KKR vs DC Match Result : સતત 5 હાર બાદ દિલ્હી કેપિટલ્સની પ્રથમ જીત, કેપ્ટન વોર્નરે ફટકારી 59મી ફિફટી

|

Apr 21, 2023 | 12:21 AM

Kolkata knight riders vs Delhi capitals : આજે આઈપીએલ 2023માં પ્રથમ વાર વરસાદનું વિઘ્ન જોવા મળ્યું હતું . કોલકત્તાની ટીમે પ્રથમ ઈનિંગમાં ઓલઆઉટ થઈને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

KKR vs DC Match Result : સતત 5 હાર બાદ દિલ્હી કેપિટલ્સની પ્રથમ જીત, કેપ્ટન વોર્નરે ફટકારી 59મી ફિફટી
IPL 2023 KKR vs DC Match Result

Follow us on

આઈપીએલની 16મી સિઝનમાં આજે પ્રથમ વાર વરસાદનું વિઘ્ન જોવા મળ્યું હતું. વરસાદને કારણે આપીએલ 2023ની 28મી મેચ 7.30 કલાકની જગ્યાએ 8.30 કલાકે શરુ થઈ હતી. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે 10 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન વોર્નરની 59 આઈપીએલ ફિફટની મદદથી દિલ્હી કેપિટલ્સની ટીમે આજે સિઝન 16મી પ્રથમ જીત મળી હતી. દિલ્હી કેપિટલ્સે આ મેચ 4 વિકેટથી જીતી હતી.

દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્માએ 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. અક્ષર પટેલે 3 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ લીધી હતી. નોર્ટજે 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. મુકેશ યાદવે 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે 57 રન, પૃથ્વી શોએ 13 રન, મિચેલ માર્શે 2 રન, સોલ્ટે 5 રન, મનિષ પાંડે એ 21 રન , અમન ખાને 0 રન, અક્ષર પટેલે 19 રન અને લલિત યાદવે 4 રન બનાવ્યા હતા.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી  જેસન રોયે 43 રન, લિટન દાસે 4 રન, વેંકટેશ ઐયરે 0 રન, નીતિશ રાણાએ 4 રન, મનદીપ સિંહે 12 રન, આન્દ્રે રસેલે 38 રન, રિંકુ સિંહે 6 રન, સુનીલ નારાયણે 4 રન, ઉમેશ યાદવે 3 રન, વરુણ ચક્રવર્તીએ 1 રન અને અનુકુલ રોયે 0 રન બનાવ્યા હતા.

કોલકત્તા તરફથી વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી. અનુકુલ રોયે 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે કેપ્ટન રાણાએ 4 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ લીધી હતી.

મેચની મોટી વાતો

  • વરસાદને કારણે આજે મેચનો ટોસ 8.15 કલાકે થયો હતો અને મેચ 8.30 કલાકે શરુ થઈ હતી.
  • 717 દિવસ બાદ દિગ્ગજ બોલર ઈશાંત શર્માએ ક્રિકેટના મેદાન પર વાપસી કરી હતી.
  • 10.75 કરોડનો ખેલાડી શાર્દુલ ઠાકુર શાનદાર ફોર્મમાં હોવા છતા આજની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ન હતો.
  • આજની મેચમાં પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સના બોલરોએ 67 ડોટ બોલ નાંખ્યા હતા.
  • એપલના સીઈઓ ટિમ કુક આ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.
  • કેપ્ટન નીતીશ રાણાએ આજે બોલિંગ કરીને આઈપીએલમાં પોતાની 8મી વિકેટ લીધી હતી.
  • નીતીશ રાણાએ હમણા સુધી ડી વિલિયર્સ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ડી’આર્સી શોર્ટ, પાર્થિવ પટેલ, રિષભ પંત, નિકોલસ પૂરન અને મિશેલ માર્શની વિકેટ લીધી છે.
  • લગ્ન કરીને પરત ફરેલો નીતીશ રાણા ફરી આઈપીએલમાં ફ્લોપ થયો છે.
  • ડેવિડ વોર્નરે આજે આઈપીએલ કરિયરની 59મી ફિફટી ફટકારી હતી.

મેચની રોમાંચક ક્ષણો

 

 

દિલ્હી કેપિટલ્સે જીત્યો હતો ટોસ

 


દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ (વિકેટકીપર), મિશેલ માર્શ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર

કોલકાતા નાઈટ રાઈડર્સ  : જેસન રોય, લિટન દાસ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), મનદીપ સિંહ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, કુલવંત ખેજરોલિયા, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા

Published On - 12:18 am, Fri, 21 April 23

Next Article