AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે મોટું અપડેટ, કેપ્ટન રોહિત શર્મા આ દિવસે સિલેક્ટર્સ સાથે કરશે બેઠક!

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના 15 ખેલાડીઓની જાહેરાતની તારીખ હવે નજીક છે. તેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. જો કે, હજુ સુધી સત્તાવાર કંઈ નથી પરંતુ એવું માનવામાં આવે છે કે 27 અથવા 28 એપ્રિલે ટીમની જાહેરાત થઈ શકે છે. આ બંને દિવસે ભારતીય કેપ્ટનની સાથે પસંદગીકારો પણ દિલ્હીમાં હશે.

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે મોટું અપડેટ, કેપ્ટન રોહિત શર્મા આ દિવસે સિલેક્ટર્સ સાથે કરશે બેઠક!
Ajit Agarkar & Rohit Sharma
| Updated on: Apr 20, 2024 | 5:00 PM
Share

IPL 2024ની મેચો ચાલી રહી છે પરંતુ તેની સાથે T20 વર્લ્ડ કપ 2024નું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. આ માટે ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત થવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની પસંદગી 27 અથવા 28 એપ્રિલે થઈ શકે છે. સમાચાર છે કે આ બેમાંથી એક તારીખે કેપ્ટન રોહિત શર્મા અને ભારતીય પસંદગીકારો બેસીને ટીમ ઈન્ડિયાની પસંદગી કરશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ 1 મે છે.

27 અથવા 28 એપ્રિલે થઈ શકે છે જાહેરાત

ટીમ ઈન્ડિયાની પસંદગી માટે 27મી એપ્રિલ અથવા 28મી એપ્રિલને નિશ્ચિત તારીખ માનવામાં આવી રહી છે કારણ કે તે તારીખે કેપ્ટન રોહિત શર્મા પણ દિલ્હીમાં હશે. IPL 2024ના શેડ્યૂલ મુજબ મુંબઈ ઈન્ડિયન્સની મેચ 27 એપ્રિલે દિલ્હીમાં છે. આવી સ્થિતિમાં ભારતીય પસંદગીકારો સાથેની તેમની બેઠક અને ટીમની પસંદગી બંનેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

કેપ્ટનની સાથે પસંદગીકારો પણ દિલ્હીમાં

બીસીસીઆઈના ચીફ સિલેક્ટર અજીત અગરકર પણ સ્પેનથી રજાઓ બાદ આ સિલેક્શન મીટિંગ માટે ભારત પરત ફર્યા છે. 30 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ સાથે મુંબઈ ઈન્ડિયન્સની મેચને ધ્યાનમાં રાખીને 27 અથવા 28 એપ્રિલની તારીખ ટીમની પસંદગી માટે યોગ્ય માનવામાં આવી રહી છે. કારણ કે આ દરમિયાન ભારતીય કેપ્ટનની સાથે પસંદગીકારો પણ દિલ્હીમાં હશે.

આ 10 ખેલાડીઓની પસંદગી નિશ્ચિત

હવે સવાલ એ છે કે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં કયા ખેલાડીઓની પસંદગી થઈ શકે છે? તો અમે તમને જણાવી દઈએ કે ઓછામાં ઓછા 10 ખેલાડીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે, જેમને પસંદ કરી શકાય છે. આ 10 ખેલાડીઓમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, રવીન્દ્ર જાડેજા, શુભમન ગિલ, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, જસપપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના નામ છે.

હાર્દિક પંડ્યાને લઈ સસ્પેન્સ

હાર્દિક પંડ્યા પ્રથમ 10 નામોમાં નથી કારણ કે તેના વિશે કોઈ સાચી માહિતી ઉપલબ્ધ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો હાર્દિક IPLમાં બોલિંગ કરશે તો જ તેના નામ પર વિચાર કરી શકાય છે. હાલ IPLમાં હાર્દિક તેની કપ્તાની અને બોલિંગના કારણે ટ્રોલ થઈ રહ્યો છે. આ સિવાય બેટિંગમાં પણ કઈં ખાસ કરી શક્યો નથી.

આ પણ વાંચો : KLની બેટિંગ પર આથિયાનું આવ્યું દિલ, પોસ્ટ શેર કરી પતિ પર લૂટાવ્યો પ્રેમ, જુઓ અહીં

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">