AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs KKR IPL 2023 Highlights : વિજય શંકરની વિજયી ફિફટી, કોલકત્તા સામે ગુજરાતના ટાઈટન્સની 7 વિકેટથી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 3:23 PM
Share

Kolkata knight riders vs Gujarat titans IPL 2023 match Highlights in Gujarati : રહેમાનુલ્લા ગુરબાઝ અને બર્થ ડે બોય આંદ્રે રસલની વિસ્ફોટક ઈનિંગને કારણે કોલકત્તાની ટીમ મોટો સ્કોર ઉભો કરી હતી. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ 7 વિકેટના નુકશાન સાથે 179 રન બનાવી શકી હતી. 180 રનનો ટાર્ગેટ ગુજરાતની ટીમે 18 ઓવરમાં ચેઝ કરીને 7 વિકેટથી જીત મેળવી હતી.

GT vs KKR IPL 2023 Highlights : વિજય શંકરની વિજયી ફિફટી, કોલકત્તા સામે ગુજરાતના ટાઈટન્સની 7 વિકેટથી જીત
kkr vs gt live score

કોલકત્તાના ઐતિહાસિક મેદાન ઈડન ગાર્ડનમાં આજે કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી. આઈપીએલ 2023ની 39મી મેચમાં ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.   રહેમાનુલ્લા ગુરબાઝ અને બર્થ ડે બોય આંદ્રે રસલની વિસ્ફોટક ઈનિંગને કારણે કોલકત્તાની ટીમ મોટો સ્કોર ઉભો કરી હતી. 20 ઓવરના અંતે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ 7 વિકેટના નુકશાન સાથે 179 રન બનાવી શકી હતી. 180 રનનો ટાર્ગેટ ગુજરાતની ટીમે 18 ઓવરમાં ચેઝ કરીને 7 વિકેટથી જીત મેળવી હતી.

આજની જીત સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 બની છે. ગુજરાત ટાઈટન્સની ટીમ 8 મેચમાં 6 જીત-2 હાર અને 12 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાકે છે. જ્યારે કોલકત્તાની ટીમ 9 મેચમાં 3 જીત-6 હાર અને 6 પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે.

ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં ગુજરાત ટાઈટન્સ તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધારે 3 વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. જ્યારે જોસુઆ લિટિલ અને નૂર અહમદે 2-2 વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં વિજય શંકરે 24 બોલમાં ફિફટી ફટકારી હતી. જ્યારે શુભમન ગિલ 35 બોલમાં 49 રન બનાવી કેચ આઉટ થયો હતો.

બીજી ઈનિંગમાં રિદ્ધિમાન સાહાએ 10 રન, શુભમન ગિલે 49 રન, હાર્દિક પંડયાએ 26 રન, વિજય શંકરે 51 રન અને ડેવિડ મિલરે 32 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 8 સિક્સર અને 13 ચોગ્ગા જોવા મળ્યા હતા.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સ તરફથી જગદીશનને 19 રન, ગુલબાઝે 81 રન, શાર્દુલ ઠાકુરે 0 રન, વેંકટેશે 11 રન, નીતીશ રાણાએ 4 રન, રિંકૂ સિંહે 19 રન, આંદ્રે રસલે 34 રન અને વાઝીએ 8 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં 12 સિક્સર અને 12 ચોગ્ગા જોવા મળ્યા હતા.

બીજી ઈનિંગમાં કોલકત્તા તરફથી હર્ષિત રાણા, આંદ્રે રસલ અને સુનિલ નરેને 1-1 વિકેટ લીધી હતી. બોલરોના સાધરણ પ્રદર્શનને કારણે ગુજરાતની ટીમે સરળતા જીત મેળવી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Apr 2023 07:45 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : વિજય શંકરની વિજયી ફિફટી

    18 ઓવરમાં જ ગુજરાત ટાઈટન્સની ટીમે 180 રનો ટાર્ગેટ ચેઝ કરી લીધો છે. વિજય શંકરે 24 બોલમાં ફિફટી ફટકારી હતી. ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી જીત મેળવી છે.

