AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ડેરીલ મિશેલનો ‘ઘાતક’ શોટ, પ્રેક્ટિસ જોવા આવેલા CSK ફેનને થઈ ઈજા, iPhone પણ તોડ્યો

ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં IPL 2024માં ત્રીજા સ્થાને છે. તેણે 11માંથી 6 મેચ જીતી છે. અને, હવે જો તે બાકીની 3 મેચમાંથી બધી અથવા 2 પણ જીતી જાય છે, તો તે નિશ્ચિત છે કે તે પ્લેઓફમાં પહોંચશે. જો કે આમાં ડેરીલ મિશેલની ભૂમિકા મહત્વની રહેશે. મિશેલ IPL 2024માં CSKનો ત્રીજો ટોપ સ્કોરર છે. મિશેલ તેના લાંબા અને આક્રમક શોટ માટે ફેમસ છે. જોકે તેનો આ શોટ CSKના એક ફેનને ભારે પડી ગયો હતો.

IPL 2024: ડેરીલ મિશેલનો 'ઘાતક' શોટ, પ્રેક્ટિસ જોવા આવેલા CSK ફેનને થઈ ઈજા, iPhone પણ તોડ્યો
Daryl Mitchell
| Updated on: May 07, 2024 | 8:25 PM
Share

IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામેની છેલ્લી મેચ જીતી છે અને હવે આગામી મેચની તૈયારીઓ ચાલી રહી છે. CSK તેની આગામી મેચ 10મી મેના રોજ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ સામે રમશે. પરંતુ તે પહેલા એક અકસ્માત થયો હતો. આ અકસ્માત CSKના પ્રેક્ટિસ સેશન દરમિયાન થયો હતો. વાસ્તવમાં બેટિંગની પ્રેક્ટિસ કરી રહેલા ડેરિલ મિશેલનો એક શોટ CSKના ફેનના મોં પર વાગી ગયો. આ પછી સ્થિતિ થોડી ભયાનક બની ગઈ. પરંતુ સારી વાત એ છે કે આ અકસ્માતનો સુખદ અંત આવ્યો.

ડેરિલ મિશેલનો એક શોટ અને ફેન થયો ઘાયલ

આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે ડેરિલ મિશેલનો એક શોટ કોઈ માટે જીવલેણ બની ગયો. જો કે, પ્રેક્ટિસ દરમિયાન ક્રિકેટ ચાહકો અને બેટ્સમેન વચ્ચે નેટ લાગી હતી, પરંતુ મિશેલના બેટને અડતા બોલ નેટની ઉપર ગયો અને પ્રેક્ટિસ રેકોર્ડ કરી રહેલા ક્રિકેટ ફેન્સના મોં પર ગયો.

ડેરીલ મિશેલના ‘ઘાતક’ શોટની થયું નુકસાન

વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે શોટ કેટલો ખતરનાક રહ્યો હશે.જ્યારે શોટ ક્રિકેટ ફેન્સને વાગ્યો ત્યારે તે તરત જ પડી ગયો. સદનસીબે તેને કોઈ ગંભીર ઈજા ન થઈ પરંતુ તેના ફોનની હાલત ખરાબ થઈ ગઈ હતી. જે આઈફોન વડે તે CSKની પ્રેક્ટિસનો વીડિયો બનાવી રહ્યો હતો તે ડેરીલ મિશેલના શોટથી તૂટી ગયો હતો.

IPL 2024માં ડેરીલ મિશેલનું પ્રદર્શન

જ્યાં સુધી IPL 2024માં ડેરીલ મિશેલના પ્રદર્શનની વાત છે, ચેન્નાઈ સુપર કિંગ્સ માટે તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે. અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં તેણે 134.70ના સ્ટ્રાઈક રેટથી 229 રન બનાવ્યા છે. તે ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબે પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો ત્રીજો સૌથી સફળ બેટ્સમેન છે.

આ પણ વાંચો : IPL 2024 : રોહિત શર્મા કેમ રડ્યો ? SRH સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના ડગઆઉટમાંથી વીડિયો વાયરલ થયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">