IPL 2025 : RCBને મોટો ફટકો, હેઝલવુડ બાદ હવે ફિલ સોલ્ટ પણ IPL રમવા નહીં આવે?
ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. ECBની આ જાહેરાત બાદ IPL ટીમો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઈન્ડિયન્સને મોટું નુકસાન થઈ શકે છે. જાણો કેમ.

17 મેથી ઈન્ડિયન પ્રીમિયર લીગ ફરી શરૂ થઈ રહી છે. ભારત-પાકિસ્તાન તણાવ બાદ લીગ સ્થગિત કરવામાં આવી હતી. પરંતુ હવે મોટી સમસ્યા એ છે કે બાકીના મેચ રમવા માટે કયા વિદેશી ખેલાડીઓ ભારત પાછા ફરશે? ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના ખેલાડીઓને IPLમાં રમવાની પરવાનગી આપી દીધી છે પરંતુ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે કંઈક એવું કર્યું છે જેના કારણે RCBને પરિણામ ભોગવવું પડી શકે છે.
મુંબઈ અને બેંગલુરુને થશે નુકસાન
વાસ્તવમાં, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં ફિલ સોલ્ટ, વિલ જેક્સ, જોસ બટલર, જેકબ બેથેલ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ RCB અને MI સાથે સંકળાયેલા છે અને આ બંને ટીમો IPL જીતવાની મોટી દાવેદાર પણ છે. હવે જો આ ખેલાડીઓ નહીં આવે તો મુંબઈ અને બેંગલુરુને નુકસાન થઈ શકે છે.
ઈંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી
ICC ટુર્નામેન્ટમાં ખરાબ પ્રદર્શન બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે હેરી બ્રુકને તમામ ફોર્મેટનો નવો કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. આ ટીમ 22 મેના રોજ ઝિમ્બાબ્વે સામે એક ટેસ્ટ મેચ રમશે અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વનડે અને ત્રણ T20 મેચની શ્રેણી રમશે. વનડે શ્રેણી 29 મેના રોજ એજબેસ્ટન ખાતે શરૂ થશે.
પાંચ ખેલાડીઓ IPLમાં રમવાના હતા!
ઈંગ્લેન્ડના પાંચ ખેલાડીઓ છે જેમને T20 અને ODI બંને ટીમોમાં પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ IPLમાં પણ રમવાના હતા. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ECBના આ નિર્ણયથી IPL ટીમોને કેટલું નુકસાન થશે. એ પણ શક્ય છે કે આ ખેલાડીઓને IPL રમવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ પ્રશ્ન એ છે કે જો પરવાનગી આપવી જ હતી, તો પછી તેમને ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યા?
ઈંગ્લેન્ડની વનડે ટીમ
હેરી બ્રુક (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગસ એટકિન્સન, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, બ્રાયડન કર્સ, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, મેથ્યુ પોટ્સ, જેમી ઓવરટન, આદિલ રશીદ, જો રૂટ, જેમી સ્મિથ.
ઈંગ્લેન્ડની T20 ટીમ
હેરી બ્રુક (કેપ્ટન), રેહાન અહેમદ, ટોમ બેન્ટન, જેકબ બેથેલ, જોસ બટલર, બ્રાયડન કર્સ, લિયામ ડોસન, બેન ડકેટ, વિલ જેક્સ, સાકિબ મહમૂદ, મેથ્યુ પોટ્સ, જેમી ઓવરટન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, લ્યુક વુડ.
આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર, PCB એ PSL અંગે લીધો મોટો નિર્ણય, IPL સાથે સીધો પંગો