  • 29 Apr 2023 07:41 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 166/3

    ગુજરાત ટાઈટન્સ તરફથી વિજય શંકર 40 રન અને ડેવિડ મિલર 30 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 18 બોલમાં 14 રનની જરુર. આ ઓવરમાં 3 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 17 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 166/3

  • 29 Apr 2023 07:36 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 142/3

    ગુજરાત ટાઈટન્સ તરફથી વિજય શંકર 20 રન અને ડેવિડ મિલર 29 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 24 બોલમાં 38 રનની જરુર. આ ઓવરમાં 1 શાનદાર સિક્સર વિજય શંકરની ઓવરમાં જોવા મળ્યો. 16 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 142/3

  • 29 Apr 2023 07:31 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 15 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 129/3

    ગુજરાત ટાઈટન્સ તરફથી વિજય શંકર 12 રન અને ડેવિડ મિલર 26 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 30 બોલમાં 51 રનની જરુર. આ ઓવરમાં 2 શાનદાર સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યો. 15 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 129/3

  • 29 Apr 2023 07:23 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 14 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 111/3

    ગુજરાત ટાઈટન્સ તરફથી વિજય શંકર 7 રન અને ડેવિડ મિલર 13 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 36 બોલમાં 69 રનની જરુર . 14 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 111/3. આ ઓવરના અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 29 Apr 2023 07:18 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 13 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 102/3

    ગુજરાત ટાઈટન્સ તરફથી વિજય શંકર 5 રન અને ડેવિડ મિલર 6 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 42 બોલમાં 78 રનની જરુર . 13 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 102/3. જીત માટે હવે પ્રત્યેક ઓવરમાં 11 રનની જરુર.

  • 29 Apr 2023 07:10 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : શુભમન ગિલ 1 રનથી ફિફટી ચૂક્યો

    સુનીલ નરેને પોતાની ઓવરમાં એક મહત્વની વિકેટ લીધી છે. તેણે શુભમન ગિલને 49 રન પર કેચ આઉટ થયો. આંદ્રે રસલે આ કેચ પકડીને કોલકત્તાને સફળા અપાવી હતી.

  • 29 Apr 2023 07:06 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : કેપ્ટન હાર્દિક પંડયા આઉટ

    હર્ષિત રાણાની ઓવરમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડયા 26 રન બનાવી એલબીડબ્યૂ આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 1 સિક્સર અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડયા આઉટ થતા. વિજય શંકર બેટિંગ માટે મેદાન પર આવ્યો છે. 11 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 92/2

  • 29 Apr 2023 06:59 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 9 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 78/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 16 રન અને શુભમન ગિલ 46 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 66 બોલમાં 102 રનની જરુર . આ ઓવરમાં માત્ર 8 રન મળ્યા. 9 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 78/1

  • 29 Apr 2023 06:52 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 70/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 10 રન અને શુભમન ગિલ 44 રન સાથે રમી રહ્યાં છે. જીત માટે 72 બોલમાં 110 રનની જરુર . સુનીલ નરેનની ઓવરમાં માત્ર 7 રન મળ્યા. 8 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 70/1

  • 29 Apr 2023 06:49 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 63/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 6 રન અને શુભમન ગિલ 41 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. જીત માટે 78 બોલમાં 117 રનની જરુર. 7 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 63/1

  • 29 Apr 2023 06:45 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 6 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 52/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 5 રન અને શુભમન ગિલ 35 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. જીત માટે 84 બોલમાં 128 રનની જરુર , 6 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 52/1

  • 29 Apr 2023 06:41 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 47/1

    ગુજરાત ટાઈટન્સ તરફથી હાર્દિક પંડયા 5 રન અને શુભમન ગિલ 30 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરની અંતિમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો. 5 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 47/1. જીત માટે 90 બોલમાં 133 રનની જરુર

