IPL Mega Auction : મોહમ્મદ શમી પર 10 કરોડ રૂપિયાની બોલી લાગી, આ ટીમે ખરીદ્યો
Mohammed Shami Auction Price : મોહમ્મદ શમી છેલ્લા એક વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર હોવા છતાં IPLમાં તેની માંગ વધુ વધી છે. શમીને તેની કારકિર્દીમાં સૌથી વધુ રકમ મળી છે.
IPL મેગા ઓક્શનઃ અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને IPL 2025માં નવી ટીમ મળી છે. આ ખેલાડી હવે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમશે. શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શમીને ખરીદવા માટે KKR અને CSK વચ્ચે બિડિંગ શરૂ થયું હતું. શમી ગુજરાત ટાઇટન્સનો ભાગ હતો અને તેણે RTM પણ લીધું ન હતું. આ રીતે શમી હવે સનરાઇઝર્સ હૈદરાબાદનો છે.
ગુજરાત ટાઈટન્સે રિલીઝ કર્યો હતો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી છેલ્લી સતત 3 સિઝનથી ગુજરાત ટાઇટન્સ સાથે હતો અને તેણે ટીમને ટાઈટલ જીતાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ 2023ની સિઝનમાં તેણે 28 વિકેટ લઈને પર્પલ કેપ જીતી અને સતત બીજી વખત ગુજરાતને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતે 2022ની મેગા ઓક્શનમાં શમીને રૂ. 6.25 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ આ વખતે તેને છોડી દીધો હતો. જો કે ગયા વર્ષે વર્લ્ડ કપમાં તેને થયેલી ઈજાને કારણે તે 2024ની સિઝનમાં રમી શક્યો ન હતો.
You want pace, you get pace! ⚡️ ⚡️
Mohammad Shami joins #SRH for INR 10 Crore #TATAIPLAuction | #TATAIPL | @MdShami11 | @SunRisers pic.twitter.com/Jxl8Kv781J
— IndianPremierLeague (@IPL) November 24, 2024
આવો છે શમીનો IPL રેકોર્ડ
આ ઈજાને કારણે શમી એક વર્ષ સુધી મેદાનની બહાર રહ્યો હતો અને તાજેતરમાં જ તેણે રણજી ટ્રોફીમાં પુનરાગમન કર્યું હતું. આ વખતે ભારતીય સ્ટારે મેગા ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખી હતી. શમીની આઈપીએલ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે દિલ્હી અને પંજાબ માટે કેટલીક સીઝન પણ રમી હતી. તેણે IPLની 110 મેચમાં 127 વિકેટ લીધી છે.
આ પણ વાંચો: IPL Mega Auction : મિશેલ સ્ટાર્કને 13 કરોડનું નુકસાન થયું, આટલી ઓછી કિંમત મળી