ શરુ કરી. કોલકાતા તરફથી વેંકટેશ અય્યર અને રહેમાનુલ્લા ગુરબાઝ ઓપનર છે.

  • 06 Apr 2023 07:15 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Updates : આ રહી બંને ટીમની પ્લેઈંગ ઈલેવન

     

    કોલકાતાની પ્લેઈંગ ઈલેવન – મનદીપ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, વેંકટેશ ઐયર (અનુકુલ રોય માટે), સુનીલ નારાયણ, ટિમ સાઉથી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી . ઈમ્પેકટ પ્લેયર્સ – સુયશ શર્મા, વૈભવ અરોરા, નારાયણ જગદીસન, સુયશ શર્મા, ડેવિડ વિઝ.

    બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન – વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), હર્ષલ પટેલ, આકાશ દીપ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, અને કરણ શર્મા. ઈમ્પેકટ પ્લેયર્સ –ફિન એલન, સોનુ યાદવ, મહિપાલ લોમરોર, સુયશ પ્રભુદેસાઈ અને અનુજ રાવત.

  • 06 Apr 2023 07:01 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Updates : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

     

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. ટોસ સમયે મેચ રેફરી અને બેંગ્લોરના કેપ્ટન ફાફ વચ્ચે કમ્યુનિકેશન ગેપ થતા ટોસ કોણે જીત્યો તે બાબતે અસમંજસ થયો હતો.

  • 06 Apr 2023 06:56 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Updates : ટૂંક સમયમાં થશે ટોસ

    આજે 7 કલાકે કોલકત્તા-બેંગ્લોરની મેચનો ટોસ થશે. જ્યારે 7.30 કલાકે આજની મેચ શરુ થશે. આંદ્રે રસલ આજે 100મી આઈપીએલ મેચ રમશે, જ્યારે સુનિલ નરેન પોતાની 150મી આઈપીએલ મેચ રમશે. નરેન કોલકત્તા માટે સૌથી વધારે મેચ રમનાર ખેલાડી છે.

  • 06 Apr 2023 06:51 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Updates : ઈડન ગાર્ડન પર 1438 દિવસ બાદ રમશે કોલકત્તાની ટીમ

    કોલકત્તા નાઈટ રાઈડર્સ 1438 દિવસ ઈડન ગાર્ડન પર આઈપીએલની મેચ રમશે. છેલ્લે આ ટીમ 2019માં આઈપીએલ મેચ રમી હતી. કોરોનાને કારણે દરેક ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડથી દૂર રહી હતી.

  • 06 Apr 2023 06:17 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Updates : ઈડન ગાર્ડનના મેદાન પર બેંગ્લોર-કોલકત્તાનો હેડ ટુ હેડ રેકોર્ડ

    કોલકત્તાના આ મેદાન પર બંને ટીમો 10 વાર આમને સામને આવ્યા છે. જેમાંથી કોલકત્તાની ટીમ 6 વાર જીતી છે, જ્યારે બેગ્લોરની ટીમ 4 વાર જીતી છે. આજની મેચ વધુ રોમાંચક બનશે.

  • 06 Apr 2023 06:12 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Updates : બેંગ્લોર-કોલકત્તાનો હેડ ટુ હેડ રેકોર્ડ

    આ બંને ટીમો આઈપીએલમાં 30 વાર આમને-સામને આવ્યા છે. જેમાંથી 14 વાર બેંગ્લોરની ટીમે અને 16 વાર કોલકત્તાની ટીમે જીત મેળવી છે.

  • 06 Apr 2023 06:02 PM (IST)

    KKR vs RCB IPL 2023 Live Updates : આજે બેંગ્લોર અને કોલકત્તા વચ્ચે ટક્કર

    IPL 2023ની 9મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. RCBએ લીગની આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને પોતાના અભિયાનની શરૂઆત કરી હતી, જ્યારે KKRને તેની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. નીતિશ રાણાના નેતૃત્વમાં KKR ઘરઆંગણે પોતાનું ખાતું ખોલવા પર નજર રાખી રહ્યું છે.

Follow Us:
ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો પહોચ્યો 44.5 ડિગ્રીએ
ગુજરાતમાં સૌથી વધુ ગરમી રાજકોટમાં પારો પહોચ્યો 44.5 ડિગ્રીએ
પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પરે કારને અડફેટે
પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે પર ડમ્પરે કારને અડફેટે
જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ
જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ
ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલિશન !
ચંડોળા તળાવમાં સતત બીજા દિવસે ડિમોલિશન !
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો, જુઓ Video
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો 37 કરોડનો હાઈબ્રીડ ગાંજો, જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી
ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનું સામે આવ્યુ આતંકી કનેક્શન
ચંડોળા તળાવમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોનું સામે આવ્યુ આતંકી કનેક્શન
અચાનક ક્યારે તમારા સ્કુટરમાં ટાયર પંચર થયું છે?
અચાનક ક્યારે તમારા સ્કુટરમાં ટાયર પંચર થયું છે?
નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોલાર પેનલને ચમકાવો
નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોલાર પેનલને ચમકાવો
Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી અરેરાટી
Amreli: સિંહોની વસ્તી ગણતરી પહેલા 4 દિવસમાં ત્રણ સિંહોના મોતથી અરેરાટી
g clip-path="url(#clip0_868_265)">