  • 29 Apr 2023 06:37 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : બીજી ઈનિંગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સને પ્રથમ સફળતા મળી

    બર્થ ડે બોલ આંદ્રે રસલની ઓવરમાં રિદ્ધિમાન સાહા 10 રન બનાવી આઉટ થયો છે. હર્ષિત સાહાએ કેચ પકડીને ટીમને સફળતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

  • 29 Apr 2023 06:35 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 4 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 41/0

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 10 રન અને શુભમન ગિલ 29 રન સાથે રમી રહ્યાં છે. આ ઓવરની પ્રથમ બોલ પર એક ચોગ્ગો જોવા મળ્યો છે. કોલકત્તા તરફથી 180 રનનો ટાર્ગેટ મળ્યો છે.

  • 29 Apr 2023 06:30 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 3 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 32/0

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 4 રન અને શુભમન ગિલ 27 રન સાથે રમી રહ્યાં છે. હર્ષિતની ઓવરમાં ચોગ્ગાની હેટ્રિકની સાથે કુલ 4 ચોગ્ગા જોવા મળ્યા હતા. 3 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 32/0

  • 29 Apr 2023 06:23 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 2 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 13/0

    ગુજરાત ટાઈટન્સ તરફથી રિદ્ધિમાન સાહા 3 રન અને શુભમન ગિલ 10 રન સાથે રમી રહ્યાં છે. બર્થ ડે બોય રસલની ઓવરમાં 2 ચોગ્ગા પણ જોવા મળ્યા. 2 ઓવર બાદ ગુજરાતનો સ્કોર – 13/0

  • 29 Apr 2023 06:17 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : ગુજરાત ટાઈટન્સની બેટિંગ શરુ

    કોલકત્તા નાઈટ રાઈડર્સે  180 રનનો ટાર્ગેટ આપ્યો છે. ગુજરાત ટાઈટન્સની બેટિંગ શરુ થઈ છે. ગુજરાત તરફથી રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ બેટિંગ માટે આવ્યા છે. કોલકત્તા તરફથી વેંકટેસ અય્યરના સ્થાને સુયશ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો છે. જ્યારે ગુજરાત ટાઈટન્સ તરફથી શુભમન ગિલ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવ્યો છે.

  • 29 Apr 2023 06:00 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 20 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 179/7

    શમીની ઓવરની અંતિમ બોલ પર આંદ્રે રસલ આઉટ થયો હતો. ગુજરાત ટાઈટન્સને 180 રનનો ટાર્ગેટ મળ્યો છે. અંતિમ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો પણ જોવા મળ્યો હતો.

  • 29 Apr 2023 05:56 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 19 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 167/6

    કોલકત્તા તરફથી વીજા 7 રન અને આંદ્રે રસલ 23 રન સાથે રમી રહ્યા છે. જોસુઆ લિટિલની આજની અંતિમ ઓવરમાં અંતિમ બોલ પર એક સિક્સર જોવા મળી હતી. 19 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 167/6

  • 29 Apr 2023 05:49 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : રિંકૂ સિંહ 19 રન બનાવી આઉટ

    કોલકત્તા નાઈટ રાઈડર્સની છઠ્ઠી વિકેટ પડી, રિંકૂ સિંહ 19 રન બનાવી આઉટ, 17.3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 156/6

  • 29 Apr 2023 05:46 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 17 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 151/5

    કોલકત્તા તરફથી રિંકૂ સિંહ 19 રન અને આંદ્રે રસલ 14 રન સાથે રમી રહ્યા છે. રાશિદ ખાનની ઓવરમાં આંદ્રે રસલે 2 શાનદાર સિક્સર જોવા મળ્યા. 17 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 151/5

