IPL 2024: પંત અને સેમસનના આંકડાઓ જોઈ ચોક્કસથી ખુશ થશે રોહિત શર્મા, બંનેમાંથી કોને પ્લેઈંગ 11માં તક આપવી તે મોટો પ્રશ્ન

T20 વર્લ્ડ કપ 2024માં રિષભ પંત અને સંજુ સેમસન બંને હાથમાં લાડુ છે એમ કહીએ તો ખોટું નહીં હોય. કારણકે બંને પ્લેઈંગ 11માં સ્થાન મેળવવાના દાવેદાર છે. બંનેનું IPL 2024માં ફોર્મ અને આંકડાઓ પણ લગભગ સમાન છે. એવામાં જેને પણ તક મેળશે તે વર્લ્ડ કપમાં ધમાલ મચાવશે. આ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારી બાબત છે.

IPL 2024: પંત અને સેમસનના આંકડાઓ જોઈ ચોક્કસથી ખુશ થશે રોહિત શર્મા, બંનેમાંથી કોને પ્લેઈંગ 11માં તક આપવી તે મોટો પ્રશ્ન
Sanju & Rishabh
Follow Us:
| Updated on: May 07, 2024 | 8:33 PM

રિષભ પંત અને સંજુ સેમસન, બંને વિકેટકીપર બેટ્સમેન, બંને સારા ફોર્મમાં, બંનેની T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી થઈ છે. IPLની 17મી સિઝનના બંનેના આકાંડાઓ પર નજર કરવામાં આવે તો જણાશે કે બંનેનું પ્રદર્શન લગભગ સમાન રહ્યું છે. ટીમ ઈન્ડિયા જેને પણ તક આપશે તે પોતાની તાકાત બતાવશે. આ બંને પાસે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની ધરતી પર યોજાનાર T20 વર્લ્ડ કપ 2024માં ચમકવાની તક છે.

પંત અને સેમસનના આશ્ચર્યજનક આંકડા

રિષભ પંત અને સંજુ સેમસન સાથે સંબંધિત ડેટા તેમના IPL 2024માં બનાવેલા રન, તેમનો સ્ટ્રાઈક રેટ અને તેમના બેટમાંથી પ્રતિ બોલ પર ફટકારવામાં આવેલી બાઉન્ડ્રી આધારે છે. IPLની 17મી સિઝનમાં રમાયેલી 55મી મેચ સુધી, રિષભ પંતે 158.56ના સ્ટ્રાઈક રેટથી 398 રન બનાવ્યા છે અને આ દરમિયાન તેની પ્રતિ બોલ પર બાઉન્ડ્રી ફટકારવાની સરેરાશ 4.56 રહી છે. આ દરમિયાન સંજુ સેમસને 159.09ની સ્ટ્રાઈક રેટથી 385 રન બનાવ્યા છે. સેમસને દરેક 4.57 બોલ પર બાઉન્ડ્રી ફટકારી છે.

જેને તક મળશે તે ધૂમ મચાવશે

T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરાયેલા બંને વિકેટકીપર બેટ્સમેનનો આ આંકડા ખરેખર આશ્ચર્યજનક છે. કારણ કે, IPL 2024માં પંત અને સેમસનના પ્રદર્શનમાં ઘણો જ થોડો તફાવત છે. આ આંકડો જોઈને લાગે છે કે બંનેનું ફોર્મ સમાન જ છે. મતલબ હવે ટીમ મેનેજમેન્ટ પર નિર્ભર છે કે કોને તક આપે છે? પરંતુ, એક વાત સ્પષ્ટ છે કે જેને પણ તક મળશે, તે આ ફોર્મ સાથે T20 વર્લ્ડ કપમાં ધૂમ મચાવશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

આ પણ વાંચો : IPL 2024: ડેરીલ મિશેલનો ‘ઘાતક’ શોટ, પ્રેક્ટિસ જોવા આવેલા CSK ફેનને થઈ ઈજા, iPhone પણ તોડ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !
g clip-path="url(#clip0_868_265)">