IPL 2024 : શું હોય છે ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફિલ્ડ નિયમ? જાણો આ નિયમને કારણે ખેલાડીઓ કેવી રીતે આઉટ થાય છે
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રવિન્દ્ર જાડેજાને ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ આઉટ કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આ નિયમ હેઠળ કઈ રીતે ખેલાડીને આઉટ કરવામાં આવે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હાર આપી છે. આ જીતથી સીએસકેની ટીમે પ્લેઓફ માટે આશા જાળવી રાખી છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ નિયમ હેઠળ આઉટ થયો છે. તે આઈપીએલમાં મેદાનમાં અવરોધ ઉભો કરનાર ત્રીજો ખેલાડી બન્યો છે. તો ચાલો જાણીએ કે ઓબ્સ્ટ્રક્ટીંગ ધ ફીલ્ડ નિયમ શું છે અને તેમાં ખેલાડીઓ કેવી રીતે આઉટ થાય છે.
આ રીતે રવિન્દ્ર જાડેજા થયો આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિગ્સમાં 16મી ઓવર આવેશ ખાને નાંખી હતી. આ ઓવરના પાંચમા બોલ પર રવિન્દ્ર જાડેજા રમ્યો અને જાડેજા અને ઋતુરાજે સરળતાથી એક રન લઈ લીધો હતો, પરંતુ જાડેજાએ બીજો રન લેવા માટે અડધી પીચ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ બોલને થર્ડ મેનના ફીલ્ડર સંજુ સેમસન તરફ ફેંક્યો અને જાડેજાએ જોયું તો બોલ વિકેટકીપરના હાથમાં હતો. તેમણે એક રન લેવાનો નિર્ણય છોડી દીધો અને પરત ફરી રહ્યો હતો.
Jaldi wahan se hatna tha #TATAIPL #CSKvRR #IPLonJioCinema pic.twitter.com/Op4HOISTdV
— JioCinema (@JioCinema) May 12, 2024
દોડતી વખતે ડાયરેક્શન ચેન્જ કર્યું
ત્યારબાદ સંજુ સેમસને બોલ રન આઉટ કરવા માટે થ્રો કર્યો, તો તે બોલ જાડેજાને વાગ્યો હતો. પરંતુ દોડતી વખતે ડાયરેક્શન ચેન્જ કર્યું જેનાથી અમ્પાયરે તેમને ફીલ્ડીંગમાં અવરોધ કરવા માટે આઉટ કર્યો હતો. MCCના નિયમ 37.1.14 અનુસાર જો અમ્પાયરને લાગે છે કે, વિકેટ વચ્ચે દોડતી વખતે બેટ્સમેને કોઈ દિશા ચેન્જ કરી અને ફીલ્ડરને બેટ્સમેનને રન આઉટ કરવામાં મુશ્કેલી પડી તો અમ્પાયર અપીલ પર બેટ્સમેનને ફીલ્ડિંગમાં અવરોધ કરવા માટે આઉટ કરી શકે છે.
આ પણ વાંચો : IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK