AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘જો કેપ્ટન નથી બનાવવો તો રિલીઝ કરી દો…’ આ ખેલાડીએ મુંબઈ ઇન્ડિયન્સને આપ્યું ‘અલ્ટીમેટમ’, જાણો અંદરની વાત

IPL 2027 પહેલા મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન પદને લઈને સોશિયલ મીડિયા પર ભારે અફવાઓ શરૂ થઈ ગઈ છે. હાર્દિક પંડ્યા ટીમ છોડી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે હવે આ ખેલાડીએ અલ્ટીમેટમ આપ્યું હોવાનો એક દાવો વાયરલ થયો છે.

'જો કેપ્ટન નથી બનાવવો તો રિલીઝ કરી દો...' આ ખેલાડીએ મુંબઈ ઇન્ડિયન્સને આપ્યું 'અલ્ટીમેટમ', જાણો અંદરની વાત
| Updated on: Jun 28, 2026 | 8:16 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન એટલે કે આઇપીએલ 2027માં મુંબઈ ઇન્ડિયન્સ એક નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરી શકે છે. મુંબઈએ આઇપીએલ 2024માં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો પરંતુ હાર્દિકની કેપ્ટનશીપમાં ટીમ સતત ખરાબ પ્રદર્શન કરી રહી છે. હવે 19મી સીઝન પૂરી થયા બાદ હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સથી અલગ થઈ રહ્યો હોવાના અહેવાલો સતત આવી રહ્યા છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, હાર્દિક પંડ્યા ટ્રેડ ડીલ દ્વારા મુંબઈથી કોઈ બીજી ટીમમાં જશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સૂર્યકુમાર યાદવનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

વાયરલ થઈ ‘પોસ્ટ’

સોશિયલ મીડિયા પર સૂર્યકુમાર યાદવને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેણે મુંબઈ ઇન્ડિયન્સને અલ્ટીમેટમ આપ્યું છે. દાવો કરાઈ રહ્યો છે કે, સૂર્યકુમાર યાદવે મુંબઈ ઇન્ડિયન્સને કહ્યું છે કે; જો તેને કેપ્ટન ન બનાવવા હોય તો રિલીઝ કરી દેવામાં આવે. સૂર્યાનું આ નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે પરંતુ કોઈએ પણ આના સ્ત્રોત (સોર્સ)નો ઉલ્લેખ કર્યો નથી. આખરે સૂર્યાએ આવું ક્યારે કહ્યું? ક્યાં કહ્યું? આ માહિતી કોઈએ આપી નથી.

વાયરલ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, અહેવાલો અનુસાર સૂર્યકુમાર યાદવે આકાશ અંબાણીને કહ્યું હતું કે, જો મુંબઈ ઇન્ડિયન્સ તેને કેપ્ટન બનાવવાની ન હોય, તો તેને ટીમમાંથી કાઢી મૂકવામાં આવે. હવે આકાશ અંબાણીએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે અને સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સના આગામી કેપ્ટન બનવા જઈ રહ્યો છે. સૂર્યકુમાર યાદવે મુંબઈ ઇન્ડિયન્સના સોશિયલ મીડિયા પેજને ફરીથી ફોલો કરવાનું શરૂ કરી દીધું છે.

આ વાયરલ દાવો કેટલો ‘સાચો’?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવે આવું કોઈ નિવેદન આપ્યું નથી. મુંબઈ ઇન્ડિયન્સે હજુ સુધી સૂર્યકુમાર યાદવને કેપ્ટન પણ જાહેર કર્યા નથી. સોશિયલ મીડિયા પર સૂર્યકુમાર યાદવના નિવેદન વાળી આ પોસ્ટ સંપૂર્ણપણે નકલી (કાલ્પનિક) છે. વાસ્તવમાં, આઇપીએલ 2026 પૂરી થયા પછી વ્યુઝ અને ફોલોઅર્સ મેળવવાના ચક્કરમાં આવા ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તમને આવી પોસ્ટ જોવા મળે તો તમે તેના પર બિલકુલ વિશ્વાસ ન કરશો.

જે ક્યારેય ન થયું તે હવે થયું! 149 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યો આ ‘વર્લ્ડ રેકોર્ડ’, ક્રિકેટ ઇતિહાસના પાના બદલાઈ ગયા

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">