  • 29 Apr 2023 05:43 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 137/5

    કોલકત્તા તરફથી રિંકૂ સિંહ 18 રન અને આંદ્રે રસલ 1 રન સાથે રમી રહ્યા છે. 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 137/5

  • 29 Apr 2023 05:37 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : કોલકત્તાની પાંચમી વિકેટ પડી

    આ ઓવરમાં અફઘાનના ખેલાડીઓનો જલવો જોવા મળ્યો. અફઘાનના બોલર નૂરની ઓવરમાં ગુરબાજે શોર્ટ માર્યો અને રાશિદ ખાને કેચ પકડયો હતો. કોલકત્તાની અડધી ટીમ આઉટ થઈ છે. ગુરબાજ 81 રન બનાવી આઉટ થયો.

  • 29 Apr 2023 05:35 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 134/4

    કોલકત્તા તરફથી રિંકૂ સિંહ 16 રન અને ગુરબાજ 81 રન સાથે રમી રહ્યા છે. રાશિદ ખાનની ઓવરમાં 1 સિક્સર અને 1 ચોગ્ગો જોવા મળ્યા. 15 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 134/4

  • 29 Apr 2023 05:30 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 115/4

    કોલકત્તા તરફથી રિંકૂ સિંહ 13 રન અને ગુરબાજ 67 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં પ્રથમ બોલ પર પણ એક સિક્સર જોવા મળ્યો. 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 115/4. સતત ત્રીજી ઓવરના પ્રથમ બોલ પર સિક્સર જોવા મળ્યો.

  • 29 Apr 2023 05:25 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 105/4

    કોલકત્તા તરફથી રિંકૂ સિંહ 2 રન અને ગુરબાજ 67 રન સાથે રમી રહ્યા છે. કેપ્ટન હાર્દિકની ઓવરમાં પ્રથમ બોલ પર એક સિક્સર પણ જોવા મળ્યો. 13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 105/4

  • 29 Apr 2023 05:21 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 12 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 97/4

    કોલકત્તા તરફથી રિંકૂ સિંહ 1 રન અને ગુરબાજ 60 રન સાથે રમી રહ્યા છે. નૂર અહેમદની ઓવરમાં પ્રથમ બોલ પર એક સિક્સર પણ જોવા મળ્યો. 12 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 97/4

  • 29 Apr 2023 05:15 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : એક ઓવરમાં બીજી વિકેટ પડી

    જોસુઆ લિટિલની ઓવરમાં બીજી વિકેટ પડી છે. કોલકત્તાના કેપ્ટન નીતીશ રાણા 4 રન બનાવી કેચ આઉટ થયો છે. 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 88/4

  • 29 Apr 2023 05:11 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : વેંકટેશ 11 રન બનાવી આઉટ

    જોસુઆ લિટિલની ઓવરમાં વેંકટેશ એલબીદબ્લયૂ આઉટ થયો છે. તેણે કોલકત્તા સામે આજની મેચમાં 11 રન બનાવી શક્યો છે. આ ઈનિંગમાં કોલકત્તાની ટીમના બંને રિવ્યૂ અસફળ રહ્યા છે.

  • 29 Apr 2023 05:08 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 84/2

    કોલકત્તા તરફથી વેંકટેશ 11 રન અને ગુરબાજ 52 રન સાથે રમી રહ્યા છે. કોલકત્તાની ટીમે હવે રનની ગતિ વધારવી પડશે. ગુજરાત સામે મોટો સ્કોર ઉભો કરવો જરુરી છે. 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 84/2

  • 29 Apr 2023 05:02 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 9 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 80/2

    કોલકત્તા તરફથી વેંકટેશ 9 રન અને ગુરબાજ 51 રન સાથે રમી રહ્યા છે. રહેમનઉલ્લા ગુરબાજે 27 બોલમાં 51 રન બનાવ્યા છે. તેણે આઈપીએલ 2023ની બીજી ફિફટી ફટકારી છે. 9 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 80/2

