AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી લોકોના ઘર તોડાવશે? ₹40 લાખના પેકેજવાળા હેન્ડસમ યુવકને યુવતીએ રાહુલ ગાંધીના કારણે મોઢા પર ‘ના’ પાડી દીધી

X (ટ્વિટર) પર વાયરલ થયેલી એક પોસ્ટે એ વાત પર નવી ચર્ચા છેડી દીધી છે કે, આજકાલ લગ્ન માટે રાજકીય વિચારો પણ કેટલા મહત્વના બની ગયા છે. એક યુઝરે દાવો કર્યો છે કે, તેણે વાર્ષિક ₹40 લાખ કમાતા અને હેન્ડસમ છોકરાનો લગ્નનો પ્રપોઝલ માત્ર એટલા માટે ફગાવી દીધો, કારણ કે તે વિપક્ષી નેતા રાહુલ ગાંધીને પોતાના રોલ મોડેલ માનતો હતો.

રાહુલ ગાંધી લોકોના ઘર તોડાવશે? ₹40 લાખના પેકેજવાળા હેન્ડસમ યુવકને યુવતીએ રાહુલ ગાંધીના કારણે મોઢા પર 'ના' પાડી દીધી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2026 | 2:29 PM
Share

આજકાલ લગ્ન કરવા ખૂબ મુશ્કેલ બની રહ્યા છે. ઘણા લોકો એટલા માટે રિજેક્ટ થઈ જાય છે, કારણ કે તેમને સારું સ્થળ તો મળી જાય છે પરંતુ તેમની પાસે સારી નોકરી કે સારા લુક્સ નથી હોતા. લગ્ન અને પાર્ટનરને લઈને આજની જનરેશનની અપેક્ષાઓ ખૂબ બદલાઈ ગઈ છે. હવે માત્ર લુક્સ અને જોબ્સ જ જરૂરી નથી રહ્યા.

વિચારો સમાન હોવા જોઈએ

આજની જનરેશનને એકબીજાના વિચારો સમજવાની પણ જરૂર છે. આ સિવાય જે પાર્ટનર સાથે તમે તમારી બાકીની જિંદગી વિતાવવા માંગો છો, તેની સાથે ઈજ્જત, વિશ્વાસ, કોમ્યુનિકેશન, ગોલ્સ અને વેલ્યુઝ, પૈસા, ઈમોશનલ સપોર્ટ તેમજ પર્સનલ ફ્રીડમ જેવી બાબતો પર તમારા વિચારો સમાન હોવા જોઈએ.

હવે આ બધા વચ્ચે ભાગ્યે જ કોઈએ અપેક્ષા રાખી હશે કે, પોલિટિકલ આઈડિયોલોજી પર પણ તમારા વિચારો એકસરખા હોવા જોઈએ. બસ આવું જ કઇંક એક યુવક સાથે થયું છે. સોશિયલ મીડિયા પર એવો દાવો વાયરલ થઈ રહ્યો છે કે, એક યુવતીએ તેને એટલા માટે રિજેક્ટ કરી દીધો, કારણ કે તેની પોલિટિકલ આઈડિયોલોજી તેની સાથે મેળ ખાતી નહોતી.

40 લાખનું પેકેજ છતાંય રિજેક્ટ?

એક છોકરીએ ચોંકાવનારો દાવો કર્યો છે કે, તેણે વિચિત્ર કારણસર એક છોકરાને રિજેક્ટ કરી દીધો. X પર શેર કરવામાં આવેલી પોસ્ટ મુજબ, છોકરા પાસે 40 લાખનું પેકેજ હતું, તે દેખાવમાં હેન્ડસમ હતો પરંતુ તેમ છતાંય તેણે તેને રિજેક્ટ કરી દીધો. ખાસ વાત એ છે કે, જ્યારે તેણે રિજેક્શનનું કારણ બતાવ્યું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

સોશિયલ મીડિયા પર એક વિચિત્ર પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેણે એક વિચિત્ર કારણસર લગ્નનો પ્રપોઝલ રિજેક્ટ કરી દીધો. ‘Aaruhi Reddy’ નામની એક ID માં (જેની અસલી ઓળખ વેરીફાઈ નથી) પોસ્ટ કરવામાં આવી છે.

તેણે પોતાને એક જવાન છોકરી ગણાવી છે અને કહ્યું છે કે, તેણે 40 લાખ રૂપિયા વાર્ષિક કમાતા એક હેન્ડસમ વરરાજાનો લગ્નનો પ્રપોઝલ માત્ર એટલા માટે રિજેક્ટ કરી દીધો, કારણ કે તે લીડર ઓફ ઓપોઝિશન (LoP) રાહુલ ગાંધીને પોતાના ‘રોલ મોડેલ’ માનતો હતો.

પોસ્ટમાં અસલમાં શું છે?

‘આરૂહી રેડ્ડી’ નામના એક વેરીફાઈડ એકાઉન્ટ પર છોકરીએ લખ્યું કે, “હું હાલમાં જ લગ્ન માટે એક સ્થળે ગઈ હતી. છોકરો હેન્ડસમ હતો, તેનું પેકેજ ₹40 લાખનું હતું અને તે સારા પરિવારમાંથી હતો. જો કે, મેં તેને માત્ર એક જ કારણસર રિજેક્ટ કરી દીધો. મેં તેની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર જોયું કે, “તે રાહુલ ગાંધીને પોતાના આઈડલ માને છે.” છોકરીએ દાવો કર્યો છે કે, તેણે છોકરાને એટલા માટે રિજેક્ટ કરી દીધો કારણ કે તે રાહુલ ગાંધીનો ફેન છે.

તેણે આગળ લખ્યું, “એક સ્વાભિમાની રાષ્ટ્રવાદી હિન્દુ તરીકે હું એવા કોઈને ક્યારેય પોતાના રોલ મોડેલ, પોતાના લાઈફ પાર્ટનર ના માની શકું જે કોઈ ફેલિયરને પોતાના રોલ મોડેલ માનતા હોય.” કમેન્ટ સેક્શનમાં યુઝરે એવું પણ કહ્યું કે, તે છેલ્લા મહિને જ 18 વર્ષની થઈ છે. 17 ઓગસ્ટે શેર કરવામાં આવેલી આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે અને X પર તેને 112.1 હજાર વ્યુઝ મળી ચૂક્યા છે.

ગુજરાત સહિત 8 રાજ્યોના DM પાસે છે ભારતીય નાગરિકતા આપવાનો અધિકાર, નિયમો કરાયા કડક

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">