Rohit Sharma: રોહિત શર્માએ ઈતિહાસ રચ્યો, સદી ચૂકી ગયો પણ 81 રન બનાવીને તોડ્યો રેકોર્ડ
IPL 2025ના એલિમિનેટર મેચમાં રોહિત શર્માએ 81 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રોહિતે પોતાની ઈનિંગમાં 4 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ખેલાડી સદી ચૂકી ગયો પણ તેના નામે એક મોટો રેકોર્ડ બની ગયો.

રોહિત શર્મા મોટી મેચોમાં તેના અદ્ભુત પ્રદર્શન માટે જાણીતો છે અને આ ખેલાડીએ ગુજરાત ટાઈટન્સ સામેની એલિમિનેટર મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. રોહિતે 81 રનની ઈનિંગ રમી અને આ સાથે તેણે પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો. રોહિત શર્માએ ગુજરાત સામેની તેની ઈનિંગમાં 4 છગ્ગા અને 9 ચોગ્ગા ફટકાર્યા હતા અને આ સિઝનમાં ચોથી વખત તેણે ફિફ્ટીથી વધુનો સ્કોર બનાવ્યો છે.
પ્લેઓફમાં મુંબઈ સૌથી મોટી ઈનિંગ રમી
રોહિત શર્માએ પહેલીવાર IPL પ્લેઓફમાં આટલી મોટી ઈનિંગ રમી. પ્લેઓફમાં 81 રન તેની સર્વોચ્ચ ઈનિંગ છે. એટલું જ નહીં, આ પ્લેઓફમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ શ્રેષ્ઠ ઈનિંગ છે. આ પહેલા આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો, જેણે 2019માં ચેન્નાઈ સામે અણનમ 71 રન બનાવ્યા હતા.
રોહિત શર્માએ 7 હજાર રન પૂર્ણ કર્યા
રોહિત શર્માએ IPLમાં 7000 રન પણ પૂરા કર્યા હતા. વિરાટ કોહલી પછી રોહિત શર્મા બીજો ખેલાડી છે જેણે IPLમાં 7000 થી વધુ રન બનાવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્માએ IPLમાં પોતાના 300 સિક્સર પણ પૂરા કર્યા હતા. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી છે.
મુંબઈએ 228 રન બનાવ્યા
એલિમિનેટર મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને 20 ઓવરમાં 228 રન બનાવ્યા હતા. રોહિતે સૌથી વધુ 81 રનની ઈનિંગ રમી. બીજી તરફ, જોની બેયરસ્ટોએ 22 બોલમાં 47 રનની ઈનિંગ રમી, જ્યારે સૂર્યકુમાર યાદવે 20 બોલમાં 33, તિલક વર્માએ માત્ર 11 બોલમાં 25 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 22 રન બનાવ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સનો 228 રનનો સ્કોર પ્લેઓફમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ સૌથી મોટો સ્કોર છે.
આ પણ વાંચો: GT vs MI : રોહિત શર્માએ IPLમાં 300 છગ્ગા ફટકારીને બનાવ્યો ખાસ રેકોર્ડ, વિરાટ કોહલીને પાછળ છોડી દીધો