  • 29 Apr 2023 04:56 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 75/2

    કોલકત્તા તરફથી વેંકટેશ 7 રન અને ગુરબાજ 48 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 1 ચોગ્ગો પણ જોવા મળ્યો. 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 75/2

  • 29 Apr 2023 04:53 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 66/2

    કોલકત્તા તરફથી વેંકટેશ 3 રન અને ગુરબાજ 43 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 1 ચોગ્ગો પણ જોવા મળ્યો. 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 66/2

  • 29 Apr 2023 04:47 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 61/2

    કોલકત્તા તરફથી વેંકટેશ 2 રન અને ગુરબાજ 39 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 1 સિકસર અને ચોગ્ગો પણ જોવા મળ્યો. 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 61/2

  • 29 Apr 2023 04:42 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : શાર્દુલ ઠાકુર આઉટ

    મોહમ્મદ શમીની ઓવરમાં શાર્દુલ ઠાકુર 0 રન પર આઉટ થયો હતો. મોહિત શર્માએ કેચ પકડીને ગુજરાતને સફળતા અપાવી હતી. 5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 47/2. આ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો પણ જોવા મળ્યો.

  • 29 Apr 2023 04:37 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 4 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 36/1

    કોલકત્તા તરફથી શાર્દુલ ઠાકુર 0 રન અને ગુરબાજ 16 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 2 શાનદાર સિક્સર જોવા મળ્યા હતા. 4 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 36/1

  • 29 Apr 2023 04:31 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : કોલકત્તા નાઈટ રાઈડર્સની પ્રથમ વિકેટ પડી

    શમીની ઓવરમાં જગદીશન 19 રન બનાવી એલબીદબ્યૂ આઉટ થયો હતો. 3 ઓવર બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સનો સ્કોર – 23/1

  • 29 Apr 2023 04:26 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 16/0

    કોલકત્તા તરફથી જગદીશન 13 રન અને ગુરબાજ 2 રન સાથે રમી રહ્યા છે. આ ઓવરમાં 3 ચોગ્ગા જોવા મળ્યા. અંતિમ બોલ પર અભિનવે બાઉન્ડ્રી પર કેચ છોડ્યો હતો. 2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 16/0

  • 29 Apr 2023 04:20 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 3/0

    કોલકત્તા તરફથી જગદીશન અને ગુરબાજ ઓપનિંગ માટે ઉતર્યા છે. મોહમ્મદ શમીની પ્રથમ ઓવરમાં માત્ર 3 રન મળ્યા. 1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર – 3/0

  • 29 Apr 2023 04:16 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : ઈડન ગાર્ડનમાં મેચ શરુ

    કોલકત્તાના ઓલરાઉન્ડર આંદ્રે રસલે ઈડર્ન ગાર્ડનનો ઐતિહાસિક બેલ વગાડીને મેચની શરુઆત કરાવી છે. જણાવી દઈએ કે આજે આંદ્રે રસલનો જન્મ દિવસ પણ છે.

  • 29 Apr 2023 04:07 PM (IST)

    Gujarat News Live: રાહુલ ગાંઘી માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં 2 મેના રોજ હાથ ધરાશે સુનાવણી

    રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાનિ કેસમાં ફટકારેલી બે વર્ષની સજાને પડકારતી અરજી ઉપર ગુજરાત હાઈકોર્ટમાં આગામી 2 મે મંગળવારના રોજ સુનાવણી હાથ ધરાશે. આજે ગુજરાત હાઈકોર્ટમાં બન્ને પક્ષકારોની દલીલો પૂર્ણ થઈ છે. મંગળવારના બપોર બાદ, કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

  • 29 Apr 2023 04:01 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : 4.15 કલાકે શરુ થશે મેચ

    વરસાદ બાદ તમામ કવર મેદાન પરથી લઈ લેવામાં આવ્યા છે. હવે 4.15 કલાકે મેચ શરુ થશે. વરસાદને કારણે મેચમાં ઓવર ઓછી કરવામાં આવી નથી. 20-20 ઓવરની મેચ ટૂંક સમયમાં શરુ થશે. ખેલાડીઓ વોર્મ કરવા માટે મેદાન પર ઉતર્યા છે.

