ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યા સાથેના સંબંધ અને IPL કોમેન્ટ્રી વિવાદ પર કર્યો મોટો ખુલાસો
IPL 2025 કોમેન્ટ્રી પેનલમાંથી ઈરફાન પઠાણને અચાનક દૂર કરવામાં આવ્યા બાદ મોટો વિવાદ થયો. લોકોના મનમાં એ સવાલ હતો કે શું કોઈ સ્ટાર ખેલાડીની ટિપ્પણી કરવાના કારણે ઈરફાનનું પત્તું કપાયું? આ સિવાય હાર્દિક પંડયા સાથે તેના તીખા સંબંધની પણ ખૂબ ચર્ચા થઈ. આ બધી વાતો પરથી ઈરફાન પઠાણે પડદો ઉઠાવ્યો છે અને એક ઈન્ટરવ્યુમાં મોટો ખુલાસો કર્યો છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે IPL 2025 કોમેન્ટ્રી પેનલમાંથી દૂર થવા અંગે અને હાર્દિક પંડ્યા સાથેના સંબંધોને લઈ ખુલાસો કર્યો છે. ઈરફાને સંકેત આપ્યો કે હાર્દિક પંડ્યાની રમત સંબંધિત ટીકાને કારણે તેમને પેનલમાંથી હટાવવામાં આવ્યા હતા. જોકે, તેમણે સ્પષ્ટ રીતે દુશ્મનાવટની કોઇ શક્યતાને નકારી હતી.
14 મેચોમાંથી માત્ર 7 વખત હાર્દિકની ટીકા કરી
ઈરફાને જણાવ્યું કે, “મૈં 14 મેચોમાંથી માત્ર 7 વખત હાર્દિકની ટીકા કરી, તે પણ નરમ શબ્દોમાં. ખેલાડી ભૂલ કરે છે તો ટીકાની જરૂર હોય છે. ટીકા બધાની થાય છે — સચિન, ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓની પણ થઈ છે. મારું કામ નિષ્પક્ષ વિશ્લેષણ કરવાનું છે. રવિ શાસ્ત્રી સાથે લાઈવ કોમેન્ટ્રી દરમિયાન પણ મેં કહ્યું હતું કે ખરાબ રમતા ખેલાડીઓની ટીકા કરવી જોઈએ.”
ટીકા થવી સારી વાત છે
ઈરફાન પઠાણનું માનવું છે કે ટીકા કરવી અને મળવી બન્ને સારી વાત છે. જો ખેલાડી સારી રમત ન રમે તો તેના પર ટિપ્પણી કરવી જરૂરી છે. આ કામ કોમેન્ટેટરનું છે અને ખેલાડીઓએ તેને સ્વીકારવું જોઈએ. હાર્દિકની ટીકા કરવાના બદલામાં, તેના કેટલાક સાથી કોમેન્ટેટરોએ ઈરફાન પઠાણની ટીકા કરી અને તેને કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવાની માંગ કરી હતી.
BREAKING NEWS
Irfan Pathan confirmed that he was removed from commentary because he criticized Hardik Pandya and his fragile ego was hurt. pic.twitter.com/pwbWjnXi2t
— (@jod_insane) August 15, 2025
હાર્દિક પંડયા સાથે કોઈ દુશ્મનાવટ નથી
હાર્દિક પંડયા સાથેના સંબંધ વિશે ઈરફાને કહ્યું, “કોઈ દુશ્મનાવટ નથી. બરોડાની ટીમના દરેક ખેલાડીએ અમારી પાસેથી ટેકો મળ્યો છે — Sponsorshipથી લઈ જૂતા સુધી. હાર્દિક, કૃણાલ, દીપક હુડ્ડા, સ્વપ્નિલ સિંહ – દરેક માટે અમે મદદરૂપ બન્યા છીએ.”
IPL કોમેન્ટ્રી પેનલમાંથી કેમ દૂર કરાયો?
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ઈરફાન પઠાણની ટીકા વિવેકપૂર્ણ અને જવાબદારી ભરેલી હતી, અને હાર્દિક પંડ્યા સાથે તેમનો કોઈ વ્યક્તિગત વિવાદ નથી. તેમ છતાં, પ્રસારણકર્તાઓએ આ ટીકા પસંદ ન કરી હોવાથી તેમને IPL કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો અણસાર મળી રહ્યો છે.
આ પણ વાંચો: દુલીપ ટ્રોફી 2025 : ફક્ત ચોગ્ગાની મદદથી જ 100 રન ફટકારનાર 21 વર્ષીય આ ક્રિકેટર કોણ છે?
