IPL 2025 : આઉટ આઉટ આઉટ,,,,,,,,,,,,, 3 બોલમાં 3 વિકેટ પડી, આઈપીએલમાં પહેલી વખત અનોખી હેટ્રિક
આઈપીએલ 2025માં 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હાર આપી છે. દિલ્હી વિરુદ્ધ આ મેચમાં મુંબઈની ટીમે એક અનોખી હેટ્રિક મેળવી હતી. ઈનિગ્સની 19મી ઓવર લઈને આવેલા જસપ્રીત બુમરાહે આ કામ કર્યું હતુ.

મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને તેના ઘર આંગણે 12 રનથી હાર આપી છે. દિલ્હીની ટીમ આ સીઝનમાં પ્રથમ વખત હારી છે. દિલ્હી કેપિટ્લ્સની ટીમ છેલ્લી ઓવર સુધી મુંબઈને ટકકર આપી હતી પરંતુ 19મી ઓવરના છેલ્લા બોલ પર આખી મેચ પલટી ગઈ હતી. દિલ્હી કેપિટલ્સના 3 બેટ્સમેન રન આઉટ થયા હતા. જેના કારણે મુંબઈએ આ જીત પોતાને નામ કરી હતી.
3 બેટ્સમેન રન આઉટ
તમને જણાવી દઈએ કે,જે ઓવરમાં દિલ્હીના 3 બેટ્સમેન રન આઉટ થયા તે બોલિંગ જસપ્રીત બુમરાહ કરી રહ્યા હતો. બુમરાહની આ ઓવરના પ્રથમ બોલ પર આશુતોષ શર્મા કોઈ પણ રન બનાવ્યા ન હતા પરંતુ બીજા બોલ પર તેમણે ચોગ્ગો ફટકાર્યો હતો,ત્રીજા બોલ આશુતોષ શર્માએ ફરી એક ચોગ્ગો ફટકાર્યો હતો.ચોથા બોલ પર તેમણે 2 રન માટે દોડ લગવી પરંતુ વિલ જેક્સના શાનદાર થ્રોથી વિકેટ પડી હતી. ચોથા બોલ પર આશુતોષ રન આઉટ થયો હતો. આ વિકેટથી મુંબઈએ મેચ પલટાવી નાંખી હતી.
View this post on Instagram
2 બોલર 2 બોલ પર રનઆઉટ
આશુતોષ શર્મા રન આઉટ થયા બાદ કુલદીપ યાદવ 5મી બોલ પર 2 રન લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે પણ રન આઉટ થયો હતો. 2 બોલર 2 બોલ પર રનઆઉટ થયા બાદ છેલ્લા બોલ પર મોહિત શર્મા એક રન લીધો પરંતુ મિશેલ સેન્ટનરે રોકેટ થ્રોથી વિકેટ ઉડાડીને મેચનો અંત કર્યો. આ રીતે, ઓવરના છેલ્લા ત્રણ બોલમાં બુમરાહ ત્રણ વિકેટ મેળવે છતાં, તેના નામે હેટ્રિક નોંધાશે નહીં.
તમને જણાવી દઈએ કે,આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતી પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. દિલ્હીએ છેલ્લી ઓવર સુધી ટકકર આપી પરંતુ અંતે 193 રન જ બનાવી શકી હતી.
શું દિલ્હી જીતેલી મેચ હારી ગયું?
9 બોલમાં 15 રન બનાવવા મુશ્કેલ નહોતા. તે પણ જ્યારે હાથમાં ૩ વિકેટ બાકી હોય. પરંતુ રન આઉટની તે હેટ્રિકને કારણે દિલ્હીને હારનો સામનો કરવો પડ્યો. તેને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો.