AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Controversy: ‘કેપ્ટન કૂલ’ ધોનીને આવ્યો ગુસ્સો! મેદાનમાં આવી અમ્પાયર સાથે કર્યો વાદ-વિવાદ, તે ઘટનાએ બધાને ચોંકાવ્યા, જુઓ Video

MS Dhoni Angry Moment in IPL : ભારતીય ક્રિકેટના સૌથી શાંત અને સમજદાર કેપ્ટન તરીકે ઓળખાતા MS Dhoniને સામાન્ય રીતે ‘Captain Cool’ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક એવી ઘટના પણ બની હતી, જ્યારે ધોની પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહોતા અને સીધા મેદાનમાં આવી અંપાયર સાથે વાદ-વિવાદ કરવા લાગ્યા હતા.

IPL Controversy: ‘કેપ્ટન કૂલ’ ધોનીને આવ્યો ગુસ્સો! મેદાનમાં આવી અમ્પાયર સાથે કર્યો વાદ-વિવાદ, તે ઘટનાએ બધાને ચોંકાવ્યા, જુઓ Video
MS Dhoni Angry Moment in IPL
| Updated on: Mar 31, 2026 | 12:42 PM
Share

આ ઘટના Indian Premier League 2019 દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મેચમાં બની હતી.આ મેચ ખૂબ જ રોમાંચક હતી. છેલ્લાં ઓવરમાં Chennai Super Kingsને જીત માટે 18 રનની જરૂર હતી. મેચ તંગ પરિસ્થિતિમાં પહોંચી ગયો હતો અને દરેક બોલ મહત્વનો બની ગયો હતો. ધોની તે સમયે ડગઆઉટમાં બેઠા હતા, પરંતુ મેદાન પર બનતી ઘટનાએ તેમને અંદરથી હચમચાવી દીધા.

મેદાન પર ઉભેલા અમ્પાયરે નો-બોલ જાહેર કર્યો

રાજસ્થાન તરફથી બોલિંગ કરી રહેલા Ben Stokesએ એક ફુલટોસ બોલ ફેંક્યો, જે કમરથી ઉપર હતો. ક્રિકેટના નિયમો અનુસાર આવા બોલને સામાન્ય રીતે ‘નો-બોલ’ જાહેર કરવામાં આવે છે. મેદાન પર ઉભેલા અમ્પાયર શરૂઆતમાં આ બોલને નો-બોલ જાહેર કર્યો હતો, જેના કારણે CSKને મોટો ફાયદો મળી શકે હતો.

પરંતુ થોડા જ સેકન્ડોમાં નિર્ણય બદલાયો. સ્ક્વેર લેગ પર ઉભેલા બીજા અમ્પાયરે આ બોલને લીગલ ગણાવ્યો અને પહેલા અમ્પાયરનો નિર્ણય બદલાઈ ગયો. આ અચાનક ફેરફારથી ખેલાડીઓ અને ફેન્સ બંને આશ્ચર્યચકિત થઈ ગયા.

ધોની ડગઆઉટમાંથી બહાર આવી સીધા મેદાનમાં પ્રવેશી ગયો

આ સમયે ધોની ડગઆઉટમાંથી બહાર આવી સીધા મેદાનમાં પ્રવેશી ગયો. તેમણે અમ્પાયરો  સાથે આ નિર્ણય અંગે કડક રીતે વાતચીત કરી. સામાન્ય રીતે શાંત રહેતા ધોનીનો આ રૂપ જોવા મળતા સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો પણ ચોંકી ગયા. ક્રિકેટમાં ખેલાડીઓ માટે અમ્પાયર સાથે આ રીતે વાદ-વિવાદ કરવો નિયમોના વિરુદ્ધ માનવામાં આવે છે.

જુઓ વીડિયો…

(Credit Source: Cricket News, Facts & Updates)

કેપ્ટન તરીકે તેમનું રિએક્શન સ્વાભાવિક હતું

આ ઘટનાના કારણે ધોની પર મેચ ફીનો 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. છતાં, ઘણા ફેન્સે ધોનીનો સમર્થન કર્યું અને કહ્યું કે ટીમ માટે આવી પરિસ્થિતિમાં કેપ્ટન તરીકે તેમનું રિએક્શન સ્વાભાવિક હતું.

આ ઘટના એ સાબિત કરે છે કે ભલે ખેલાડી કેટલો પણ શાંત કેમ ન હોય, પરંતુ મેચની ગરમી અને દબાણમાં ક્યારેક ભાવનાઓ ઉપર આવી જાય છે. ધોની જેવા અનુભવી ખેલાડી માટે પણ આ ક્ષણ અસામાન્ય હતી, જેને આજે પણ IPLની સૌથી ચર્ચિત ઘટનાઓમાં ગણવામાં આવે છે.

IPL Controversy: શાહરૂખ ખાનના વાનખેડે સ્ટેડિયમમાં એન્ટ્રી થઈ હતી બેન, ભારે હોબાળો મચ્યો હતો, જાણો આ બાબત વિશે

Follow Us
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
વ્યાજખોરોનો આતંક: હર્ષ સંઘવીના દાવા પોકળ? પિતાનો અંતિમ વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">