  • 29 Apr 2023 03:38 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : વરસાદ થયો બંધ

    ઈડન ગાર્ડનમાં વરસાદ બંધ થયો છે. અમ્પાયર મેદાનપર પહોંચ્યા હતા અને હવે કવર્સ પણ ધીરે ધીરે હટી રહ્યાં છે. આજની મેચ હવે જલ્દી શરુ થાય તેવી સંભાવના છે.

  • 29 Apr 2023 03:19 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : મેચમાં વરસાદનું વિઘ્ન

    ઈડન ગાર્ડનમાં ટોસ બાદ વરસાદી માહોલ સર્જાયો છે. વરસાદને કારણે દર્શકો અને ખેલાડીઓ છત્રી સાથે જોવા મળ્યા હતા. તેની સાથે સાથે મેદાન પર વરસાદથી બચવા માટે કવર્સ ગોઠવી દેવામાં આવ્યા છે. મેચ શરુ થવામાં વિલંબ થઈ શકે છે.

  • 29 Apr 2023 03:11 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : બંને ટીમની પ્લેઈગ ઈલેવન

    ગુજરાત ટાઇટન્સ  : રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, નૂર અહમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ

    ગુજરાત ટાઇટન્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : શુભમન ગિલ, શ્રીકર ભરત, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, શિવમ માવી, જયંત યાદવ

    કોલકાતા નાઈટ રાઈડર્સ : એન જગદીસન, રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, ડેવિડ વિઝ, શાર્દુલ ઠાકુર, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી

    કોલકાતા નાઈટ રાઈડર્સ ઈમ્પેક્ટ પ્લેયર્સ : સુયશ શર્મા, મનદીપ સિંહ, અનુકુલ રોય, ટિમ સાઉથી, કુલવંત ખેજરોલિયા

  • 29 Apr 2023 03:04 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : ગુજરાત ટાઈટન્સે જીત્યો ટોસ

     

    ઈડન ગાર્ડનમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી છે. એટલે કે કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરશે.

  • 29 Apr 2023 02:50 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : ટૂંક સમયમાં થશે ટોસ

    ઈડન ગાર્ડનમાં થનારી મેચનો ટોસ આજે 3 કલાકે થશે. આજની મેચ આજે બપોરે 3.30 કલાકે શરુ થશે.

  • 29 Apr 2023 02:33 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : બંને ટીમ વચ્ચેનો હેડ ટુ હેડ રેકોર્ડ

    કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની ટીમ હમણા સુધી આઈપીએલમાં 2 વાર એકબીજા વિરુદ્ધ મેચ રમી છે. જેમાંથી 1 મેચમાં કોલકત્તાની ટીમનો અને 1 મેચમાં ગુજરાતની ટીમનો વિજય થયો છે. આ બંને ટીમો વચ્ચે આઈપીએલ ઈતિહાસની ત્રીજી ટક્કર થશે.

  • 29 Apr 2023 02:28 PM (IST)

    GT vs KKR IPL 2023 live score : ઈડન ગાર્ડનમાં આજે ગુજરાત-કોલકત્તા વચ્ચે ટક્કર

    આજે કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થશે. આ બંને ટીમો આ સિઝનમાં બીજીવાર સામસામે ટકરાશે.આ બંને ટીમ વચ્ચે આ સિઝનની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. રિંકૂ સિંહ અંતિમ ઓવરમાં સતત 5 સિક્સર ફટકારીને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે જીતનો હીરો બન્યો હતો.

Published On - Apr 29,2023 2:25 PM

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">