IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના કોચ-ખેલાડીએ LIVE મેચમાં હદ વટાવી, IPLના નિયમો તોડ્યા, હવે થઈ સજા

પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ 1 માટે દોષિત ઠર્યા છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન બંનેએ ભૂલ કરી હતી. ઘટનાના 48 કલાક બાદ આ ભૂલ માટે પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ટીવી રિપ્લે જોયા બાદ બંનેએ ડગઆઉટમાંથી સૂર્યકુમારને રિવ્યુ લેવાનો ઈશારો કર્યો હતો.

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના કોચ-ખેલાડીએ LIVE મેચમાં હદ વટાવી, IPLના નિયમો તોડ્યા, હવે થઈ સજા
Tim David
Follow Us:
| Updated on: Apr 20, 2024 | 5:45 PM

મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ કિરોન પોલાર્ડ અને બેટ્સમેન ટિમ ડેવિડને તેમની ભૂલ માટે સજા કરવામાં આવી છે. આ બંનેએ લાઈવ મેચમાં IPLના કાયદાનો ભંગ કર્યો હતો અને હવે તેના માટે તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ કોચ અને ખેલાડીએ IPLના નિયમો તોડવાની ભૂલ કરી હતી. આ ભૂલ માટે બંનેને મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

મુંબઈની ઈનિંગમાં 15મી ઓવરની ઘટના

કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ દ્વારા કરવામાં આવેલી ભૂલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 15મી ઓવર સાથે જોડાયેલી ઘટના છે. આ ઓવરના છેલ્લા બોલ પર ક્રિઝ પર રહેલા સૂર્યકુમાર યાદવ માટે અર્શદીપ સિંહના વાઈડનો રિવ્યુ કરવાનો નિર્ણય મુંબઈના ડગઆઉટમાંથી આવ્યો હતો, જેનો સંકેત કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ દ્વારા આપવામાં આવ્યો હતો. ટીવી રિપ્લે જોયા બાદ બંનેએ સૂર્યકુમારને રિવ્યુ લેવાનો ઈશારો કર્યો હતો.

કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડને દંડ ફટકાર્યો

પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને પણ મુંબઈ ઈન્ડિયન્સના ડગઆઉટમાંથી કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ દ્વારા કરવામાં આવેલા ઈશારાનો વિરોધ કર્યો હતો. પરંતુ પછી ફિલ્ડ અમ્પાયરે તેની અવગણના કરી. જોકે, ઘટનાના 48 કલાક બાદ પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પોલાર્ડ અને ડેવિડ લેવલ 1 માટે દોષિત

IPL દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, પોલાર્ડ અને ટિમ ડેવિડ બંને IPL કોડ ઓફ કન્ડક્ટની કલમ 2.20 હેઠળ લેવલ 1 માટે દોષિત ઠર્યા છે. કિરોન પોલાર્ડ અને ટિમ ડેવિડ બંનેએ મેચ રેફરી સંજય વર્માની સામે પોતાની ભૂલો સ્વીકારી હતી, જે બાદ તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

23 એપ્રિલે મુંબઈ-રાજસ્થાનનો મુકાબલો

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામેની મેચ 9 રને જીતી હતી. મુંબઈની ટીમ હાલમાં 6 પોઈન્ટ ધરાવે છે અને પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. મુંબઈ ઈન્ડિયન્સની આગામી મેચ રાજસ્થાન રોયલ્સ સામે 23 એપ્રિલે જયપુરમાં છે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે મોટું અપડેટ, કેપ્ટન રોહિત શર્મા આ દિવસે સિલેક્ટર્સ સાથે કરશે બેઠક!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">