ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં 18 એપ્રિલનો દિવસ અત્યંત ખાસ છે. આ દિવસે જ 2008માં બેંગલુરૂના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઇન્ડીયન પ્રીમિયર લીગની શરૂઆત થઈ હતી. પહેલા સીઝનની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. પ્રથમ મેચમાં જ કેકેઆરના ઓપનર બ્રેન્ડન મેક્કુલમે ખાલી 73 બોલમાં 158 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
મેક્કુલમની શાનદાર ઈનિંગના કારણે સૌરવ ગાંગુલીની નેતૃત્વવાળી કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે રોયલ ચલેન્જર્સ બેંગલોરને 140 રનની કારમી હાર આપી હતી. તે સમયે આરસીબીના કેપ્ટન રાહુલ દ્રવિડ હતા. ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન બ્રેન્ડન મૈક્કુલમના બેટથી 13 છગ્ગા અને 10 ચોગ્ગા નીકળ્યા હતા અને તે આઇપીએલની પ્રથમ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.
આઈપીએલની પ્રથમ સીઝનમાં રાજસ્થાન રોયલ્સની જીત થઈ હતી. ઓસ્ટ્રેલિયાના દિવંગત સ્પિનર શેન વોર્નના નેતૃત્વમાં રાજસ્થાનની ટીમ વિજેતા રહી હતી. રાજસ્થાન રોયલ્સે ફાઈનલમાં ચેન્નાઈ સપર કિંગ્સ (CSK) ને 3 વિકેટથી માત આપી હતી. ત્યારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.
ટુર્નામેન્ટની ધમાકેદાર શરુઆતે ક્રિકેટ ફેન્સને આ ફોર્મેટના દિવાના બનાવી દીધા હતા. ક્રિકેટ ફેન્સનો ઈન્ટરેસ્ટ ક્રિકેટના ટૂંકા ફોર્મેટમાં આ હદ સુધી વધ્યો કે ટી20ની લોકપ્રિયતા શીર્ષ પર પહોંચી હતી. આઈપીએલ લલિત મોદીનો આઈડીયા હતો. ગ્લૈમર અને રમતની આ લીગમાં જે રીતે પૈસાનો વરસાદ થયો ક્રિકેટ વિશ્વ જોતું રહી ગયું હતું. આઈપીએલએ BCCIના રેવન્યુમાં વધારો કર્યો હતો અને ક્રિકેટ વિશ્વના બાકી બોર્ડ બીસીસીઆઈથી ઘણા પાછળ થઈ ગયા હતા. અત્યાર સુધી આઈપીએલની 15 સીઝન સમાપ્ત થઈ ગઈ છે અને હાલમાં 16મી સીઝન ચાલી રહી છે.
દરેક રમત આ લીગના મોડલને ફોલો કરવાના પ્રયત્નમાં લાગી ગઈ. 2008થી 2010 સુધી પ્રથમ ત્રણ સીઝનમાં લલિત મોદી આઈપીએલના ચેરમેન અને કમિશ્નર રહ્યા હતા. આઈપીએલ 2010ની ફાઈનલ બાદ BCCIએ તેને બહારનો રસ્તો બતાવ્યો હતો. લલિત મોદી પર ઘણા આરોપ લાગ્યા હતા.
આઈપીએલના મુકાબલાઓ હિટ થતા રહ્યા પણ બીજી બાજુ ઘણા વિવાદો પણ ચર્ચામાં રહ્યા. સૌથી મોટો વિવાદ 2013માં સામે આવ્યો, જ્યારે રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓ પર સ્પોટ ફિક્સિંગના આરોપ લાગ્યા અને તે સમયના બીસીસીઆઈ અધ્યક્ષ એન શ્રીનિવાસનના જમાઈની ગેરકાયદેસર સટ્ટેબાજીના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: IPL 2023 : આઇપીએલમાં સૌથી ઝડપી 4000 રન કરનાર ખેલાડીઓમાં ટોચ પર આ ભારતીય બેટ્સમેન
Published On - 2:25 pm, Tue, 18 April 23